અમેરિકાએ એની હવાઈ સીમામાં ‘ઘૂસી આવેલા’ ચાઈનીઝ બલૂનને મિસાઈલથી તોડી પાડ્યું એ પછી બન્ને દેશ વચ્ચે બલૂનયુદ્ધ ચાલ્યું છે.
મારા વિસ્તારમાં કેમ આવ્યો, બોલ? પહેલાં તો તું મારા એરિયામાં ઘૂસેલો એ ભૂલી ગયો? જા જા હવે..
- નહીં જાઉં બોલ, શું કરીશ..
તો આ લે એક ઊંધા હાથની અડબોથ..
બસ, આવું જ કંઈ અત્યારે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહ્યું છે.
ચાર ફેબ્રુઆરી, ૨૦૨૩ની બપોરે બે વાગીને ૩૯ મિનિટે અમેરિકાનાં બે F-22 જેટ વિમાનોએ મિસાઈલ દાગીને અમેરિકાના આકાશમાં જ એક ચીની બલૂન તોડી પાડ્યું ત્યારથી બન્ને દેશો વચ્ચે તૂતૂમેમે થઈ રહી છે. આ ચીની બલૂન પોતાની જાસૂસી કરતું હોવાનો અમેરિકાએ આક્ષેપ કર્યો તો સામે હવે ચીને પણ દાવો કર્યો છે કે જાન્યુઆરી, ૨૦૨૨થી અમેરિકાનાં ૧૦ બલૂન ચીનના આકાશમાં જોવા મળ્યાં છે.
અહીં વિવાદનો મુદ્દો બલૂન નથી, પણ બલૂન મોકલીને કરવામાં આવેલી એકબીજાના દેશોની કોઈક રીતની જાસૂસી છે. ચીનનું એક વિશાળ બલૂન ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩ના દિને અમેરિકાના આકાશમાં દેખાયું ત્યારથી આ ધમાધમી ચાલુ થઈ. શરૂઆતમાં તો ચીને એ બલૂન એમનું હોવાનું નકાર્યું, પણ અમેરિકાએ બલૂનની કુંડળી ઓળખી કાઢી એટલે ચીને બોદો બચાવ કર્યો કે આ બલૂન આકાશમાં હવામાનની સ્થિતિ જાણવા ચડાવવામાં આવ્યું છે. જો કે અમેરિકાને આરંભથી જ ચીની બલૂનમાં હાઈ ટેક જાસૂસી ઉપકરણ લાગેલાં હોવાની શંકા હતી.
આ ફુગ્ગો ૬૦,૦૦૦ ફૂટથી ૬૫,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ક્યારેક અમેરિકન આકાશમાં તો ક્યારેક કેનેડાના આકાશમાં જોવા મળતો હતો. એટલું જ નહીં, એ અમેરિકાની બે મોટી ન્યુક્લિયર સાઈટ પરથી પસાર થઈ ચૂક્યો હતો અને ત્રીજી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો.
સામાન્યપણે વાતાવરણનો તાગ મેળવતાં બલૂન એક જગ્યાએ સ્થિર હોય છે, પણ આ ચીની ફુગ્ગો અમેરિકા પર ફરી રહ્યો હોવાને કારણે અમેરિકન સરકારની જાસૂસીવાળી શંકા વધુ પ્રબળ બની.
ચીન તો આમેય લુચ્ચાઈ માટે જાણીતો દેશ છે. એ વિવિધ ઉપકરણોની મદદથી અમેરિકા, જપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, ફિલિપાઈન્સ અને ભારત જેવા દેશની જાસૂસી કરે છે એના પુરાવા ઘણી વાર દુનિયાને મળ્યા છે.
અમેરિકાની નૅશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તાએ તો ટ્વીટ પણ કર્યું કે ચીનનાં જાસૂસી બલૂનોએ માત્ર અમેરિકા જ નહીં, પણ પાંચ ખંડના ૪૦ દેશોની ઉપરથી પ્રવાસ કર્યો છે.
Diese Geschichte stammt aus der February 27, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 27, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?