પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN|Abhiyaan Magazine 15/06/2024
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
હિમાદ્રી આચાર્ય દવે
પર્યાવરણ દિન સ્પેશિયલ

ભારતીય સંસ્કૃતિ મૂળભૂત રીતે અરણ્યક(વન) સંસ્કૃતિ રહી છે. મનુષ્ય જન્મથી જ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આ કારણથી પ્રકૃ તિની પૂજા કરવી અને પર્યાવરણનું જતન કરવું એ આપણી પ્રાચીન પરંપરા છે. પ્રકૃ તિ સાથે સહઅસ્તિત્વનું જીવન જીવતા વૈદિક ઋષિઓએ પ્રાકૃતિક શક્તિઓ - પૃથ્વી, સૂર્ય, વાયુ, પાણી વગેરેની પ્રશસ્તિ કરી છે. વળી, ભારતીય સંસ્કૃતિમાં, દસ અવતારમાંથી, ચાર અવતાર પ્રાણીઓ સાથે સંબંધિત છે. જેમ કે મત્સ્ય અવતાર, વરાહ અવતાર, કચ્છપ (કૂર્મ) અવતાર અને નરસિંહ અવતાર. પ્રાણીઓ પ્રત્યે લોકોની આસ્થા અકબંધ રહે તે માટે ગણેશ, હનુમાન અને નાગપૂજાની પરંપરા રહી છે. તે ઉપરાંત અનેક તહેવારો પ્રાણીઓની પૂજા સાથે સંકળાયેલા છે અને અનેક દેવતાઓનાં વાહન કોઈ ને કોઈ પ્રાણી છે.

ॐ द्यौःशान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः ।

वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः યજુર્વેદના આ શાંતિપાઠ મંત્રમાં, બ્રહ્માંડનાં તમામ તત્ત્વો અને કારકોમાં શાંતિ જળવાઈ રહે એવી પ્રાર્થના કરવામાં આવી છે. આમાં કહેવાયું છે કે ઘોલોક શાંત રહો, અવકાશમાં શાંતિ રહો, પૃથ્વી પર શાંતિ રહો પાણીમાં શાંતિ રહો, ઔષધોમાં શાંતિ રહો, વનસ્પતિમાં શાંતિ રહો, વિશ્વમાં શાંતિ રહો... આ મંત્ર દ્વારા સમગ્ર વિશ્વનાં તમામ જીવો, વનસ્પતિઓ અને પ્રકૃતિમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. વેદોનો સંદેશ છે કે માનવી શુદ્ધ હવામાં શ્વાસ લે, શુદ્ધ પાણી પીવે, શુદ્ધ અનાજ અને ફળને ગ્રહણ કરે, શુદ્ધ માટીમાં ૨મે અને ખેતી કરે.

ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો - વનસ્પતિની પૂજા કરવાની પરંપરા સદીઓ જૂની છે. આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં વૃક્ષોનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. સમગ્ર આયુર્વેદ વિજ્ઞાન પ્રકૃતિની આ ભેટ પર આધારિત છે. આપણા ઋષિમુનિઓએ વનમાં રહીને ધાર્મિક ગ્રંથોની રચના કરી. હવે, જ્યાં પ્રાણી અને વનસ્પતિની, પ્રકૃતિના તત્ત્વોની પૂજાની પરંપરા છે, એ દેશમાં પર્યાવરણને લગતા ગંભીર પ્રશ્નો કેમ ઊભા થયા એ જાણીએ, એ પહેલાં ‘પર્યાવરણ’ને સમજીએ.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 15/06/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 15/06/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024