કુદરતી પરિબળો અને માનવીય હરકતોના કારણે પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. ગ્લોબલ વૉર્મિંગ હવે ગ્લોબલ બોઇલિંગમાં પરિવર્તિત થઈ ગઈ છે. ગરમીનું, વરસાદનું પ્રમાણ વધ્યું છે. ઠંડીનો સમયગાળો અને તેની તીવ્રતા ઘટી છે. બદલાતા વાતાવરણની અસર ખેતી અને પશુપાલન પર પણ થઈ રહી છે. અત્યારે ભલે વ્યાપક સ્વરૂપે તેની અસર જણાતી ન હોય, પરંતુ આગામી ૫૦થી ૧૦૦ વર્ષના ગાળામાં સ્પષ્ટ રીતે જણાશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
ગ્લોબલ વૉર્મિંગના કારણે તાપમાનમાં વધારો થયો છે, દરિયાઈ સપાટીના તાપમાનમાં પણ વધારો થયો છે, તેના કારણે વાવાઝોડાનું પ્રમાણ અને તેની તીવ્રતામાં વધારો નોંધાયો છે. વરસાદ પડવાના સમયગાળામાં ફેરફાર થયો છે. તેવી જ રીતે આખી ઋતુ દરમિયાન થોડો થોડો વરસાદ પડવાના બદલે એકીસાથે વધુ વરસાદ પડવાના દિવસોમાં પણ વધારો નોંધાયો છે. કચ્છ જેવા સુકા અને સામાન્ય રીતે દુષ્કાળગ્રસ્ત રહેતા વિસ્તાર પર તેની અસર જોવા મળી રહી છે. અત્યારે જોવા મળતી અસર તો માત્ર એક ઝલક જ છે. થોડાં વર્ષોમાં જ તેની વ્યાપક અસર જોવા મળી રહેશે. ભૂકંપ પછી કચ્છમાં ઉદ્યોગો વધ્યા હોવા છતાં હજુ પણ ખેતી અને પશુપાલનની ગણતરી મુખ્ય વ્યવસાય તરીકે જ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોકોનો આ વ્યવસાયો ઉપર મોટો આધાર હોય છે. ખૂબ ઓછું પાણી હોવા છતાં કચ્છના ખેડૂતોએ ધાન પાક અને બાગાયતી પાકમાં કાઠું કાઢ્યું છે. અહીંનાં ફળોની વિદેશોમાં મોટી માંગ છે. તેવી જ રીતે કચ્છનું પશુપાલન પણ મશહૂર છે. અહીંની ભેંસ અને ગાયની ભારે માંગ રહે છે. આ પશુઓના મુખ્ય ખોરાક સમા ઘાસ પર પણ બદલતા વાતાવરણની અસર થવાની શક્યતા છે. જેના કારણે ઘાસ કે અન્ય ધાન પાકો, બાગાયતી પાકોની જાતિ બદલીને તેનો ઉછેર કરવાની ખેડૂતોને ફરજ પડે તો નવાઈ નહીં.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 14/12/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 14/12/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?