મધુરીબહેન સાથે પ્રથમ પરિચય થયેલો ૧૯૮૦ના દાયકાના અંતભાગમાં. તે વખતે હું દૈનિક સમકાલીમાં ફિલ્મસમીક્ષા લખતો એ ક્રમે દર અઠવાડિયે નવી ફિલ્મના પ્રિવ્યુ શોમાં જવાનું થતું. મધુરીબહેન ત્યારે ચિત્રલેખા ગ્રુપના ફિલ્મ સામયિક જીનાં એડિટર હતાં. કોઈ મોટી, ગાજેલી ફિલ્મ હોય તો એ પ્રિવ્યૂમાં આવતાં. મનમોહન દેસાઈની ડિરેક્ટર તરીકેની છેલ્લી ફિલ્મ તૂફાનનો પ્રિવ્યુ મને યાદ છે. કોલાબા વિસ્તારમાં અભિનેતા શશી કપૂરની માલિકના બ્લેઝ મિની થિયેટરમાં મધુબહેન આવેલાં. સાથે હતા માં હોલીવૂડની ફિલ્મો વિશે લખતા વ્રજ શાહ. વ્રજભાઈએ અમારી ઓળખાણ કરાવી. મારા આશ્ચર્ય વચ્ચે મધુબહેને કહ્યું: ‘હું તમારા રિવ્યૂ વાંચું છું, જરા અલગ હોય છે. બને તો ક્યારેક લખો જી માટે.. થોડાં ડિફરન્ટ લખાણ અમને મળશે.’
એ પછી ૧૯૯૮માં હું ચિત્રલેખામાં જોડાયો અને એમને નિયમિત મળવાનું થતું. ફિલ્મવિષયક લેખ લખું તો અચૂક બોલાવે ને એ વિશે ચર્ચા કરે.
મને હંમેશાં એવું ફીલ થાય કે કોટક-દંપતી અલ્પમૂલ્યાંકિત રહ્યાં. એમની લેવાવી જોઈએ એવી નોંધ લેવાઈ નહીં. જરા વિચાર કરોઃ વજુ કોટક ૧૯૩૭માં મુંબઈ આવે છે, ૧૯૪૧માં પહેલું સર્જન ઈસાડોરા ડંકનની આત્મકથાનું રૂપાંતર રૂપરાણી આપે છે. ૧૯૫૯માં એમનો દેહાંત થાય છે. ૧૭-૧૮ વર્ષના ટૂંકા સમયગાળામાં એમણે ફિલ્મો માટે કથા-પટકથા-સંવાદ લખ્યાં, નવ જેટલી નવલકથા, અઢળક ટૂંકી વાર્તા-નિબંધ-લેખ લખ્યાં, પ્રભાતનાં પુષ્પો જેવું ચિંતનાત્મક સાહિત્ય સર્જ્ય, ચિત્રપટ, ચિત્રલેખા જેવાં સામયિક ચલાવ્યાં..
બીજી બાજુ મધુબહેન. ભાવનગરથી આવતાં એક સાદાં ગૃહિણી. ઓછું ભણેલાં, પણ લાઈફ યુનિવર્સિટીમાં ઝાઝું ગણેલાં મધુબહેને અપાર સંઘર્ષ વેઠીને દેશનાં બીજાં ગુજરાતી મહિલા તસવીરકાર (પહેલા હોમાઈ વ્યારાવાલા) બનવાનું બહુમાન મેળવ્યું. પછી ચિત્રલેખા સહિતનાં સામયિકોનાં સંપાદક થયાં.
Diese Geschichte stammt aus der January 23, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der January 23, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.