અંગ્રેજીના વળગણની આડઅસરો!
ABHIYAAN|December 10, 2022
‘તારું ટાબરિયું મારા ટાબરિયા કરતાં આટલું ફાંકડું અંગ્રેજી કેમ બોલે છે?’ – આ મુજબની જાહેરખબર હજી સુધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોએ આપવાનું શરૂ કર્યું નથી, ત્યાં સુધી એમ કહી શકાય કે એ સ્કૂલો કૉર્પોરેટ કલ્ચરની બાબતે ઘણી પછાત કહેવાય!
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત'
અંગ્રેજીના વળગણની આડઅસરો!

દિવસે દિવસે અંગ્રેજી અને અંગ્રેજિયતનો ક્રેઝ જેટલો વધતો ગયો છે એટલો તો ઓરિજિનલ અંગ્રેજોનું રાજ હતું ત્યારે પણ નહીં હોય એવું આજના ગુજરાતી માનસમાં ઘર કરી ગયેલા અંગ્રેજી માટેના આકર્ષણ પરથી લાગે છે!

અમારા એક મિત્ર છે, એમને અંગ્રેજીમાં વાત કરવાનો ખૂબ જ શોખ, પણ અંગ્રેજી એટલું આવડે નહીં, પણ એમણે આ બાબતે પેલી કહેવતનું ચુસ્તપણે પાલન કરવા માંડ્યું છે કે, ‘મન હોય તો માળવે જવાય.’ બસ, માળવે જવા માટે એમણે મનને મજબૂત કરી લીધું છે. મતલબ કે અંગ્રેજીમાં વાતચીત કરવા માટે એમણે મનને તૈયાર કરી દીધું. કોઈએ એમને જ્યારથી એવું કહ્યું કે -જુઓ ભ’ઈ, દુનિયામાં કશું જ અઘરું નથી, પડશે એવા દેવાશે. જેવું આવડે એવું અંગ્રેજીમાં બોલ્યે રાખવું. સાંભળનારને સમજ ન પડે તો એની એટલી અણસમજ કહેવાય અને એ એનો પ્રૉબ્લેમ કહેવાય.

આ મિત્રએ વાતવાતમાં ‘ઓહ યેસ્સ’, ‘ઓહ નો’, ‘વાઉ!’, ‘લીટરલી’, ‘આઉટ સ્ટેન્ડિંગ’, ‘માઇન્ડ બ્લોઇંગ’, ‘ઍક્ઝેક્ટલી’, ‘ડેફિનેટ્લી’, ‘યા.યા..’, ‘અલ્ટિમેટલી’, ‘એન્ડ ઑફ ધ ડે’ જેવા શબ્દોનો તડકો લગાવવાનું શરૂ કરી દીધું અને ઉપર વધારાના મરી-મસાલા તરીકે જે રોજના ચીલાચાલુ શબ્દો ‘ઓકે’, ‘થૅન્ક્સ’, ‘વૅલકમ’, ‘શ્યૉર’, ‘સૉરી’નો વઘાર કરીને પોતાની અંગત અંગ્રેજિયતનો પરિચય આપવાનું શરૂ કરી દીધું.

વળગણ અને વળગાડ – આ બંને શબ્દોમાં ફરક છે. આપણામાંના મોટા ભાગના લોકોને અંગ્રેજીનું વળગણ છે અને મોટા ભાગના રાજકારણીઓને અંગ્રેજોનો વળગાડ છે. સાપ ગયા પણ લિસોટા રહ્યા, એમ અંગ્રેજો ગયા પણ એમના ઠાઠમાઠ, એમનું VIP કલ્ચર અને VVIP વલ્ચર આપણે ત્યાં રહી ગયું. આપણે આપણી ફરજ સમજીને આને બાય ઑલ મીન્સ જતન કરીને સાચવી રાખ્યું. સાચવી રાખ્યું એટલું જ નહીં, એને ડે બાય ડે ડેવલપ પણ કર્યું. જોયું? મને પણ અંગ્રેજિયતનો વાઇરસ લાગુ પડી ગયો!

Esta historia es de la edición December 10, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 10, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024