સહેજ ખડખડાટ થતાં હું સમજી ગયો કે ઘરમાં કોઈ ચોર મહાશય પધાર્યા લાગે છે. ચોર જેવા ચોરને ‘મહાશય’ તરીકે સંબોધું છું, તો તમને કદાચ નવાઈ તો લાગવાની જ, પણ જે માણસ કોઈ મોટા આશય સાથે આપણને મળતો હોય એને ‘મહાશય’ કહેવામાં વાંધો શો હોઈ શકે?
ઊંઘ ઊડી જવા છતાં હું ચૂપચાપ પડ્યો રહ્યો, સૂતાં સૂતાં જ હું ચોરભાઈનાં દિવ્ય સ્વરૂપનું દર્શન કરી રહ્યો હતો. એ મહાશય તો પૂરો પરિશ્રમ કરી રહ્યા હતા કે એમની પ્રતિષ્ઠા પ્રમાણે આ ઘરમાંથી કંઈક ને કંઈક મળી જાય. ખૂબ જ ઝીણવટપૂર્વક સંશોધનકાર્ય ચાલુ હતું, પણ ઘરમાં કંઈ હોય તો એને મળે ને? જે ઘરમાં કપડાં-વાસણ-ફર્નિચર બધું વેચાઈને ભૂખના યજ્ઞમાં સ્વાહા થઈ ગયું હોય એ ઘરમાંથી ચોરભાઈને બીજું શું મળવાનું હતું? શરૂ શરૂમાં તો હું એમના સંશોધનઉત્સાહને જોઈને મનોમન ખુશ થઈ રહ્યો હતો, પરંતુ જ્યારે મેં જોયું કે મહાશય તો સાવ નિરાશ થઈ ગયા છે ત્યારે મને ચિંતા થાય એ સ્વાભાવિક છે. આમેય સ્વભાવે હું થોડો ‘વિક’ છું, કવિ છું ને એટલે!
હું વિચારવા લાગ્યો કે જિંદગીમાં પહેલી વાર કોઈ માણસ કોઈ અરમાન કે અપેક્ષા લઈને આ ઘરમાં આવ્યો છે. મારા હોવા છતાં એ મારા જ ઘરમાંથી નિરાશ થઈને જાય એ તો બની જ કેમ શકે? મોંઘવારી આવી, મેં એને વૅલકમ કરી. બેકારી આવી મેં એને પણ આશ્રય આપ્યો. આજે ફરી એક વાર મારા ઉપર નૈતિક જવાબદારી આવી પડી. ચોર મહાશયનો દુઃખી ચહેરો મારાથી જોવાતો ન હતો. અત્યારે આ ચોરભાઈ મને મારો કશુંક લાગતો હતો.
હું પથારીમાંથી બેઠો થઈ ગયો. આમ તો હું જ્યાં સૂઈ ગયો હતો ત્યાં પથારી નામની કોઈ ચીજ નહોતી, પણ આપણી એક વ્યાવહારિક બોલી કે ભાષામાં બોલવાની આપણી એક ટેવ છે કે જ્યાં આપણે સૂઈ ગયા હોઈએ એ સ્થળને કે એટલા પ્લોટને પથારી જ કહેતાં હોઈએ છીએ. જેવો હું પથારીમાંથી બેઠો થયો કે ચોરભાઈ ગભરાઈ ગયા.
મેં તરત જ કહ્યું, ‘નહીં.. નહીં.. ગભરાવાની કોઈ જ જરૂર નથી. તમે થાકી ગયા હશો. શારીરિક શ્રમ કરતાંય તમને માનસિક થાક વધારે લાગ્યો હોય તેમ જણાય છે. થોડો આરામ કરો. પાણી પીશો? માફ કરજો, ચા-કૉફીની કોઈ શક્યતા નથી. નહીંતર ચા-પાણી પીવાનું કહેત.’
Diese Geschichte stammt aus der July 22, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 22, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?