સૌરાષ્ટ્રની ભોમકા સદીઓથી અનેક પ્રતિભાસંપન્ન, કર્મશીલ, સાક્ષરો અને ઉદ્યમી રત્નોની ખાણ રહી છે. ભાતીગળ સાંસ્કૃતિક આબોહવામાં ઊછરેલા સામાન્ય જનોથી લઈને અસામાન્ય સિદ્ધિઓ મેળવનાર મનુષ્યોએ ભારતવર્ષના નિર્માણ અને ઘડતરનાં કાર્યમાં પોતપોતાની ક્ષમતા પ્રમાણે કાયમ યોગદાન આપ્યું છે. એમની યશગાથા લખવા બેસીએ તો ગ્રંથો ભરાય. ચાલો, એક ઝલક મેળવીએ સોરઠની ધરામાં જન્મેલી, એની સાથે નાતો ધરાવતી, અહીં ઊછરેલી યશસ્વી પ્રતિભાઓની.
***
અનેક લોકો જેમને પ્રેમ અને આદરથી દીદી કહીને બોલાવે છે, એવી એક અનોખી સ્ત્રીનો જન્મ થયેલો ૧૯૬૨માં અમરેલીના નાના આંકડિયા ગામે. સાત વર્ષની વયે જ દૃષ્ટિ ગુમાવનાર એ છોકરી અંધારા સામે હારી નહીં, પણ એણે પોતાની દૃઢ ઇચ્છાશક્તિને જ જીવનનું અજવાળું બનાવ્યું. ભાવનગરની પ્રજ્ઞાચક્ષુઓ માટેની ઉદ્યોગશાળા અને અમદાવાદની અંધ કન્યા પ્રકાશગૃહમાં અભ્યાસ કરીને એ સ્ત્રીએ ૧૯૮૪માં અમરેલીની અંધશાળાના પ્રજ્ઞાચક્ષુ આચાર્ય સાથે લગ્ન કર્યાં. આ દંપતીના પુરસ્કારથી સન્માનિત કરાયાં છે. મુક્તાબહેન અને પંકજભાઈ ડગલીનું નામ ગુજરાતના સમાજ જીવનમાં અખંડ દીવડાની જેમ પ્રજ્વળતું રહેશે.
૧૯૪૩માં હળવદના જટાશંકર રાવલના ઘેર એક તેજસ્વી રત્ન જન્મ્યું. નામ જિતેન્દ્ર. નાનપણમાં જ સંસ્કૃતના અભ્યાસ અને ધાર્મિક સંસ્કારો સાથે ઊછરેલા જિતેન્દ્રને કથાકાર બનવું હતું, પરંતુ આર્યભટ્ટ વિશે જાણ્યા બાદ મનમાં ખગોળશાસ્ત્રી બનવાનું સપનું રોપાયું. મુંબઈમાં ગણિત અને કોલકાતામાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરીને જિતેન્દ્રમાં વિજ્ઞાનના સંસ્કાર પણ રોપાયા. આગળ જઈને ખગોળ-વિજ્ઞાન ક્ષેત્રે અનેક સંશોધનો કરનાર અને વિવિધ પ્રવૃત્તિઓ તથા લેખનકાર્ય દ્વારા વિજ્ઞાનને સુલભ બનાવવાનો યજ્ઞ આરંભનાર એ વિદ્વાનને આપણે ડૉ. જે.જે. રાવલ તરીકે જાણીએ છીએ. ૧૯૭૦-૮૦ના દાયકામાં તેમણે સૂર્યમંડળ અને ઉપગ્રહોની સંરચનાનો અભ્યાસ કરી નિ, યુરેનસની બાહ્ય કક્ષામાં અને નેપ્ચ્યુન ફરતે સંપૂર્ણ વલયોની હાજરીનું અનુમાન બાંધેલું. એની ખાતરી બાદમાં હબલ ટેલિસ્કોપ, પાયોનિયર અને વૉયેજર સ્પેસ-પ્રોબના દ્વારા પણ થઈ. આ ઘટના પછી વિદેશમાં પણ ડૉ. જે.જે. રાવલનું નામ વધુ જાણીતું થયેલું.
***
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 27/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 27/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ