ગુજરાતનાં અખબારોમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ચમકેલા સમાચાર જુઓ..
અમદાવાદ અને બીજાં શહેરોનાં બાળકો ઓરીનો ભોગ બન્યાં.. ચાર વર્ષમાં આશરે સાડા બાર લાખ લોકોને કૂતરા કરડ્યા.. કોરોનાએ ફરી માથું ઊંચક્યું..
યોગાનુયોગ ત્રણેયનો ઉપાય એક સમાન છેઃ વેક્સિન એટલે કે રસી. આ શબ્દ સાંભળતાંવેંત બાળકોને અપાતી ત્રિગુણી રસી અને પોલિયો રસીનાં ટીપાં પિવડાવવાની ઝુંબેશનું સ્મરણ થઈ આવે.. અને એથીય વિશેષ તો કદી નહીં ભુલાય એવી કોરોના મહામારી સમયે અપાયેલી વેક્સિન યાદ આવે, એ વખતે રસી લેવાની લાઈનનાં દશ્યો આંખ સામે તરવરે. મહત્ત્વનું એ કે કોરોનાનું સંક્રમણ અટકાવવાના એકમાત્ર વિકલ્પ એવી વેક્સિન વિશ્વના કરોડો લોકોએ લીધી. ભારતે તો અનેક દેશને રસી પહોંચતી કરી માનવધર્મ પણ નિભાવ્યો.
પાછલા દિવસોમાં ગુજરાતમાં ઘણાં બાળકો ઓરીનો ભોગ બન્યાં છે. એ અગાઉનાં ત્રણ વર્ષમાં ૨૯૯૫ બાળકોને ઓરી થયો.
જીવલેણ રોગ ઓરી (મિઝલ્સ), ગાલપચોળા (મમ્પ્સ) અને ચેપી રોગ રુબેલા સામે રક્ષણ આપવા એમએમઆર એવા ટૂંકા નામે ઓળખાતી રસી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધીમાં દેશને ઓરીમુક્ત કરવાનું જાહેર કર્યું છે. એના ભાગ રૂપે અમદાવાદ મહાપાલિકાએ અંદાજે ૧.૩૨ લાખ બાળકોને એમએમઆર વેક્સિન આપી.
-તો કૂતરું કરડ્યું હોય એવા લોકોએ ઍન્ટિ રેબીઝ (હડકવાં વિરોધી) વેક્સિનનાં ઈન્જેક્શન લીધાં. એ જ રીતે કોરોના વાઈરસે પાછો ઉપાડો લીધો છે એટલે સરકારે એની રસીના ત્રીજા (બૂસ્ટર) ડોઝ માટે ફરી લોકોને ઢંઢોળવા માંડ્યા છે.
આપણે ત્યાં જુદા જુદા વયનાં બાળકો, અમુક કિસ્સામાં પુખ્ત વયના લોકોને જુદી જુદી બીમારી સામે રક્ષણ માટે રસી અપાય છે. રસી સોના આરોગ્ય માટે સુરક્ષા કવચ છે. ખાસ તો દરેક બાળકને ડૉક્ટરની સલાહ મુજબ સમયે સમયે રસી મુકાવવી હિતાવહ ગણાય છે. રસીથી બાળ મૃત્યુદર ઘટી શકે અને પોલિયો જેવી વ્યાધિથી કાયમ માટે દૂર રહી શકાય.
Diese Geschichte stammt aus der April 24, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 24, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.