રીંગણ એટલે વંતાક કે વેંગણ કે બેંગન. કે અંગ્રેજીમાં બ્રિજલ. અમેરિકન અંગ્રેજીમાં એગપ્લાન્ટ કહે. બ્રિટિશ ઇંગ્લિશમાં ફ્રેન્ચ અસર હેઠળ એ જ શાકને ઓર્જિન કહેવાય છે. શિયાળામાં તો એકથી ચઢે બીજું અને બીજાથી ચઢે ત્રીજું, એમ એટલાં બધાં પાકટ અને વિવિધ શાક મળે કે શિયાળામાં શાકનો રાજા કોણ, એ સવાલનો એક જવાબ આપતાં અપરાધભાવ અનુભવી શકાય. જે રીતે ભાજી વર્ગને સામૂહિક રાણીત્વ આપી શકાય તેવું શાકમાં નથી થાય તેમ. જોકે ચાતુર્માસમાં ઘણાએ રીંગણને એક પલમાં પરાયા કરી જાકારો આપ્યો અને હવે શિયાળામાં તાપમાન નીચું જાય છે એ બે બાબતને ધ્યાનમાં રાખીએ તો રીંગણને શિયાળામાં શાલ સમું સન્માન આપવું પડે. શક્ય છે કે અમુક શાક લેવાનું નક્કી કરીને શાક બજારમાં જાવ અને બીજા પાંચ શાક અણધારેલાં લઈ આવવાનું થાય એવી સિઝનમાં ઘણાએ રીંગણ ખાવા પહેલેથી નિર્ણય લેવો પડે. ભલે ઘરમાં કોઈ એવું હોય કે જેને રીંગણ દીઠા ના ગમતા હોય. બહુમતીની હકીકત એ છે કે રીંગણ આખું વરસ કોઈના કોઈ શાક જોડે સાથ આપવા કે લેવાનો સંબંધ ધરાવે છે. રીંગણ આપણા માટે રોજિંદું કે સામાન્ય શાક છે. આપણી લાચારી નથી, જરૂરિયાત છે.
આયુર્વેદના અષ્ટાંગ હૃદયમ્ ગ્રંથ મુજબ રીંગણ ખાધા પછીની અસર સમજવાનો પ્રયત્ન કરીએ તો રીંગણ તીવ્ર, ઉગ્ર, કટુ, ઉત્કટ છે, ઉષ્ણ છે. આમ રીંગણમાં મીઠાશ છે, તેમ છતાં રીંગણ કફ ઘટાડી શકે છે અને વાયુ પણ ઓછો કરી શકે છે. સામાન્ય રીતે પિત્ત વધારતું નથી, આલ્કલાઇન છે. જોકે નિઘંટુ શાસ્ત્ર કહે છે કે અડદ દાળ અને દહીંની જેમ રીંગણ કફ અને પિત્ત વધારે. એટલે પોતાની પ્રકૃતિ અનુસાર રીંગણ ગ્રહણ કરવા કે ના કરવા જોઈએ. એવી સલાહ પણ અપાતી હોય છે કે રીંગણ જો અંગારા પર પકવીને ખવાય તો કફ મારે અને મેદ પણ ઘટાડી શકે. ઓળો એવમ્ ભડથું બનાવવાની જે રીત છે તેમાં તેલ કે બટરનો ઉપયોગ નહિવત્ કે શૂન્ય કરીએ તો આ જે કહ્યું છે તે પરિણામ આવે. આ સાથે એ જાણવું કે, રીંગણમાં જો તેલ કે ઘી કે કોઈ પણ ફેટ મિશ્ર કરવામાં આવે તો રીંગણ પચવામાં ભારે થઈ જાય. બાય ધ વે ઘણા ગુજરાતીઓ નથી જાણતા એટલે સ્પષ્ટ કરવું પડે છે કે, ભડથું ફક્ત રીંગણનું જ બને એવું નથી હોતું અને રીંગણનું ભડથું આખા દેશમાં ખવાય છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 14/12/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 14/12/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?