બિંજ-થિંગ
ABHIYAAN|February 03, 2024
સેલોરનો સાદ
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

ગુજરાતનું કચ્છ હંમેશાં તેની ભૌગોલિક લાક્ષણિકતાઓ અને ભાતીગળ સંસ્કૃતિથી સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. લૂણી ધરતી અને લૂણો સમંદર ધરાવતી આ ભોમકા પર ખમીરવંતી કચ્છી પ્રજા વસે છે. જેમણે પોતાની દરેક સમસ્યાઓના સમાધાન ખૂબ કુશાગ્રતાથી શોધ્યા છે. કુદરતે આપેલી દરેક વિષમતાઓને આ ખમતીધર પ્રજાએ શૂરતાથી સ્વીકારી છે અને તેને પોતાની કલા અને સંસ્કૃતિ વડે શણગારી છે. આપણે સહુ જાણીએ છીએ તેમ પૃથ્વી પર સર્જાયેલા પ્રચંડ ભૂમિગત ફેરફારોને કારણે આ હરિયાળો પ્રદેશ એકાએક ઉજ્જડ બની ગયેલો અને દરિયો પાછળ ખસી જતાં મીઠાનું સફેદ રણ સર્જાયું. હજુ આ પ્રદેશના પેટાળમાં રહેલા અમૃત સમાન પાણી ઓસર્યા નથી. આજે ઠેકઠેકાણે બંધાયેલી વાવમાં આ પાણી સેલારા મારે છે, એ તેનું જીવતું પ્રમાણ છે.

જાણીને સુખદ આશ્ચર્ય થાય કે હિસ્ટ્રીકલ અને કલ્ચર રિસર્ચ અનુસાર એકલા ગુજરાતમાં આશરે ૧૫૦૦૦ જેટલી પ્રાચીન વાવો છે, જેમાંથી ૬૬૯ વાવોની ભાળ મેળવી શકાઈ છે. આ પૈકીની મોટા ભાગની વાવોમાં આજે પણ પાણી જોવા મળ્યું છે.

તાજેતરમાં જ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજના પૂર્વ પ્રાચાર્ય અને સામાજિક ક્ષેત્રમાં પ્રવૃત્ત થયેલા ઇતિહાસવિદ્દ સંજયભાઈ ઠાકરે કચ્છ પ્રદેશની સેલોર-વાવની વર્તમાન પરિસ્થિતિ પામીને તેનું દસ્તાવેજી કરણ કર્યું છે. કચ્છનાં અંતરિયાળ ગામડાંના અસંખ્ય પ્રવાસો ઉપરાંત અનેક ઇતિહાસવિદો, પુરાતત્ત્વવિદો સાથેના વિચાર-વિમર્શની ફળશ્રુતિ તરીકે સંજયભાઈ તરફથી ‘કચ્છધરાની વિસ્તૃત વિરાસતઃ સેલોર-વાવ સ્થાપત્ય' નામક ખૂબ સુંદર અને માહિતીપ્રદ પુસ્તક પ્રાપ્ત થયું છે. આસપાસ વસતાં લોકો સાથેની વાતચીત અને ઐતિહાસિક ગ્રંથોનો અભ્યાસ કરીને તેમણે કચ્છની ૧૫૦થી વધુ સેલોર-વાવ પર દસ્તાવેજીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ પુસ્તકનાં પાને-પાને દરેક સેલોર-વાવની તસવીરો અને તેના નિર્માણની રોમાંચક કથાઓ છે. આ વાવોના નિર્માણ સાથે જોડાયેલા એવા લોકોની કથાઓ છે, જેમના માનવીય અભિગમ અને દૂરંદેશીથી અગણિત નિવાસીઓ અને પ્રવાસી ઓ ધખતાં તાપમાં તૃપ્ત થયા છે.

Diese Geschichte stammt aus der February 03, 2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der February 03, 2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025