હેલો, ૧૦૦ નંબર.. ? હું નારણપુરાથી એક સિનિયર સિટિઝન બોલું છું. અમારી સોસાયટી સામેના પાર્ટી પ્લૉટમાં અત્યારે રાત્રે બાર વાગે મોટા અવાજે ગીતો વાગે છે. અમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે.
- સાહેબ, પોલીસ કન્ટ્રોલ રૂમ? અહીંના પાર્ટીનો બહુ ઘોંઘાટ છે. લાઉડસ્પીકરોથી અમે બધા રહેવાસીઓ હેરાન થઈએ છીએ. હૉલવાળા અમારી વાત સાંભળતા નથી. તમે કંઈક કરો તો સારું.
પાછલા દિવસોમાં અમદાવાદના ઘણા લોકોએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન પર આવી ફરિયાદ કરી હશે. કાંકરિયા નજીક રહેતા યુવાન ઍડ્વોકેટ કૈવાન દસ્તૂરે ઘર પાસેના પાર્ટી પ્લૉટમાં રાત્રે મોટા અવાજે વાગતાં મ્યુઝિકથી પોતાની ઊંઘ ડિસ્ટર્બ થતી હોવાની રજૂઆત કરી, પરંતુ અપેક્ષિત પરિણામ ન આવ્યું. જો કે કૈવાને નિરાશ થયા વિના ધ્વનિપ્રદૂષણને જનસમસ્યા ગણી એના ઉકેલના પ્રયાસો આરંભ્યા.
એ માટે કૈવાને અમદાવાદ શહેર અને ગ્રામીણ પોલીસના કન્ટ્રોલ રૂમ પાસેથી રાઈટ ટુ ઈન્ફોર્મેશન હૉલમાં ડીજે (આરટીઆઈ) કાયદા દ્વારા માહિતી માગી કે લાઉડસ્પીકર કે ડીજે ટ્રક દ્વારા લાઉડ મ્યુઝિક વગાડવા સામે જાન્યુઆરી, ૨૦૨૧થી ૧૩ જૂન, ૨૦૨૨ સુધીમાં કેટલી ફરિયાદ મળી? એ બદલ ક્યારે શું પગલાં લીધાં? વગેરે.
પોલીસનો જવાબ મળ્યોઃ વર્ષ ૨૦૨૧માં ૭૫૦૦ સહિત ૧૦,૨૨૭ ફરિયાદ મળી.
એ પછી પોલીસની પરવાનગી વિના લાઉડસ્પીકર વગાડવા બદલ દંડ, સાઉન્ડ લિમિટર વિનાનાં લાઉડસ્પીકરનાં ખરીદ-વેચાણ, વગેરે માહિતી મેળવવા પણ કૈવાને આરટીઆઈ જંગ ખેલવો પડ્યો. એમણે અમદાવાદ શહેર અને ગ્રામીણ વિસ્તારનાં પોલીસસ્ટેશનોને ૭૦ જેટલી આરટીઆઈ અરજી મોકલી.
એનો જવાબ આવ્યોઃ શાહીબાગ પોલીસે એક ડીજે ટ્રકવાળા સામે ઊંચા અવાજે ડીજે વગાડવાનો તથા દાણીલીમડા પોલીસે એક ડીજે ટ્રકવાળા સામે માસ્ક ન પહેરવાનો ગુનો નોંધ્યો હતો.
કેવું કહેવાય? પોલીસ કન્ટ્રોલ રૂમને વર્ષમાં સાડા સાત હજાર ફરિયાદ મળે. એ પછી સમસ્યાના ઊંડાણમાં જવાનો કે ઉકેલ શોધવાનો લગીરેય પ્રયાસ ન થયો?!
Diese Geschichte stammt aus der March 13, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 13, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.