રાજસ્થાન તેની વૈભવી વિરાસત માટે જાણીતું છે. અહીં પ્રાકૃતિક વૈવિધ્યની સાથે સંસ્કૃતિના પણ વિવિધ રંગો જોવા મળે છે. અહીંના ભવ્ય મહેલોમાં અનેક કલાઓનો જન્મ થયો છે અને તે ચિરંજીવી બની છે. શૌર્ય અને સૌંદર્યના અનુપમ સંગમની સાક્ષી પૂરતાં કલાત્મક સ્થાપત્યો રાજસ્થાનની શાન છે. રાજપૂત રાજાઓની અનોખી સૌંદર્યદૃષ્ટિ અને રુચિના મૂર્ત સ્વરૂપસમા કિલ્લા અને મહેલો આજે પણ આપણા ભવ્ય વારસાને સાચવીને અડીખમ ઊભા છે. પંદરમી સદીમાં રાવ જોધા દ્વારા બાંધવામાં આવેલ મેહરાનગઢ કિલ્લો માત્ર રાઠોડ વંશની બહાદુરીનું જ નહીં, પરંતુ રાજસ્થાનના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો જીવંત પુરાવો છે. તેમાં પ્રયોજાયેલી બારીક અને સટીક કારીગરી, ભવ્ય આવાસો અને મનોહર દશ્યો થકી મેહરાનગઢ કિલ્લો ઇતિહાસ, કલા અને સ્થાપત્યના ધામ સરીખો છે.
શહેરની સરેરાશ ભૂમિગત સપાટીથી ૪૦૦ ફૂટ ઊંચે એક વિશાળ ખડક પર બાંધવામાં આવેલા આ કિલ્લાના નિર્માણની ભૂમિકા ખૂબ રસપ્રદ છે. આશરે અઠસો વર્ષ પહેલાં, રાવ સિયાજી મધ્ય ભારતથી અહીં આવેલા. મહમ્મદ ઘોરી સાથેના યુદ્ધમાં કન્નૌજ ગુમાવ્યા બાદ તેમણે પોતાના સાથીદારો સાથે મારવાડમાં શરણ લીધું હતું. કેટલાંક દસ્તાવેજી ચિત્રોમાં આ વિશેના પ્રમાણ મળે છે. વખત જતાં રાઠોડ વંશનું શાસન સ્થપાયું અને રાઠોડ વંશના પંદરમા શાસક રાવ જોધાએ ઈ.સ. ૧૪૫૯માં પોતાના સામ્રાજ્યની નવી રાજધાની તરીકે જોધપુરમાં આ કિલ્લાનું નિર્માણ શરૂ કરાવ્યું.
ઉજ્જડ વેરાન રણમાં ચારસો ફૂટ ઊંચો આ ટેકરો એક શાંત પડી ગયેલો જ્વાળામુખી છે. સ્થાનિક લોકો તેને ‘ભાકરચીડિયા’ એટલે કે પક્ષીઓની ભેખડ તરીકે ઓળખતા હતા. આ વિશાળ ખડકમાંથી શિલાઓને કાપીને તેના પર કિલ્લો બાંધવો, જેવી તેવી વાત ન હતી. આ માટે એ સમયના કારીગરોને કામે લગાડવામાં આવ્યા, જે માત્ર પથ્થરોનો રણકાર સાંભળીને તેની નક્કરતા અને તેમાં પડેલી તિરાડોનો અંદાજો મેળવી લેતા હતા. વળી, લાખો ટન પથ્થરોનું વહન કરવું પણ ઘણું કપરું કામ. આ કારીગરોએ પોતાના ટાંચા સાધનો વડે અશક્ય લાગતું કામ સંપન્ન કર્યું. કોઈ પણ પ્રકારના નકશા કે ડિઝાઇનને અનુસર્યા વિના પોતાની અનુભવગત સૂઝથી કારીગરો કામ કરવા લાગ્યા અને ઉજ્જડ ખડક કિલ્લાનો આકાર લેવા લાગ્યો. સૂર્યવંશના રાજા દ્વારા કિલ્લાનું નામ સૂર્યદેવના નામ ‘મિહિર’ પરથી ‘મિહિર ગઢ’ - મેહરાન ગઢ રાખવામાં આવ્યું.
Esta historia es de la edición Abhiyaan Magazine 14/12/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 14/12/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?