હિમ આચ્છાદિત શિખરો; શિખરો પરથી વહી આવતાં અમૃત ઝરણાં; ઝરણાંના મીઠા પાણીથી છલોછલ સરોવર; સરોવર પણ સરકતા શિકારા, તરતાં ઘર; અને ઘરમાં રહેતાં રૂપાળાં લોક. બહુરૂપા ભારતભૂમિના શિરે ઝળહળતા મુકુટ જેવું કાશ્મીરને જોઈને કોઈના પણ મુખેથી સરી પડે - ‘હીં અસ્તો.. હમીં અસ્તો..'. કુદરતે અહીં ચાર હાથે સૌંદર્યની લહાણી કરી છે. કાશ્મીર શબ્દ સાંભળતા જ આપણા મનમાં એ અનુપમ દશ્યો આકાર લેવા લાગે છે અને એ પછી સંભળાય છે, ગોળીબાર અને બોમ્બ ધડાકા, એક તરફ કાશ્મીરને સૌંદર્યનું સરનામું તો બીજા છેડે એ આતંકવાદનું ઘર માનવામાં આવે છે. એ દેશનું ગર્વ પણ છે અને માથાનો દુખાવો પણ. આ ટોચના વિરોધાભાસો વચ્ચે કાશ્મીરની રમણીય ઘાટીમાં કલા ખીલી છે, ફૂલીફાલી છે. કાશ્મીરની અન્ય છબીઓથી વેગળી એવી આગવી ઓળખ રહી છે આ હસ્તકલાઓ. ચોમેર ફેલાયેલા નિસર્ગના રૂપને આ લોકોએ પોતાના કૌશલ્યમાં ભારોભાર ઉતાર્યું છે. આશ્ચર્ય થાય કે કેટલાંય વર્ષોથી આવા કપરા સંજોગો સામે ઝઝૂમતાં લોકો પોતાની આંગળીઓમાં આવા મનોહર સૌંદર્યને કેવી રીતે વણી શકતાં હશે!
શિયાળો જ્યારે મંથર ગતિએ શીત આવરણ પાથરી રહ્યો હોય ત્યારે ખાસ કરીને કાશ્મીરની હૂંફાળી શાલ યાદ ન આવે તો જ નવાઈ! ઘાટીમાં પાંગરેલી અનેક હસ્તકલાઓ પૈકી અહીંનું વણાટકામ ખૂબ પ્રસિદ્ધ છે. કાશ્મીરી શાલ તેની ઉપયોગિતાની દૃષ્ટિએ તો મહત્ત્વની છે જ, પરંતુ એટલું પૂરતું નથી. તેના પોતમાં સદીઓની પરંપરા, કલાત્મકતા અને સંસ્કૃતિ વણાયેલી છે. હળવે-હળવે તેની ગડીઓ ઉકેલતાં તેના વિશેની અદ્ભુત બાબતો સામે આવે છે. શાલના સુંવાળા આવરણમાં પ્રદેશની કલા અને ઇતિહાસ ધબકે છે. તેના તાણાવાણામાં કારીગરોની પરંપરા અને કૌશલ્ય ગૂંથાયેલા છે. આજે બજારોમાં અનેક ભળતી ચીજો ઠલવાતી હોય ત્યારે ખરી વસ્તુ અને તેની લાક્ષણિકતાઓ મહત્ત્વના જરૂરી બની જાય છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 21/12/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 21/12/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?