ભારતે એક વર્ષના G-20ના અધ્યક્ષપદે રહીને દાયકાઓ સુધી પડઘા પડે એવી કામગીરી કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. G-20ના સફળ આયોજન પછી સમગ્ર વિશ્વએ હવે ભારતને અલગ દૃષ્ટિથી જોવાનું શરૂ કરવું પડશે, એટલું તો ચોક્કસ પ્રસ્થાપિત થયું છે. G-20ની થીમ ‘એક ધરતી – એક પરિવાર - એક ભવિષ્ય’ આપીને જ ભારતે રાજનૈતિક અને કૂટનૈતિક જીત હાંસલ કરવાનો પાયો નાખી જ દીધો હતો. ‘વસુધૈવ કુટુમ્બકમ્'ની આપણી મૂળ પરિકલ્પનાને સાકાર કરવા માટેની આ ઐતિહાસિક તકને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફૂટનૈતિક, રાજકીય અને આર્થિક અવસરમાં ફેરવી નાખીને ભારતને સમગ્ર વિશ્વમાં અપ્રતિમ અદ્વિતીય સન્માન અપાવ્યું છે.
દુનિયાના ૨૦ દેશોએ ૧૯૯૯માં એશિયાઈ નાણાકીય સંકટ બાદ એક આર્થિક જૂથ બનાવ્યું હતું. આ G-20 જૂથ વૈશ્વિક કુલ જીડીપીના ૮૦ ટકા અને આંતરરાષ્ટ્રીય વેપારનો ૭૫ ટકા હિસ્સો છે. અત્યાર સુધીમાં G-20ના ૧૭ શિખર સંમેલનોનું આયોજન થયું હતું. ભારતે ૧૮મા શિખર સંમેલનનું નેતૃત્વ કર્યું. આ જૂથમાં ભારત, અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ઇટાલી, જાપાન, દ. કોરિયા, મેક્સિકો, સાઉદી અરબ, દ. આફ્રિકા. ઇન્ડોનેશિયા તથા યુરોપિયન સંઘનો સમાવેશ થાય છે. G-20 મંચ આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ અને જીઓ-પોલિટિકલ ડિપ્લોમસીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
દિલ્હીમાં આયોજિત G-20 બેઠકમાં બહુપક્ષીય સંસ્થાઓમાંથી વિકાસશીલ દેશોને વધારે ઋણ, આંતરરાષ્ટ્રીય દેવા વ્યવસ્થામાં સુધારો, ક્રિપ્ટો કરન્સી, મની લૉન્ડરિંગ તથા ખાદ્ય અને ઊર્જા પર જીઓ-પૉલિટિકલ અનિશ્ચિતતાઓનો પ્રભાવ પર સઘન ચર્ચાઓ થઈ. ચર્ચાઓના અંતે પ્રથમ જ દિવસે ‘નવી દિલ્હી ઘોષણા પત્ર’ સર્વસંમતિથી જાહેર થયું એ ભારતનો આજ સુધીનો સૌથી મોટો ફૂટનૈતિક વિજય છે, એમ કહીએ તો તે અતિશયોક્તિ નહીં હોય. ભારતે યુક્રેન-રશિયા મુદ્દે વ્યૂહાત્મક સૂઝબૂઝથી પડકાર ઉઠાવીને સર્વસંમતિ પ્રાપ્ત કરી એ ઐતિહાસિક સિદ્ધિથી સહેજ પણ ઓછું નથી.
ભારતે સ્પષ્ટ કહ્યું કે, આ સમય યુદ્ધનો નથી. બધા દેશો એકબીજાની સરહદોનું સન્માન કરે. ભારતે રશિયા તરફી અને યુક્રેન તરફી પશ્ચિમી દેશો વચ્ચે સંતુલન સાધીને રશિયા વિરુદ્ધ કોઈ મોટી પ્રતિક્રિયા જ આવે એવી વ્યૂહરચનાથી સર્વસંમતિ સાધી શકાઈ, જે ભારતના નેતૃત્વનો પ્રભાવ સૂચિત કરે છે.
Diese Geschichte stammt aus der September 23, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 23, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?