ચાની એમને સુગંધ આવી અને મહેકી ઊઠી કારકિર્દી……
Chitralekha Gujarati|March 27, 2023
સરેરાશ માણસની સવાર જેનાથી પડે એ ચા ઘરમાં જેટલી પિવાય એના કરતાં અનેકગણી બહાર એટલે કે થડા પર, કીટલી પર કે હોટેલમાં વધારે પિવાતી હશે. જેને અનઑર્ગેનાઈઝ્ડ કહેવાય એવો ચાનો આ ધંધો હવે વ્યવસ્થિત માર્કેટિંગનું સ્વરૂપ પામ્યો છે. સૌરાષ્ટ્રના બિઝનેસમૅન દર્શન દાસાણી પણ આ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરી રહ્યા છે.
ઉમંગ વોરા
ચાની એમને સુગંધ આવી અને મહેકી ઊઠી કારકિર્દી……

સાંજ ઢળી રહી છે. ઘોંઘાટિયું નહીં, છતાં મૉડર્ન સંગીત સંભળાઈ રહ્યું છે. ખુલ્લામાં લોકો બેઠા છે. એમાં કિલ્લોલ કરતાં બાળકો પણ છે અને કૉલ પર વ્યસ્ત હોય એવા યંગસ્ટર્સ પણ બેઠા છે. કોઈના ખોળામાં બાળકો છે, કોઈના ખોળામાં લૅપટૉપ છે. ક્યાંક એકાદ ખૂણે વડીલ યુગલ પણ છે. ફટાફટ સ્મિતભર્યા ચહેરે વેઈટર્સ ઑર્ડર ફુલફિલ કરી રહ્યા છે. સરસ વરાળ નીકળે છે, જીભે અડે છે જીંજર-ફુદીનાનો સ્વાદ અને મોઢેથી ઉદ્ગાર નીકળેઃ વાહ..!

- તમે ક્યાંક ટી-પોસ્ટની તો વાત નથી કરતા ને? ના, અમે ટી-પોસ્ટની નહીં, પરંતુ એની આ આખી સફરની વાત કરીએ છીએ.

ચા કાફેની શૃંખલા ટી–પોસ્ટના સ્થાપક માલિક દર્શન દાસાણીને માઈક્રો, સ્મૉલ, મિડિયમ એન્ટરપ્રાઈસીઝ (એમએસએમઈ) ક્ષેત્રે કામ કરતી એક એજન્સી ચૅમ્બર ઑફ ઍડ્વાન્સમેન્ટ ઑફ સ્મૉલ ઍન્ડ મિડિયમ બિઝનેસીઝ દ્વારા ૨૦૨૧ના ખાદ્ય-પેય ક્ષેત્રના શ્રેષ્ઠ આન્ત્રપ્રેન્ચાર તરીકેનો એવૉર્ડ મળ્યો છે. આખા દેશમાંથી કુલ ૪૫૦ એન્ટ્રી હતી, જેમાંથી આ એવૉર્ડ દર્શનભાઈની ટી–પોને મળ્યો.

અમરેલી પાસેના ધારી જેવા સાવ નાના ગામમાં શિક્ષકપરિવારમાં જન્મેલા દર્શન દાસાણી એસએસસીની પરીક્ષા પછી રાજકોટ આવ્યા અને ફાર્મસીમાં ડિપ્લોમા કરીને બી.એસસી. કર્યું. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ બનવાનું એ વખતે આકર્ષણ હતું એટલે એ નોકરી શરૂ પણ કરી, પરંતુ દસ મહિનામાં સમજાઈ ગયું કે આમાં કરિયર બનાવી શકાય એમ નથી. દર્શનભાઈએ પછી તો પ્લાસ્ટિકના દાણા વેચવાનું શરૂ કર્યું. પછી વિડિયોકોન કંપનીની ડીલરશિપ લીધી.

પોતાની આ ચાની સ્વાદિષ્ટ અને ગરમ સફર તાજી કરતાં દર્શનભાઈ ચિત્રલેખાને કહે છેઃ

Diese Geschichte stammt aus der March 27, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 27, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 Minuten  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 Minuten  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 Minuten  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 Minuten  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 Minuten  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 Minuten  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 Minuten  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 Minuten  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 Minuten  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024