શ્રદ્ધાનું ખૂનઃ દેશભરમાં હાહાકાર અને ગમગીની
ABHIYAAN|December 03, 2022
આફતાબ રોજ સવારે પાંચ વાગ્યાની આસપાસ ઊઠીને ફ્રીઝમાંથી એક કે બે અંગો લઈ છતરપુરની ઝાડીઓમાં ફેંકી આવતો, જ્યાં કૂતરા, શિયાળ, સુવર, સમડી વગેરે તેનું ભક્ષણ કરી જતાં પ્રતાડિત સ્ત્રીને પ્રારંભના ખરાબ અનુભવ બાદ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) લાગુ પડે છે જે માનસિક બીમારીનો એક પ્રકાર છે બેરહમ હત્યાઓની ઘટના બને ત્યારે દિલ્હીનો તંદૂરકાંડ યાદ આવે. દિલ્હી કોંગ્રેસના વડા સુશીલ શર્માએ પત્નીની હત્યા કરી, શરીરના ટુકડા કરી તંદૂરમાં સળગાવી દેવાની કોશિશ કરી હતી મુંબઈમાં આફતાબ શેફ તરીકે હોટેલોમાં કામ કરતો હતો અને ત્યાં મટન રાંધવાનું અને કાપવાનું કામ કરતો. પરિણામે તેને લાંબા અને ધારદાર મોટા ચપ્પુઓ ચલાવવાની ફાવટ આવી ગઈ હતી આફતાબ પૂનાવાલાના કૃત્યમાં તમામ પ્રકારની અધમતા સ્પષ્ટપણે જોવા મળે છે. તે એક પિશાચી આનંદ માણતો, નફ્ફટ અને નકટો યુવાન સાબિત થાય છે
વિનોદ પંડ્યા
શ્રદ્ધાનું ખૂનઃ દેશભરમાં હાહાકાર અને ગમગીની

એક તો દેશમાં ધાર્મિકતા બાબતે સંવેદનશીલ, જ્વલનશીલ વાતાવરણ છે અને તેમાં ગુજરાતમાં ચૂંટણીઓ છે. નેતાઓ ભલે જૂનું વલણ બદલીને કહે કે આતંકનો કોઈ ધર્મ હોતો નથી, પણ ગુજરાતની ચૂંટણીના અંડરકરન્ટમાં ધાર્મિકતા પણ છે. જે અન્ય મુદ્દાઓની ચર્ચા થાય છે તે ધાર્મિકતાના પોત પર ભરતગૂંથણની સજાવટ છે. સોશિયલ મીડિયાની ચર્ચાઓ અને ઓનલાઇન સમાચારો વાંચીને વાચકો જે પ્રતિભાવો આપે તેના પરથી તે સ્પષ્ટપણે સમજી શકાય. આ માહોલમાં ઉપરાઉપરી બે સમાચાર આવ્યા જેનાથી દેશની પ્રજા પૂર્ણપણે હલબલી ગઈ. અનેક લોકો અનેક પ્રકારના ગુનાઓ આચરતા હોય છે અને લોકો કાળક્રમે ભૂલી જતાં હોય છે, પણ તાજેતરની ઘટના. જેમાં પર્ણના આફતાબ અમીન પૂનાવાલાએ વસઈની શ્રદ્ધા વાલકરની હત્યા કરી, તે લોકોની સ્મૃતિપટમાંથી ભૂંસાય તેને માટે દાયકાઓ લાગી જશે. શ્રદ્ધાની હત્યામાં એક રાક્ષસ પિશાચને છાજે તેવાં તમામ તત્ત્વો છે.

અમુક બેરહમ હત્યાઓની યાદ આવે ત્યારે દિલ્હીનો તંદૂરકાંડ યાદ આવે. દિલ્હી કોંગ્રેસના વડા સુશીલ શર્માએ પત્ની નૈના સાહનીની હત્યા કરી, શરીરના ટુકડા કરી એક તંદૂરમાં સળગાવી દેવાની કોશિશ કરી હતી. નૈના સાહની એના કોઈ પુરુષ મિત્રને, સુશીલ શર્માને પસંદ ન હોવા છતાં ફોન કરતી હતી. એક વખતે ઘરે આવીને જૂના ઢબનો લેન્ડલાઇન ફોન સુશીલ શર્માએ રિડાયલ કર્યો તો નૈનાના પુરુષ મિત્રને જ એ ફોન ગયો. આવેશમાં સુશીલે નૈનાને મારી નાખી. પોલીસની ભાષામાં આવા ગુનાઓને ‘ક્રાઇમ ઓફ પૅશન' કહે છે, પણ તેનો અર્થ એ નથી કે પૅશન અથવા લાગણીભંગના આવેશમાં આવીને કોઈનું ખૂન પ્રકારનાં કરવાની છૂટ છે. નૈના ખૂનો અસંખ્ય થાય છે, પણ સુશીલનું કૃત્ય અધમ પ્રકારનું એ માટે ગણાવ્યું કે એણે પત્નીને તંદૂરી રોટી, નાન વગેરે પકાવવાના ચૂલામાં ટુકડે ટુકડે સળગાવી દેવાની કોશશ કરી. સળગતા માંસની આસપાસ વાસ ફેલાઈ તેના કારણે એ પકડાઈ ગયો.

Esta historia es de la edición December 03, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 03, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024