CATEGORIES
Categorías
ચોમાસામાં લીલા પાંદડાવળી શાકભાજી ખાતા પહેલા રાખો ધ્યાન
જો કે ગૃહિણીઓને આ વાતની ખબર જ હોય કે ચોમાસામાં વરસાદને કારણે લીલાં પાંદડાવાળી શાકભાજી ખૂબ ઓછી મળે છે. અને જે મળે એ સારી ગુણવત્તાની હોતી નથી. તેમજ તે જમીનથી થોડા અંતરે ઊગેલી હોવાથી તેમાં માટી, કીડા અને કીટાણુ વધુ માત્રામાં હોય છે. આથી જ પાલક, ફુદીનો, કોથમીર, તાંદળજો, મેથી વગેરે આ સીઝનમાં ન ખાવા સારા.
આયુર્વેર્દિક ઉપાયો: પીઠ અને કમરના દુ:ખાવાથી રાહત મેળવો
આજકાલ લોકોને પીઠ અને કમર દર્દની સમસ્યા ખુબ જ સામાન્ય થઇ ગઈ છે. આના પાછળ ઘણા કારણો છે, જેમ કે સાચી સ્થિતિમાં ન સૂવુંકપડાની ખોટી પસંદગી, ખોટી પોઝીશનમાં બેસીને કાર્ય કરવું વગેરે, આજકાલ તો ઘણુંખરું કાર્ય બેસીને કરવાનું જ હોય છે, એટલા માટે જ કોમ્યુટરનું કાર્ય કરવાવાળાઓ ને ઘણી જ તકલીફ થતી હોય છે. ઘણીવાર વજન ઉપાડતા સમયે લાપરવાહી થઇ જાય છે જેના હિસાબે માસપેશીઓમાં તણાવ આવી જાય છે અને આ જ કારણે કમરનો દુઃખાવો થઇ જાય છે. કરવામાં આવેલ એક સર્વે મુજબ લગભગ 70 ટકા લોકો કમર દર્દની સમસ્યાથી પરેશાન છે.
આપણું આરોગ્ય અને જંકફૂડ :
આજકાલ લોકોમાં ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ આરોગવાનું ચલણ વધતું જાય છે. યુવાનોમાં વધતા જતા જંક ફૂડ પ્રત્યેના ક્રેઝ પ્રત્યે હેલ્થ વિશેષજ્ઞો પણ ખૂબ જ ચિંતિત છે. તેઓ માને છે કે આ તમામની આરોગ્ય પર લાંબા ગાળે પ્રતિકૂળ અસર જોવા મળે છે. ચાલો જાણીએ જંક ફૂડ આપણા આરોગ્ય માટે કેવી રીતે નુકસાનકારક છે:
અમુક એવા ખાસ ફૂડ 'તમારો મૂS', રાખે તંદુરસ્ત
પોતાને સ્વસ્થ રાખવા માટે જરૂરી નથી કે જીમમાં જઈને પરોવો કાઢવો. અમુક ખાસ પ્રકારના ફૂડનું સેવન નિયમિત રીતે કરવામાં આવે તો સારું સ્વાથ્ય આસાનીથી મેળવી શકાય છે.
સોશ્યલ મીડીયા માર્કેટીંગ
બિજનેશને સફળતા આપવા અને યુજર્સને આકર્ષિત કરવા માટે તમારે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર થોડીક ખાસ ભૂલોથી બચવું જોઈએ.
બાળકોના દાંતનું આરોગ્ય
મોંઢાની અંદરના ભાગની સ્વચ્છતા અને આરોગ્ય એ ફક્ત સ્વચ્છ અને ચળકતા દાંત તથા દુર્ગધરહિત શ્વાસ પૂરતું જ મર્યાદિત નથી. પરંતુ એ સંપૂર્ણ શરીરના આરોગ્યનું પ્રથમ સોપાન છે. જેમનું મોંઢાનું આરોગ્ય નબળું હોય છે એવા લોકોને અન્ય વિવિધ પ્રકારની બીમારીઓ પણ થવાનું જોખમ વધારે રહે છે. ખોરાકના પાચનની ક્રિયા, સહુથી પહેલા, જયારે આપણે મોંઢામાં ખોરાક ચાવવાનું શરુ કરીએ ત્યારથી જ થતી હોય છે, એટલે એ બહુ જરૂરી છે, કે આપણા દાંત મજબૂત હોય. મોંઢાનું ઉત્તમ આરોગ્ય દાંતની મજબૂતી ટકાવી રાખવામાં સહાયક બને છે. વળી, તેનાથી મોઢામાં ઉત્પન્ન થતા કીટાણુંઓને લીધે, શરીરના બીજા બધા અંગોને થતી હાનિની સંભાવના પણ ઘટી જાય છે.
ત્વચા અને વાળની યોગ્ય માવજત રાખે છે ટી ટ્રી ઓયલ
દરેક સ્ત્રીને સુંદર લાગવું ગમતું હોય છે, ત્વચા ચમકિલી લાગે અને વાળ મોટા આકષર્ક લાગે તે ખૂબ જ ગમતું હોય છે. તે પોતાની સુંદરતા માટે ગમે તે કરી શકે છે. બદલાતી ઋતુમાં ત્વચા અને વાળની ખૂબ કાળજી રાખવી પડતી હોય છે. કારણ કે વાળ અને ત્વચા રુક્ષ અને નિર્જીવ બની જાય છે જ્યારે તેની યોગ્ય રીતે કાળજી રાખવામાં ન આવે. ટી ટ્રી ઓયલનાં યોગ્ય ઉપયોગથી આપણે વાળ અને ત્વચાની સુંદરતા જાળવી શકીએ છીએ. તો આવો જાણીએ તેના વિશે.
કાનનાં ઇન્ફેકશનથી બચો ચોમાસામાં
કાનની સાફ-સફાઇથી લઇને તેની દેખભાળ સુધી સતર્કતા રાખવી જરૂરી છે. ઋતુની અસર કાનની તંદુરસ્તી પર પણ પડી શકે છે. જો પહેલા પણ કોઇ આવી સમસ્યા થઇ હોય. આથી જ ચોમાસાની સિઝન દરમ્યાન કાનમાં સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ઓનલાઈન યોગ કલાસ વિશ્વ યોગ દિને 'કોમન યોગા પ્રોટોકોલ' રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રીશ્રીના ફેસબુક પેઈજ પરથી લાઈવ કરાશે
યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 126 યોગ કોચને તાલીમ અપાઈ: તાલીમબદ્ધ યોગ કોચ દ્રારા 5 હજારથી વધુ યોગ ટ્રેનરોને તૈયાર કરાયા - ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શ્રી શીશપાલજી રાજય કક્ષાના યોગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શરુ કરાયેલા #DoYogaBeatCorona હેશટેગ કેમ્પઈનને અભૂતપૂર્વ પ્રતિસાદ: યોગ કરીશું કોરોનાને હરાવીશું
શિક્ષણ વિભાગ દ્વારા Unlimited Digital Advanced Year Long Academic Method (UDAYAM) પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો
નોવેલ કોરોના વાયરસને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો સ્વાસોચ્છવાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. હાલમાં ફેલાયેલ કોરોના (COVID-૧૯)થી તકેદારીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા સાવચેતીના પગલાંરૂપે વિદ્યાર્થીઓના હિતમાં વિવિધ પગલાં લેવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના ઠરાવથી તા. ૨૨-૦૬-૨૦૨૦થી તમામ કોલેજો ખાતે ઓનલાઈન શૈક્ષણિક કાર્ય કરાવવા જણાવવામાં આવેલ છે અને આ કામગીરી શરૂ થઇ ગયેલ છે. કોરોના વાયરસની મહામારી હોવા છતાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન પડે તથા વિદ્યાર્થીઓનો વિદ્યા-શિક્ષણ-તાલીમ સાથેનો સંબંધ સાતત્યપૂર્ણ બની રહે, અધ્યાપકો ઓનલાઈન શૈક્ષણિક કાર્ય કરી શકે તે જરૂરી છે.
કોરોના કાળમાં રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલે પ્રસુતા માતાઓ અને નવજાત બાળકોની વિશિષ્ટ સંભાળ લીધી
રાજ્યની પ્રથમ 1000 ડેઝ કંપ્લાયર સંસ્થા બનતી સિવિલ હોસ્પિટલ
કારેલા: માત્ર ડાયાબિટીઝ જ નહીં, ઘણા બધા રોગો ને માત આપે છે.
કારેલામાં વિટામિન્સ, આયર્ન, એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ બેક્ટરિયલ ગુણ હોય છે. ભલે ને તે ખોરાકમાં કડવો સ્વાદ દે, પરંતુ તે સ્વાથ્ય માટે વરદાન છે. કારેલાના રસનો ઉપયોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઔષધીય ગુણોથી ભરપૂર કારેલા ફક્ત ડાયાબિટીસ જ નહીં, પરંતુ અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે. આથી તેનું સેવન કરવું જોઈએ. તે પેટને યોગ્ય રાખીને પાચનતંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ તેના બીજા ફાયદાઓ વિશે….
શું તમે જાણો છો? નબળી રોગપ્રતિકારક શક્તિના સંકેતો.
કોરોનાની મહામારીની વચ્ચે દરેક વ્યક્તિ માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોગપ્રતિકારક શક્તિને કારણે શરીર રોગોથી સુરક્ષિત રહે છે. તે બેક્ટરિયા, વાયરસ, ફૂગ જેવા ટોક્સિક સામે લડીને આપણા શરીરનું રક્ષણ કરે છે. તે જ સમયે, તેની મજબૂતીને કારણે, તે ફેફસાં, કિડની, યકૃતના ચેપ વગેરે જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપે છે. જે લોકોની પ્રતિરક્ષા નબળી છે તેમને કોરોના વાયરસથી ચેપ થવાનું જોખમ વધારે રહે છે. આવા કિસ્સાઓમાં, નિષ્ણાતો દ્વારા રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાની ભલામણ કરવામાં આવે છે.
હિંમતનગરના પ૯ વર્ષિય મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે
યોગ - ભારતની વિટવને આપેલી અમૂલ્ય અને અતુલ્ય ભેટ છે
૨૧ જુન 2020: કંકણાવર્તી સૂર્યગ્રહણ
હવે ભારતમાં વર્ષ-૨૦૩૧માં સૂર્યગ્રહણ જોવા મળશે, 11 વર્ષ રાહ જોવી પડશે
ચોમાસામાં ફૂગના ચેપ માટે ઘરેલુ ઉપચાર
ગયા અંકમાં “સીઝનલ કેર” વિભાગમાં ફંગલ ઇન્ફકશન વિષે ભાગ - ૧ માં આપણે જોયું કે કેવી રીતે લોકો ચોમાસામાં ફૂગનાં ચેપનો શિકાર બનતા હોય છે. કેમકે, "ફંગલ ઇન્ફકશન" એ વરસાદના મોસમની સૌથી સામાન્ય ફરિયાદો માની એક છે. આ માટે તમારી ત્વચાને લાંબા સમય સુધી ભીની ન રાખો. નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો અને તેનાથી જ નહાવું અને ફૂગ વિરોધી ક્રીમ, સાબુ અને પાવડરનો ઉપયોગ કરવો, ફંગલ ઇન્ફકશનને રોકવામાં અસરકારક સાબિત થશે.
દેશી ઘી: સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે વરદાન
ઘણાબધા લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે દેશી ઘી ખાવાથી વજન વધે છે. તેમજ જે લોકોનાં ચહેરા પર પિમ્પલ્સની સમસ્યાથી પીડિત હોય, તેઓ પિમ્પલ્સ વધવાના ડરથી દેશી ઘીનું સેવન કરતા નથી. મોટાભાગના લોકો ખોરાક રાંધતી વખતે દેશી ઘીનો ઉપયોગ કરે છે, પરંતુ કદાચ તમે જાણતા નહિ હો કે દેશી ઘી ની મદદથી તમે ચમકતો ચહેરો અને ગુલાબી હોઠ પણ મેળવી શકો છો. જી હા, સ્વાથ્ય લાભ ઉપરાંત દેશી ઘી તમારી ત્વચાને અનેક રીતે ફાયદો કરે છે. તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.
7 જૂન વર્લ્ડ ફૂડ સેફટી ડે
7 જૂન, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે તરીકે ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશનના એક સર્વે અનુસાર દર વર્ષે આશરે ૬ મીલિયન લોકો ફૂડબોર્ન બીમારીથી પીડાય છે.
જીમમાં ગયા વિના, તમારી બોડીને શેપમાં રાખવા માટે ઘરે જ કરો આવી
ઘણીબધી અભિનેત્રીઓની ફીટનેસ અને ફિગર જોઈને તમને જીમમાં જવાનું મન થતું હોય છે?
પ્રદૂષણ દુષ્પ્રભાવોને લીધે ગંભીર રોગો થઇ રહ્યો છે, પર્યાવરણને સ્વચ્છ કરવા પહેલ કરો.
હાલમાં કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે.
નવજાત શિશુની સ્વચ્છતાનાં આવા નિયમો દરેક માતાએ અપનાવવા જોઈએ.
હાલ લોકડાઉન દરમિયાન માતાએ બાળકોની ક્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવજાત શિશુઓને ચેપ લાગવાની શક્યતા વધારે રહે છે કારણ કે, તેમની રોગ સામે લડવાની ક્ષમતા હજુ પણ વધી રહી હોય છે. તેથી, તેમને કીટાણુઓ અને બેક્ટરિયાથી રક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. બાળકને સ્વસ્થ રાખવામાં સ્વચ્છતા મુખ્ય ભૂમિકા ભજવે છે. આનાથી કીટાણુઓ અને વાયરસના કારણે તમારા બાળકને બીમાર પડવાની શક્યતા ઓછી થાય છે. તેથી, બાળકની સલામતી સુનિસિચેત કરવા માટે માતા-પિતા, ખાસ કરીને માતાએ સારી સ્વચ્છતા જાળવવી જરૂરી રહે છે, કારણ કે બાળક તેનો મોટાભાગનો સમય તેની સાથે વિતાવે છે. આમ, તબીબો દ્વારા નવી બનનાર માતાઓ માટે કેટલાક સૂચનો આપમાં આવે છે, જે માતા અને બાળકની સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે.
વિશ્વ બ્રેઈન ટ્યુમર ડે
આજે વિશ્વ ટ્યુમર ડે છે. ટ્યૂમર એ મગજમાં થતો એક પ્રકારનો ગહો છે. જે ધીરે-ધીરે વિકસીત થઇને શરીરના અન્ય ભાગોને અસરગ્રસ્ત કરી તેને કામ કરતાં બંધ કરી દે છે. જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. આ પેરેલિસિસ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે.
વાવાઝોડા જેવી કુદરતી આફતમાં પૂર્વ તૈયારી સ્વ બચાવ માટે જરૂરી છે,
વાવાઝોડા જેવી કુદરતી આફતો વાતાવરણમાં ડીપ ડિપ્રેશનને કારણે ઉદભવતી હોય છે.
સાબર ડેરી દરરોજ એકત્ર કરે છે 22 લાખ લીટરથી વધુ દૂધ
લોકડાઉનના 70 દિવસમાં એક પણ દિવસ જિલ્લાવાણીઓ દૂધ વગર રહ્યા નથી
પ૬ દિવસ થી ચાલતો ઓનલાઈન સમર કેમ્પ રોપડા
27 જિલ્લાના 1200 બાળકો અને 1200 શિક્ષકો જોડાયા... દરરોજ સવારે 09:00 કલાકે બાળકોને નવો ટાસ્ક અપાય છે... અને સાંજે 4 કલાકે તેના ફોટોગ્રાફ વોટ્સએપ ગ્રુપમાં શેર કરાય છે....
સફાઈકર્મીઓ સાચા અર્થમાં 'હાઈજીન એન્જિનયર'
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડીકલ સ્ટાફની સાથે ખભે-ખભો મિલાવીને નોન-મેડીકલ સ્ટાફ ખંતપૂર્વક કાર્યરત સિવિલ હોસ્પિટલમાં એક-એક જીવ બચાવવા મેડીકલ સ્ટાફની સાથે નોન-મેડીકલ સ્ટાફ પણ 24 કલાક ફરજ પરસ્ત કોરોનાને મ્હાત આપવા નોન-મેડીકલ સ્ટાફ પણ ખૂબજ મહેનત કરી રહ્યો
આત્મનિર્ભર ભારત: થીમ પર નિર્માણ પામેલ ગીત લોક જાગૃતિની અનોખી પહેલ
"ઉન્નતિના પંથ પર અગ્રેસર હિંદુસ્તાન આત્મનિર્ભર ભારત બનશે આત્મનિર્ભર ભારત" આત્મવિશ્વાસને વધુ મજબુત બનાવવાના હેતુથી ગાયક પાર્થિવ ગોહિલના અવાજમાં "આત્મનિર્ભર ભારત ગીત" થયું લોન્ચ
Time for Nature : પ્રકૃત્તિ સાથેના અનુસંધાનનો અવસર
૫ મી જૂન ૧૯૭૪ થી “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી શરૂ કરવામાં આવી. આ ઉજવણી શરુ થયાને ૨૦૨૦ માં ૪૬ વર્ષ પૂર્ણ થશે. આ વર્ષની ઉજવણીની થીમ છે "Time for Nature" અર્થાત પ્રકૃતિ માટે સમય ફાળવીએ.
કોરોના વોરિયર આવા પણ
નવા ગામના એક જ પરીવારના ચાર-ચાર સભ્યો કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવે છેઃ નવાના ખેડૂત વિષ્ણુભાઇના પત્નિ, પુત્ર, પુત્રી, પુત્રવધુ બધા જ કોરોના દર્દીઓની સેવામાં તૈનાત
જસદણનો યુવા એડવોકેટ દ્વારા પી.એસ.આઈ. એન.એચ.જોશી સાહેબનું સન્માન કરેલ...
હાલ સમગ્ર ભારતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે ગુજરાતના પોલીસ ઓફિસરો અને જવાનોએ ખુબજ સારી કામગીરી કરી છે અને પોલીસ દ્વારા ગુજરાતમાં સેવા-સુરક્ષા-શાંતિનો માહોલ ઉજાગર કર્યો છે ત્યારે પ્રથમ જસદણ શહેરમાં ફરજ બજાવતા અને હાલ વીછીયામાં ફરજ બજાવતા ગુજરાત પોલીસના જાબાંજ-P.S.I. "એન.એચ.જોશી" સાહેબ અને જસદણ -વીછીયાની પોલીસ ટીમની કામગીરી ખરેખર સરાહનીય છે.