બહુ ટૂંકા દામ્પત્યજીવનમાં શીખેલા પત્રકારત્વ અને તસવીરકળાના પાઠ મધુબહેને વજુભાઈના નિધન પછી બરાબર આત્મસાત્ કર્યાં.
હિંદી ફિલ્મસૃષ્ટિમાં સૌથી ધૂની અને તરંગી ગણાતા પ્લેબૅક સિંગર કિશોર કુમારે બહુ ઓછા પત્રકારોને લાંબો ઈન્ટરવ્યૂ આપ્યો છે. એવો એક સાત-આઠ પાનાંનો ઈન્ટરવ્યૂ કિશોર કુમારે એક ગુજરાતી મહિલા પત્રકારને આપેલો એમ કહીએ તો કોઈને જરૂર વિસ્મય થાય. કહી શકાય કે પત્રકારત્વનો આ એક વિરલ દાખલો છે. કિશોર કુમારનો એ ઈન્ટરવ્યૂ ચિત્રલેખા-જીનાં સહસંસ્થાપક અને તંત્રી મધુરી કોટકે લીધો હતો!
એમની આ સિદ્ધિની નોંધ ક્યારેય કોઈએ લીધી નહોતી. જો કે મધુબહેન પોતે પણ અલિપ્ત રહીને કામ કરતાં હતાં. અંતર્મુખ સ્વભાવ અને લો પ્રોફાઈલ રહેલાં મધુબહેને ગયા સપ્તાહે ૯૨ વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી. યોગાનુયોગ કેવો કે ગુરુવારે ચિત્રલેખાનો રાબેતા મુજબનો અંક પૂરો થયો, બીજી બાજુ મધુબહેને વિદાય લીધી. ભલભલા પુરુષોને શરમાવે એવું કાર્ય કર્યું હોવા છતાં એ અંગત પ્રચાર-પ્રસિદ્ધિથી સ્વેચ્છાએ દૂર રહ્યાં.
૧૯૩૦ના ઑક્ટોબરની પહેલી તારીખે ઈરાનમાં જન્મેલાં મધુબહેનનું બાળપણ ભાવનગરમાં અને બાકીનું જીવન મુંબઈમાં વીત્યું. પિતા જીવરાજભાઈ રેલવેમાં ગાર્ડ હતા. પાંચ બહેનો અને ત્રણ ભાઈઓમાં મધુબહેનનો ચોથો નંબર. પિતાની જેમ પાછળથી બે ભાઈઓ પણ રેલવેમાં ગાર્ડ થયા હતા. બીમાર રહેતાં માતુશ્રી દિવાળીબાની સારવાર અને નાનાં ભાઈ-બહેનોના ઉછેરની જવાબદારી મધુબહેન પર. આમ બાળપણથી કોઈ ને કોઈ જવાબદારી સંભાળતાં થયેલાં.
નાના બાળક જેવું કુતૂહલ અને વાંચવાની તીવ્ર જિજ્ઞાસા. પત્રકારત્વમાં આ બન્ને ગુણો કામ લાગેલા. પારિવારિક જવાબદારીને કારણે માંડ માંડ સાત ધોરણ (એ સમયે ફાઈનલ કહેવાતું) શિક્ષણ મેળવેલું. ચિત્રકળામાં ઊંડો રસ. ગમે તેવા પોસ્ટ ગ્રેજ્યુએટને શરમાવે એવી ધીંગી કોઠાસૂઝ ધરાવે. એમના આ ગુણોને વજુ કોટક પારખી શકેલા.
Diese Geschichte stammt aus der January 23, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der January 23, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.