પ્રખ્યાત અમેરિકન સાહિત્યકાર માયા એન્જેલુ કહે છે કે - All great artistsdraw from the same resource human heart, which tells us we are all more alike than we are unalike.
આપણે સહુ ભિન્ન છીએ, પરંતુ એવી કેટલીક લાગણીઓ છે જે ભિન્ન લોકોના અંતરમાં સમાન રીતે જન્મે છે. માનવ માત્રમાં સુખ-દુ:ખ, આનંદ, ક્રોધ અને પ્રેમ જેવી લાગણીઓ રહેલી છે. તમામ મહાન કલાકારો પ્રેક્ષકો સાથે ઊંડું જોડાણ સ્થાપિત કરી શકે છે, કારણ કે તે માનવ હૃદયને સારી રીતે સમજે છે. તેઓ સમસ્તની અનુભૂતિને પોતાની કલામાં અવતરિત કરી શકે છે. તેથી જ સૌ તેમની કલાકૃતિઓમાં પોતાનો અંગત ભાવ ખોળી શકે છે. જ્યારે આપણે કોઈ કલાકૃતિ કે પ્રસ્તુતિ નિહાળીએ છીએ ત્યારે આપોઆપ તેનો ભાવ આપણાં મનમાં પણ પ્રગટ થઈ જાય છે. આપણી લાગણીઓ ભલે આગવી હોય પણ તેની અનુભૂતિ સાર્વત્રિક છે, તે અન્યને પણ થઈ શકે છે. આપણે સહુ આ રીતે જ એકમેકથી જોડાયેલા છીએ.
કલા જીવનનો આવિર્ભાવ છે. કલા જીવનમાંથી પ્રગટે છે અને તેને અર્થપૂર્ણ બનાવે છે. જરૂરી નથી કલા સૌંદર્યમાંથી જ ઊગે, જીવનની વિષમતાઓની વચ્ચે પણ તેનો જન્મ થાય છે. અનુભૂતિના મુખ્ય નવ રસનું સુયોજન કલાકાર પોતાની રચનામાં કરે છે. આખરે કલા માનવીના અંતરમાંથી ઊમટતાં ભાવ સંવેદનોનું દૃશ્ય રૂપ જ તો છે! દશ્યાત્મક કલાના બે પક્ષ છે. કલાકાર એટલે કે તેનો સર્જક અને દર્શક એટલે કે તેનો ભાવક. કલા આ બંને વચ્ચેનો સેતુ બને છે અને એકનું સંવેદન અનેક સુધી પહોંચે છે. કોઈ પણ લાગણી, વિચાર કે સંદેશને પ્રસારિત કરવામાં કલાનો કોઈ પ્રતિસ્પર્ધી નથી.
કલાની ચતુર્વિધ અભિવ્યક્તિ – સંગીત, નૃત્ય, અભિનય અને વિઝ્યુલ આર્ટ સ્તંભ પર નિર્માણ પામેલો પ્રકલ્પ – ‘અભિવ્યક્તિ સિટી આર્ટ.’ આ વૈવિધ્યસભર કલા ઉત્સવનું પાંચમું સંસ્કરણ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં ઊજવાઈ રહ્યું છે. સતત ચાર વર્ષથી સફળતા પૂર્વક કાર્યક્રમો કર્યા બાદ આ વર્ષે અમદાવાદ ઉપરાંત સુરત અને વડોદરા ખાતે પણ બે દિવસના કાર્યક્રમોનું આયોજન કરીને ‘અભિવ્યક્તિ’ એ તેનો વિસ્તાર વધ્યો છે. આ કાર્યક્રમોની શૃંખલા કલાકારો અને કલાપ્રેમીઓ માટે કોઈ તહેવારથી જરાય ઓછો નથી. આયોજકો બે-બે અઠવાડિયાં સુધી વિના મૂલ્યે રસિકોને કલાનાં વિવિધ વ્યંજનો પીરસે છે. તે ખરેખર અભિનંદનીય છે.
Diese Geschichte stammt aus der December 16, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 16, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?