૧૨ તારીખ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે શુકનવંતી સાબિત થઈ છે. ગયા વર્ષની બાર સપ્ટેમ્બરે એ ગુજરાતના સત્તરમા મુખ્ય મંત્રી તરીકે પસંદ થયા. આ વખતે બારમીએ (ડિસેમ્બર) એમણે મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા.
આ સામ્યતા પણ જુઓ. અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભામાંથી ચૂંટાયેલાં ભાજપનાં ધારાસભ્ય આનંદીબહેન પટેલ વર્ષ ૨૦૧૪માં ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બન્યાં. એ પછી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આનંદીબહેનના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી વિજયી થયા. જો કે ૨૦૨૧માં ૧૧ સપ્ટેમ્બરે તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું એના બીજા દિવસે એટલે કે ૧૨ સપ્ટેમ્બરે ૫૯ વર્ષી ભૂપેન્દ્ર પટેલની મુખ્ય મંત્રીપદે વરણી થઈ. આમ ઘાટલોડિયામાંથી ભાજપના બે ધારાસભ્ય મુખ્ય મંત્રી બન્યા.
‘ઔડા’ના કાર્યક્રમમાં અમિત શાહ સાથે - મેમનગર પાલિકાના સમારંભમાં. નગરસેવક તરીકે સામાન્ય શરૂઆતથી સીએમની ગાદી સુધી..
મહત્ત્વપૂર્ણ ગણો તો ભૂપેન્દ્ર પટેલ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૧.૧૭ લાખ અને આ વખતે ૨૦૨૨ની ચૂંટણીમાં ૧.૯૨ લાખ મતની સરસાઈથી જીત્યા. એ રીતે એમણે પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે. ખાસ નોંધવું પડશે કે આ વખતે વિધાનસભાના ચૂંટણીપ્રચારની એક સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુંઃ નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રનો રેકૉર્ડ જોરદાર હોવો જોઈએ!
બન્યું એમ જ. ગુજરાત વિધાનસભામાં ભાજપને (૧૮૨માંથી) સર્વાધિક ૧૫૬ બેઠકો મળી, એનાથી કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી (હવે સ્વર્ગીય) માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકો જીતવાનો રેકૉર્ડ તૂટ્યો.
ભૂપેન્દ્રભાઈ કડવા પાટીદાર સમાજના પહેલા મુખ્ય મંત્રી છે. અમદાવાદના દરિયાપુરમાં રહેતા ભાજપના કાર્યકર રાજેન્દ્ર પટેલે કહ્યા મુજબ, અમદાવાદમાં મોસાળ ધરાવતા પાટીદારો આઠિયા પટેલ કહેવાય. એ દૃષ્ટિએ ભૂપેન્દ્રભાઈ પટેલ આઠિયા પટેલ છે.
Diese Geschichte stammt aus der December 26, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 26, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.