સાતેક દાયકા પહેલાંની વાત છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઝાલોદ ગામમાં રહેતા શ્વેતાંબર જૈન યુવાન બાપુલાલજી સોભાગમલ ભંડારી ભાડાની એક દુકાનમાં છૂટક અનાજ વેચે. ગામમાં કલકત્તાની જાણીતી બ્રાન્ડ ચાનાં નાનાં પાઉચ વેચાતાં. એ જોઈને એમને થયું, ઝાલોદથી પણ માલ દેશ તથા દુનિયામાં વેચાવા કેમ ન જઈ શકે?
ચાર ધોરણ ભણેલા, પણ ઉદ્યમી બાપુલાલજીએ વિચારને વેપારમાં પરિવર્તિત કરવા સ્વયં સાહસ કર્યું. એમાં પિતાએ પૈસા આપ્યા એટલે નજીકનાં ગામોના ખેડૂતો પાસેથી મરચું, હળદર, જીરું ખરીદીને ઝાલોદમાં ખંડાવીને વેચવાનું શરૂ કર્યું. એ માટે અમદાવાદથી મશીનરી ખરીદી અને ગામના શ્રમિકોને નોકરીએ રાખ્યા. એમણે પત્ની વસંતીબેનના નામથી વસંત પંચમીના શુભ દિને ‘વસંત ગૃહ ઉદ્યોગ’ સ્થાપ્યો. ઝાલોદથી પરગામ સુધી વેપાર વિસ્તારવાના સંકલ્પનું આ પહેલું પગથિયું. આ વાત ૧૯૭૦ની.
એ સમયે લોકો મરચું, હળદર, જીરું જાતે ખાંડતા કે ખંડાવતા, જ્યારે બાપુલાલજી નવતર વેપાર માટે જથ્થાબંધ મસાલા ખંડાવીને ૨૫-૫૦ પૈસા અને રૂપિયાનાં પાઉચમાં વેચતા. સમય જતાં ૧૯૭૮માં એક એક્સ્પોર્ટરને દસ હજાર કિલો મરચું આપ્યું. બાદમાં વીસેક હજાર ચોરસ ફીટ જગા ખરીદી અને આધુનિક મશીનો લીધાં. એમાં દૈનિક હજારેક કિલો મસાલા બનાવતા. સમય જતાં ચારેય પુત્ર ચંદ્રકાંત, ઓમપ્રકાશ, રાજકમલ અને આશિષને ધંધામાં જોડ્યા. આ ચારેય બાંધવે વેપાર વિસ્તારવા ૧૯૯૯માં ‘વસંત મસાલા પ્રાઈવેટ લિમિટેડ' સ્થાપી. આજે સવા પાંચ દાયકાની લાંબી મજલમાં ભંડારીપરિવારની ત્રીજી પેઢી વેપારમાં સક્રિય છે. વેપાર વિદેશ સુધી વિસ્તાર્યો છે.
કંપનીના દહેગામસ્થિત અત્યાધુનિક પ્લાન્ટમાં રોજ સરેરાશ ૬૦ હજાર કિલો મસાલા બને છે.
Diese Geschichte stammt aus der March 13, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 13, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.