ફૅશન ઇન્ડસ્ટ્રી આજે પૈસો અને પ્રસિદ્ધિ, બંને દ્રષ્ટિએ અત્યંત વિશાળ બની ચૂકી છે. ફેશનમાં સમજ ન પડતી હોય કે ખાસ રસ ન હોય એ માણસ પણ અજાણતા આસપાસની પરિસ્થિતિઓ અને લોકોથી પ્રભાવિત થઈને વસ્ત્રો, જૂતાં અને અન્ય વસ્તુઓ દ્વારા નવી ફેશનને અપનાવી લેતો હોય છે. ઉપરાંત, કોઈ પણ વ્યક્તિ સાવ અલગ પડીને એકલવાયી થઈ જવા ન ઇચ્છતી હોય. બાકીની ભીડ અને એનામાં કંઈક કોમન હોય એવું તે ઇચ્છે. તન અને મનથી પણ યુવાન હોય એવી વ્યક્તિમાં આવું વલણ દ્રઢ હોય. ભારતની વાત કરીએ તો સામાન્ય રીતે જીવતાં લોકોની લાઇફમાં ફેશન ફિલ્મો દ્વારા એન્ટ્રી મારે છે. સ્ક્રિન પર પોતાના પ્રિય અદાકારો શું પહેરેલાં દેખાય છે અથવા રિયલ લાઇફમાં એમનો પહેરવેશ કેવો છે, એ બધું એક વિશાળ વર્ગના માનસ પર છપાતું રહે છે. એ સિવાય, ફેશનની દુનિયામાં નવું અને અતરંગી પ્રગટ થતું હોય છે. ફેશન શોમાં, જેનો ઇતિહાસ ખાસ જૂનો નથી. બે-એક સદી પહેલાં યુરોપના દેશોના ડિઝાઇનર વસ્ત્રોનું પ્રદર્શન કરવા માટે મોડેલ્સને હાયર કરવામાં આવતાં. ફ્રેન્ચ ભાષામાં ડિઝાઇનર માટેનો શાસ્ત્રીય શબ્દ છે, ‘ફૂટ્યુઅર’ અને ‘ઓટ' એટલે લાલિત્યપૂર્ણ, સુંદર કે ભવ્ય. કૂટ્યુઅર ઓટ એટલે ઉચ્ચ અને ભદ્ર વર્ગ (ખાસ કરીને સ્ત્રીઓ) માટે માપ પ્રમાણેનાં વસ્ત્રોનું નિર્માણકાર્ય. આ પ્રવૃત્તિને વધુ લોકપ્રિય બનાવનાર ડિઝાઇનર્સમાં બે નામ આગળ પડતાં હતાં; ફ્રાન્સનો પાઉલ પૌરે અને બ્રિટનની લ્યુસી ક્રિશ્ચિયાના ડફ-ગોર્ડન. ૧૯૧૨માં ડૂબી ગયેલા ટાઇટેનિકના બચી જનારા યાત્રીઓમાંની એક એવી લ્યુસી પોતાના સમયની વિખ્યાત ડિઝાઇનર હતી. આ બંનેએ આજે જેને ‘રન-અવે ફેશન શો' કહેવાય છે, એને પદ્ધતિસરની ઇવેન્ટ તરીકે વિકસાવી, ગ્લેમરનું તત્ત્વ ઉમેરીને વસ્ત્રોના વેચાણની નવી જ તરકીબ ઊભી કરવામાં સારું એવું યોગદાન આપેલું.
ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજમાં બચી ગયેલી લ્યૂસી ફેશન ડિઝાઇનર હતી. ટાઇટેનિક ફિલ્મના કલાકારોની ડ્રેસ ડિઝાઇન તેણે કરી હતી. આજે યોજાતી ફેશન ઇવેન્ટનો આરંભ તેણે કર્યો હતો
Diese Geschichte stammt aus der August 26, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 26, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ