કિન્નોરનું પ્રવેશદ્વાર ગણાતું સરહન હિમાચલ પ્રદેશનું નાનું એવું ગામ છે, જે તેના ભીમાકાલીના વુડન ટેમ્પલ માટે જાણીતું છે. પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડની નજીક રહેલું આ રૂપકડું હિમાચલી ગામ સરહન બુશહર તરીકે પણ ઓળખાય છે, કારણ કે એક જમાનામાં તે બુશહર રાજ્યનું સમર કૅપિટલ પણ હતું.
૭,૫૮૯ ફૂટની ઊંચાઈ ધરાવતા આ સરહનમાં નવેમ્બરથી માર્ચમાં થોડા-થોડા વરસાદ સાથેની હળવીથી ભારે બરફ વર્ષા થયા કરે છે અને એપ્રિલથી જુલાઈના ઉનાળામાં અહીં દસથી અઠ્યાવીસ સેલ્સિયસનું તાપમાન પ્રવાસીઓને આવકારે છે. ઑગસ્ટથી ઑક્ટોબરમાં આ હિમાચલી પ્રદેશ સાધારણ વરસાદમાં નીતરતો હોય છે અને આપણને કહેતો પણ હોય છે કે વૅલકમ ઇન ધ વાઇબ્રન્ટ લૅન્ડ ઑફ મા ભીમાદેવી.
ન્યુ દિલ્હીથી ૫૬૪ અને શિમલાથી ૧૭૨ કિલોમીટર દૂર રહેલું આ સરહન સતલજ રિવર વેલીથી ખૂબ નજીક હોવા ઉપરાંત સફરજનનાબગીચાઓ, પાઇન અને દેવદારનાં ગાઢ જંગલો, પુરજોશમાં વહેતાં ઝરણાંઓ, ટૅરેસ ફાર્મિંગ, સલેટિયા પથ્થરના રુડિંગવાળા ચિત્રમયી ઘરો, જંગલી ફૂલોથી સભર મેદાનો અને હિમાચલી ગામડાંની પરફેક્ટ ફીલ આપતું ગામ છે.
સ૨હન અપ્રતિમ દૃશ્યફલકોનું પણ માલિક છે. અહીં ગામની એક તરફ કરાડો ધરાવતા પર્વતો છે અને બીજી તરફ લીલીછમ ખીણ છે. પ્રકૃતિના બેવડા આશીર્વાદ પામેલા આ હિમાલયન ગામમાંથી ૧૭,૧૫૦ ફૂટ ઊંચા શ્રીખંડ મહાદેવ શિખરનાં દર્શન થતાં હોવાથી સરહનમાં હોવું એટલે જાણે શિવ સમીપે હોવાની પવિત્ર ફીલ હોય છે.
મૂળ તો બુશહર રાજ્યનાં કુળદેવી ગણાતાં ભીમાકાલીના વુડન ટૅમ્પલથી વધુ જાણીતાં આ સરહનમાં ભીમાકાલીનું મંદિર પ્રવાસીઓનું સેન્ટર ઑફ એટ્રેક્શન છે. બાવન શક્તિપીઠમાંની એક ગણાતી આ શક્તિપીઠ ૮૦૦ વર્ષ પ્રાચીન છે. પૌરાણિક કથાઓ અને દંતકથાઓથી શ્રદ્ધેય ભીમાકાલીના પાંચ માળ ધરાવતા કાઠમંદિરના ઉપલા માળે મા કાલી બિરાજે છે. જ્યારે નીચેના ફ્લોર પર મા પાર્વતીની પ્રતિમા પૂજાય છે. ભીમાકાલીના આ ટૅમ્પલ કોમ્પ્લેક્ષના આંગણે પાતાળ ભૈરવજી, નરસિંહજી અને ભગવાન રઘુનાથજીનાં મંદિરો પણ છે જે હિન્દુઇઝમની ધારાનો દીવો પ્રજ્વલિત રાખી રહ્યા છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 11/05/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 11/05/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?