રૉયલ બેંગાલ ટાઈગરનું ઘર: સુંદરવન
Chitralekha Gujarati|April 17, 2023
આ ઊંચાં અને ઘેઘૂર ઝાડોનું અડાબીડ જંગલ નથી, આ તો છે અનેક નદીનું સમુદ્ર સાથેનું સંગમસ્થળ અને એ વધુ તો જાણીતું છે ચેરિયા (મેંગ્રોવ્સ) અને ટાઈગર પામનાં વૃક્ષો માટે.. અને હા, વાઘોમાં સમ્રાટ ગણાતા રૉયલ બેંગાલ ટાઈગર માટે. વાઘસંરક્ષણ માટે શરૂ થયેલા ‘પ્રોજેક્ટ ટાઈગર’ને આ મહિને પચાસ વર્ષ પૂરાં થાય છે એ નિમિત્તે એક લટાર નોખા મિજાજના જંગલમાં.
નિતુલ ગજ્જર
રૉયલ બેંગાલ ટાઈગરનું ઘર: સુંદરવન

નાના-મોટા સંખ્યાબંધ ટાપુ, ટાપુ વચ્ચેથી પસાર થતી હુગલી નદીની શાખાઓ, ચારે તરફ કિનારે ઊગી નીકળેલા ચેરિયા (મેગ્રોવ) અને રંગબેરંગી પક્ષીઓના કલરવ ઘડીભર તો લાગે કે સાવ અલગ જ દુનિયામાં આવી પહોંચ્યા. હા, આ દુનિયા ખરેખર અલગ જ છે. આ દુનિયા છે સુંદરવનની.. તો પધારો, સુંદરવનમાં આપનું સ્વાગત છે.

રસગુલ્લા બાદ પશ્ચિમ બંગાળ જાણીતું છે સુંદરવન માટે. ભારતમાં પૂર્વ છેડે બાંગ્લાદેશને અડીને આવેલો આ વિસ્તાર નૅશનલ પાર્ક, ટાઈગર રિઝર્વ અને વર્લ્ડ હેરિટેજ સાઈટનું ઑલ ઈન વન પૅકૈજ છે. કુદરતી અજાયબીથી ભરપૂર આ જંગલવિસ્તાર રૉયલ બેંગાલ ટાઈગર માટે પ્રખ્યાત છે. દુનિયાના સૌથી હિંસક વાઘ તરીકે જાણીતા રૉયલ બેંગાલ ટાઈગરનું આ પ્રાકૃતિક ઘર છે. બિલાડી કુળનું પ્રાણી હોવાથી આમ તો વાઘને પાણી ન ગમે, જ્યારે અહીંના વાઘને સતત પાણી સાથે પનારો પડે છે!

સુંદરવન ભારતમાં કેટલાંક સાવ અનોખી પ્રકૃતિ ધરાવતાં જંગલમાંનું એક છે. એપ્રિલ, ૧૯૭૩માં રોજ વાઘના સંરક્ષણ અને સંવર્ધન માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટ ટાઈગરને આ મહિને પચાસ વર્ષ પૂરાં થયાં છે તો એ નિમિત્તે વાત કરીએ દેશની ઓળખસમા રૉયલ બેંગાલ ટાઈગરના ઘર સુંદરવન વિશે.

સુંદરવનનો સમગ્ર વિસ્તાર નદીનો મુખત્રિકોણ પ્રદેશ છે. ભારતની બે સૌથી મોટી નદી ગંગા અને બ્રહ્મપુત્રા પણ વિવિધ નામો સાથે અહીં સમુદ્રમાં ભળે છે. આ વનમાં જોવા મળતું જળ અને સ્થળનું મિશ્રણ ઘણું રસપ્રદ છે. આથી જ જો કોઈને વાઘ જોવા ન મળે તો એનો ફેરો ફોગટ નથી જતો.

સુંદરવનને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે જનાવરોની જેમ અહીંની પ્રકૃતિ પણ દુર્લભ છે. સુંદરવનમાં સંખ્યાબંધ પ્રકારના મેંગ્રોવ્સ જોવા મળે છે. મેગ્રોવ એટલે કે ચેરિયા કુદરતી રીતે સમુદ્રના અતિક્રમણને રોકવાનું કામ કરે છે.

ચેરિયા સિવાય જે વૃક્ષના નામ પરથી જંગલને એનું નામ મળ્યું એ સુંદરીના વિરલ ગણાતા વૃક્ષની સુંદરવનમાં ભરમાર છે. સાથે જ સુંદરવનમાં પુષ્કળ માત્રામાં જોવા મળતાં ટાઈગર પામનાં વૃક્ષો પણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.

Diese Geschichte stammt aus der April 17, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 17, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 Minuten  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 Minuten  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 Minuten  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 Minuten  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 Minuten  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 Minuten  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 Minuten  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 Minuten  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 Minuten  |
November 18, 2024