શરૂ કરીએ મહાભારત. શરૂઆત ધીમે ધીમે કરીએ, જેથી આ કથાપ્રવાહમાં નવા જોડાનારા લોકો કથાનો મહત્ત્વનો હિસ્સો ન ચૂકે.
ઓકે, તો એક હતા કથાકાર-વાર્તાકાર. એમનું નામ હતું પુરાણિક લોમહર્ષણ. લોમ એટલે રોમ (રૂંવાડાં) અને લોમને જે હર્ષ પમાડે એ લોમહર્ષણ અર્થાત્ રોમાંચક વાતો જે કહે એ છે લોમહર્ષણ. આ કથાકાર લોમહર્ષણ એમના નામ પ્રમાણે ખરેખર થ્રિલર વાતો-કથાઓ કહેવામાં નિષ્ણાત હતા. લોમહર્ષણને મહર્ષિ વેદ વ્યાસે શિષ્ય તરીકે સ્વીકારેલા અને મહાભારત લખતાં પહેલાં વેદ વ્યાસે કથા-વાર્તાઓ એકઠી કરવામાં આ શિષ્યની મદદ લીધેલી. લોમહર્ષણે પોતાની પત્ની, પુત્ર તથા અન્ય છ શિષ્યોને સંહિતા શીખવેલી.
પૉઈન્ટ ટુ બી નોટેડ. પતિએ પત્નીને ભણાવી. પ્રાચીન કાળમાં મહિલાઓને પણ ભણવાની છૂટ હતી! વેદિક કાળનાં પેલાં પંડિતા ગાર્ગીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એક વાર જનક રાજાએ બેય શિંગડાં પર દસ-દસ સોનામહોરો બાંધેલી હજાર ગાયો એકઠી કરીને જાહેરાત કરેલી કે બ્રહ્મવિદ્યાના શ્રેષ્ઠ જાણકારને એ ગાયો મળશે. એ ઘોષણા બાદ ઋષિ યાજ્ઞવલ્ક્ય ખાતરીપૂર્વક પોતાને વિજેતા ગણીને ગાયો પોતાના આશ્રમમાં મોકલી દીધી.
ઈસુ પહેલાંની અંદાજે આઠમી સદીમાં થઈ ગયેલા યાજ્ઞવલ્ક્ય ખરેખર જબરા બ્રહ્મજ્ઞાની હતા. બ્રહ્મનું વર્ણન તે આવું છે, તે તેવું છે એ રીતે નહીં, બલકે તે આ નથી, એ તે નથી એ રીતે એટલે કે નૈતિ નેતિ દ્વારા, નકારાત્મક રીતે જ થઈ શકે એવું એમણે પ્રતિપાદિત કરેલું. બ્રહ્મ એ કોઈ આંગળી મૂકીને ચીંધી શકાય એવું તત્ત્વ નથી એ સત્ય એમણે અનુભૂતિ દ્વારા જાણેલું અને તર્ક દ્વારા પ્રમાણિત કર્યું હતું.
છતાં કેટલાક લોકોએ આ વાતે વાંધો ઉઠાવ્યો કે યાજ્ઞવલ્ક્ય પોતે જ પોતાને શ્રેષ્ઠ ગણી લે એવું થોડું ચાલે? આ વિરોધ પછી જનક રાજાએ એક વ્યક્તિનું પંચ નીમ્યું. એ વ્યક્તિ સ્ત્રી હતી, પંડિતા ગાર્ગી. એમણે ઋષિ યાજ્ઞવલ્ક્યની પરીક્ષા લીધી. એ પ્રસંગ જબરો હતો. પંડિતાએ પંડિતની પરીક્ષા લીધી. પંડિતા ગાર્ગીએ અત્યંત અઘરા સવાલો પૂછ્યા (પેપર બહુ ભારે હતું), પરંતુ ઋષિ યાજ્ઞવલ્ક્ય તમામ સવાલોના સંતોષકારક જવાબ આપ્યા.
પંડિતા ગાર્ગીએચુકાદો આપ્યોઃ યાજ્ઞવલ્ક્ય ગાયો લઈ જવાના અધિકારી છે. પંડિતા કહે એ ફાઈનલ! આખી વાતમાં મુદ્દો એ છે કે એ યુગમાં જ્ઞાનના મામલે સ્ત્રી-પુરુષ સમાનતા હતી, પણ પછી..
Diese Geschichte stammt aus der March 20, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 20, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.