ભારતના સ્પેસ સાયન્સના ઇતિહાસમાં ખૂબ જ મોટી ઘટનાઓની વણજાર નજીકના ભવિષ્યમાં શરૂ થશે. તેમાં ટૉપ-થ્રી છે - આદિત્ય એલ-૧ મિશન, ગગનયાન અને ચંદ્રયાન-૩. તેમાં સૌથી પહેલો નંબર છે ચંદ્રયાન-૩નો. થોડા દિવસોમાં જ તેનું લૉન્ચિંગ કરવામાં આવશે. આ ઘટના ઉપર અમેરિકા, રશિયા અને ચીનની પણ બાજ નજર રહેવાની છે. તેનું સૌથી મોટું કારણ છે, ચંદ્રયાન-૩ની ચંદ્ર પર ઊતરવાની ઘટના. આ ઘટનાને ટૅનિકલ લેન્ગ્વેજમાં ‘સોફટ લૅન્ડિંગ’ તરીકે ઓળખવામાં આવે છે.
ચંદ્રયાન-૨ વખતે સોફટ લૅન્ડિંગની ઘટનાએ એટલી ઉત્સુકતા જગાવી હતી કે એ વખતે ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચ કરતાં પણ વધારે આ ઘટના જોવાયેલી હતી. અમેરિકા, રશિયા અને ચીને આટલા બધા પ્રયત્નો કર્યા છતાં સોફ્ટવેરમાં સફળતા મળી નથી. તેવી જ રીતે જેનો સક્સેસ રેશિયો સૌથી વધુ છે તે દેશ ભારતને પણ અત્યંત ચીવટ રાખી હોવા છતાં ભલે ધારી સફળતા ન મળી, પણ આવા હાર્ડ લૅન્ડિંગને પાર કરીને ચંદ્રયાન-૨ ચંદ્રની ધરતી પર પહોંચી ચૂક્યું છે અને સહેજ વાંકી અવસ્થામાં પડ્યું છે. સોફ્ટ લૅન્ડિંગ માટે જરૂરી ઉપયોગી માહિતી પણ આપણને પહોંચાડી દીધી છે. તેથી ચંદ્રયાન-૨ની નિષ્ફળતા છતાં અમેરિકા અને જાપાને હવે પછીના સ્પેસ પ્રોગ્રામ ભારત સાથે કરવાની ઇચ્છા જાહેર કરી હતી. આમ દુનિયાની મહાસત્તા આપણા માટે આટલી બધી સોફ્ટ બને એ ખૂબ જ મોટી સફળતા છે.
સોફટ લૅન્ડિંગ ધારીએ તેટલું સોફ્ટ નથી. ચંદ્રયાન-૨નું લેન્ડર ચંદ્ર ફરતે ગોળ ગોળ ફરતું હોય ત્યારે તેને ચંદ્રની સપાટી તરફ ઉતરાણ માટે વળાંક આપવો તે ખૂબ જ અઘરો તબક્કો હતો. પુરપાટ વ્યક્તિ, દોડતી કાર અચાનક વળાંક લે તો તે કેવી ફંગોળાઈ જાય છે! બસ, આવી જ રીતે ચંદ્રયાન-૨ને વાતાવરણ કે કોઈ પણ જાતના ઘર્ષણ વગર ચંદ્ર તરફ વળાંક આપવામાં આવે ત્યારે તેની એસ્કેપ વૅલૉસિટીને કારણે ફંગોળાઈ જવાની શક્યતા હતી. આ તબક્કાને ‘રફ બ્રેકિંગ’ કહેવાય છે. આ તબક્કો સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. ગરબડ થઈ ફાઇન બ્રેકિંગના તબક્કામાં. માત્ર બે કિલોમીટર ઉપર ચંદ્રની સપાટી પર હોવ૨ કરતું ચંદ્રયાન-૨ને ત્યાં ઊડેલા વંટોળને કારણે અંતર માપવામાં થાપ થઈ ગયું? ભૂલભુલૈયાવાળા ગુરુત્વાકર્ષણ બળે તેને જમીન તરફ ખેંચી લીધું કે રફ બ્રેકિંગ અને ફાઇન બ્રેકિંગના તબક્કા વચ્ચે લડખડાયું? ચંદ્રયાન-૨ના બૂસ્ટર રૉકેટ તેને સ્થિર રાખવામાં નિષ્ફળ ગયાં?
Diese Geschichte stammt aus der July 22, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 22, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ