લોકતક સરોવર. દક્ષિણ એશિયાનું મીઠાં પાણીનું સૌથી મોટું તળાવ. આ તળાવ દુનિયાનું એકમાત્ર ફ્લોટિંગ લેક તરીકે પણ જાણીતું છે. ફ્લોટિંગ એટલા માટે કે તળાવના ઘણાખરા હિસ્સા પર ફૂમડી તરીકે ઓળખાતી વનસ્પતિ તરતી રહે છે. સરોવરનાં પાણીમાં ભાતભાતની ડિઝાઈન બનાવતી આ વનસ્પતિ એટલી મજબૂત કે એના પર મોટું પ્રાણી પણ ચાલી શકે. આ વનસ્પતિનાં ગૂંચળાં મળીને નાના નાના ટાપુ જેવી રચના સર્જે છે. એ રીતે આ એક કુદરતી અજાયબી છે.
આપણા ઈશાનના રાજ્ય મણિપુરમાં પ્રકૃતિએ આવી ઘણી અજાયબી ભરી છે. અહીંના લીમારમ ધોધને પણ એક અજાયબી ગણી શકાય એમ છે, કારણ કે આ એક જ ધોધમાં ત્રણ ધોધ મળે છે. મણિપુર એ આખા ભારતમાં એક જ સ્થળે થતાં ઝુકો લિલી પ્રકારનાં ફૂલનું ઘર પણ છે.
એક અફવાએ સળગાવી આગ: બે પ્રજા વચ્ચે મામલો ગરમ તો હતો જ, ત્યાં કોઈકે ખોટી માહિતી વહેતી કરી એટલે થયો ભડકો.
આમ તો ઈશાન ભારતનાં સાતેસાત રાજ્ય (સિક્કિમ ગણો તો આઠ) પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલાં છે. કુદરતે આ વિસ્તાર પર અપાર પ્રેમ વરસાવ્યો છે. એમાંય મણિપુર તો બીજાં રાજ્યોથી કંઈક અલગ, કંઈક ખાસ છે. નવ પર્વતમાળા એને પહેરો દેતી ઊભી છે અને વચ્ચે છે લંબગોળાકાર ખીણપ્રદેશ. જાણે કુદરતે એના અતિ મૂલ્યવાન હીરા કે મણિના રક્ષણ માટે સુરક્ષાપ્રહરીઓને તહેનાત કર્યા હોય. આ ભૌગોલિક રચનાને કારણે જ બ્રહ્મદેશ (મ્યાનમાર)ની સરહદને અડીને આવેલા આ વિસ્તારને મણિપુર એવું નામ મળ્યું હોવાનું કહેવાય છે.
ઑક્ટોબરથી માર્ચ એ અહીંની ટુરિસ્ટ સીઝન છે અને ત્યારે ઘણા સહેલાણીઓ, ખાસ તો પ્રકૃતિપ્રેમીઓ મણિપુરમાં ફરતા દેખાય છે. આ વર્ષની ટુરિસ્ટ સીઝન તો આમેય પૂરી થઈ ગઈ છે અને અત્યારે મણિપુરની સડકો પર નિરાશ્રિતોનાં ધાડાં ને ધાડાં નજરે પડે છે. મણિપુરમાં હમણાં ફેલાયેલી હિંસાએ હજારો નાગરિકોને બેઘર બનાવી દીધા છે અને એ બધા અત્યારે સલામત આશ્રયસ્થાન શોધી રહ્યા છે.
તોફાનને કારણે બીજાં રાજ્યના લોકો ઉચાળા ભરી ગયા તો જેમનાં ઘર સળગ્યાં હતાં એમણે રાહતછાવણીમાં આશરો લીધો.
Diese Geschichte stammt aus der May 22, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 22, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.