જિંગકિંગ રી..
ચીની પ્રમુખના નામ (સી જિનપિંગ)ના ઉચ્ચારને મળતા આવતા જિંગકિંગ રીનો અર્થ આપણા ઈશાન ભારતની ખાસી પ્રજાની બોલીના હિસાબે થાય એક પ્રકારનો ઝૂલતો પુલ. ના, આ ઝૂલતો પુલ એટલે જાણીતા યાત્રાધામ હૃષીકેશના લક્ષ્મણ ઝૂલા કે આ વિક્રમ સંવતની શરૂઆતમાં મોરબીમાં તૂટી પડ્યો એવો ઝૂલતો પુલ પણ નહીં. ખાસી જાતિના લોકો જેને
જિંગકિંગ રી તરીકે ઓળખે છે એ તો અમુક ચોક્કસ પ્રકારનાં ઝાડનાં મૂળને વાળી એની વ્યવસ્થિત ગૂંથણી કરીને બનાવવામાં આવે છે.
આવતા મહિને ઈશાન ભારતનાં જે ત્રણ રાજ્યમાં ચૂંટણી થવાની છે એમાં એક છે મેઘાલય. ગયા સપ્તાહે જ મેઘાલયે એનો ૫૧મો સ્થાપના દિન ઊજવ્યો. જો કે અત્યારે મેઘાલયને યાદ કરવાનું કારણ નથી એની વિધાનસભા ચૂંટણી કે નથી એનો સ્થાપના દિન. મેઘાલય અને વિશેષ તો જિંગકિંગ રી તરીકે ઓળખાતા ઝાડનાં મૂળિયાંના પુલને યાદ કરવાનું કારણ એ કે થોડા વખત પહેલાં આ પ્રકારના પુલ (લિવિંગ રૂટ બ્રિજ-એલઆરબી)નો સંભવિત વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં યુનેસ્કો દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે.
મોરબીનો ઝૂલતો પુલ મરામતકાર્ય પૂરું થયાના થોડા જ દિવસોમાં એનો એક કૅબલ તૂટી પડતાં દુર્ઘટનાગ્રસ્ત થયો અને ૧૩૦થી વધુ લોકોનાં મોતનું નિમિત્ત બન્યો હતો. એ દિવસોમાં પણ મેઘાલયના આ પુલ ચર્ચાને ચાકડે ચડ્યા હતા. કારણ એ કે મેઘાલયમાં આવા અનેક લિવિંગ રૂટ બ્રિજ છે, જેમાંથી કેટલાક તો ૨૦૦-૨૫૦ વર્ષ જૂના હોવાનું એટલે કે એટલાં વર્ષ અગાઉ બંધાયેલા હોવાનું કહેવાય છે. આ સામે અત્યારે આધુનિક ઈજનેરી ટેક્નિકથી બનતા બ્રિજનું આયુષ્ય વધુમાં વધુ કેટલું ગણી શકાય?
એટલું ખરું કે મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ પર વાહનો ચાલી શકે એમ નથી અને આ બ્રિજ પ્રમાણમાં થોડા નાના પણ છે. તેમ છતાં વર્ષો અગાઉ સાવ નિરક્ષર પ્રજાએ માત્ર એમના અનુભવ અને વ્યવહારુ કુશળતાના આધારે ઝાડનાં મૂળમાંથી બનાવેલા પુલ મેઘાલયના તોફાની વરસાદ સામે અડીખમ ઊભા રહે એ જ મોટી નવાઈ પમાડે એવી વાત છે.
નદીકિનારે ઊંચાઈવાળી જમીન પર ઊગતાં રબરનાં વૃક્ષનાં મૂળિયાં જમીનમાંથી નીકળે એટલે એમને સામેના કિનારા તરફ વાળી દેવામાં આવે. એ મૂળિયાં વિકાસ પામે અને એકબીજામાં અટવાઈને મજબૂત બાંધકામના રૂપમાં ફેરવાઈ જાય છે.
Diese Geschichte stammt aus der February 06, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 06, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.