દિલ્હીનો એક રસ્તો હવે ગુજરાતથી પણ નીકળે છે!
Chitralekha Gujarati|December 19, 2022
વિધાનસભા ચૂંટણીનું પરિણામ નજર સામે છે. હવે સવાલ છે આજ પછીની શક્યતાઓનો. શક્યતા અનેક છે, પણ એટલું નિશ્ચિત છે કે ગુજરાતનાં પરિણામ રાષ્ટ્રીય સ્તરે ભવિષ્યનાં રાજકીય સમીકરણો ઘડવામાં બહુ મહત્ત્વનાં પુરવાર થશે.
કેતન ત્રિવેદી (અમદાવાદ)
દિલ્હીનો એક રસ્તો હવે ગુજરાતથી પણ નીકળે છે!

મતદારોનો ફેંસલો જે હોય, હવે પછીનાં થોડાં વર્ષ રાજકીય મોરચે ગુજરાતની ચૂંટણીનો પ્રભાવ જરૂર વર્તાશે.

છેવટે ફેંસલો થઈ ચૂક્યો છે. આ વખતે ભાજપની બેઠકો વધશે કે ઘટશે? કોંગ્રેસનું શું થશે?થી શરૂ થઈને છેલ્લે આમ આદમી પાર્ટી કેટલી બેઠક મેળવશે? જેવા સવાલો સુધી આવીને અટકેલી ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી મૌન રહેલા મતદારોએ ઈવીએમનું બટન દબાવીને એ વાતે મૌન તોડ્યું છે કે એને હજી ભાજપ પર જ ભરોસો છે કે પછી એ હવે પરિવર્તન ઈચ્છે છે?!

અલબત્ત, ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં આવશે ત્યારે એ વાતનો પણ ફેંસલો થઈ ચૂક્યો હશે. પરિણામ બહાર આવી ગયા પછી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ હશે અને આ બધાની વચ્ચે જીતેલા પક્ષ દ્વારા નવી સરકારની રચનાનાં સમીકરણો પણ ગોઠવાઈ રહ્યાં હશે.

મંગળવાર, ૬ ડિસેમ્બરની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં બન્ને તબક્કાનાં મતદાન પછી રિવાજ પ્રમાણેના એક્ઝિટ પોલ્સ પણ બહાર આવી ચૂક્યા છે. રાજકીય પક્ષો હજુ ઓછા-વધુ મતદાનનાં સમીકરણો પોતાને કેટલો ફાયદો-નુકસાન કરાવશે એ ગણતરી માંડી રહે એ પહેલાં એક્ઝિટ પોલ્સે ભાજપની સરકાર બનાવી પણ દીધી છે.

મોટા ભાગના વરતારા ભાજપ ગુજરાતમાં સાતમી વખત સરકાર બનાવશે એવું ભાખી રહ્યા છે, પણ આપણે અહીં મતદાનના આંકડા કે એક્ઝિટ પોલ્સના આટાપાટામાં નથી પડવું, કારણ કે આ અંક તમે વાંચતા હશો ત્યાં સુધીમાં પરિણામ ઑલરેડી સ્પષ્ટ થઈ ચૂક્યું હશે.

- એટલે આ વખતે વાત કરવી છે પરિણામો પછીની રાજકીય શક્યતાઓની. આ ચૂંટણીનાં પરિણામો ગુજરાતનાં અને દેશનાં હવે પછીનાં રાજકીય સમીકરણો બદલાવવામાં કેવી ભૂમિકા ભજવી શકે છે તથા ભાજપ કે કોંગ્રેસની હાર-જીતથી રાષ્ટ્રીય કક્ષાએ રાજકીય ચિત્ર કેવી રીતે બદલાઈ શકે છે એ સમજવું પણ એટલું જ મહત્ત્વનું છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે પણ ગુજરાતનાં પરિણામો સમજવાં જરૂરી છે. સામાન્ય રીતે ચૂંટણીની રમતમાં જો અને તોને સ્થાન નથી. ચૂંટણીના રણમાં તો જે જીતે એ જ શૂર, પણ ભવિષ્યનાં રાજકીય સમીકરણો ઘડવામાં આ જો અને તો બહુ મહત્ત્વના હોય છે.

કેવી કેવી શક્યતા છે?

Diese Geschichte stammt aus der December 19, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 19, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
Chitralekha Gujarati

વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!

મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.

time-read
4 Minuten  |
December 02, 2024
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 Minuten  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 Minuten  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 Minuten  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 Minuten  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 Minuten  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 Minuten  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 Minuten  |
November 25, 2024