કચ્છના લોકોની કલા વિખ્યાત છે. અલગ-અલગ પ્રકારનું ભરતકામ, એરંડિયાના તેલ અને કુદરતી રંગોથી કપડાં ઉપર બનતી અદ્ભુત ડિઝાઇન - રોગાન, બ્લોક પ્રિન્ટિંગથી ગળી જેવા રંગનો મહત્તમ ઉપયોગ કરીને હાથેથી છપાતું અજરખ વિશ્વવિખ્યાત છે. ખૂબ મહેનત પછી તૈયાર થતાં કલાના નમૂનાઓએ ફૅશનમાં પોતાનું સ્થાન નક્કી કરીને એક ઊંચાઈ હાંસલ કરી છે. આ કલાઓને હવે જી.આઈ.(જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગ (ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા) મળે છે. આ ટેગ મળવાથી જે-તે કલા અને કસબીની વિશ્વસનીયતા, પ્રતિષ્ઠા વધે છે. કચ્છનું ભરતકામ, અજરખ, રોગાન, શાલ, બાંધણી, સુફ ભરત, બાંધણી, ઘરચોળાને જી.આઈ. ટેગ મળ્યો છે. હસ્તકલાના કસબીઓને મશીનથી તૈયાર થતી નકલના કારણે નુકસાન વેઠવું પડે છે. જી.આઈ. ટેગ મળવાથી કલાની નકલ કરનારાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકાશે. હસ્તકલાના જાણકારોને સાચી હસ્તકલાના નમૂના મળી શકશે. કસબીઓને પૂરતું અને યોગ્ય વળતર પણ મળી શકશે. આ ઉપરાંત તેની નિકાસ વધી શકે અને સરવાળે કસબીઓને અને જે-તે પ્રદેશને આર્થિક ફાયદો થઈ શકશે.
જી.આઈ. ટેગ એટલે શું?
જી.આઈ. ટેગ એટલે કળાની વૈશ્વિક ઓળખનો દસ્તાવેજ. કોઈ પ્રદેશની ખાસિયત સમાન હસ્તકલા, ખેત ઉત્પાદનો કે હાથેથી બનાવાયેલી વસ્તુઓને તેની આગવી ઓળખ જાળવી રાખવામાં મદદરૂપ થવાના ભાગરૂપે જી.આઈ. ટેગ આપવામાં આવે છે. આ પ્રકારની વસ્તુમાં અમુક પ્રકારના સ્થાનિક ગુણ હોવા આવશ્યક છે. તેમ જ તે વસ્તુ પરંપરાગત પદ્ધતિથી બનાવાતી હોય, તેની ગુણવત્તા અને લાક્ષણિકતાઓમાં પણ તેના સ્થાનની ખાસિયત દેખાતી હોય છે. તે વસ્તુમાં સ્થાનિક પરંપરા, સ્થાનિક હવામાન અને ભૌગોલિક સ્થાનની અસર દેખાતી હોય છે. જી.આઈ. ટેગ એ વસ્તુઓ ઉપર વપરાતું ખાસ પ્રકારનું નામ અથવા ચિહ્ન છે. જી.આઈ. ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ ઑફ ગુડ્સ (રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન) ઍક્ટ ૧૯૯૯ મુજબ ડિપાર્ટમૅન્ટ ઑફ ઇન્ડસ્ટ્રી પ્રમોશન ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડ, મિનિસ્ટ્રી ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નીચે આવતી જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે.
Diese Geschichte stammt aus der May 25, 2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 25, 2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ