વિશ્વમાં પહેલુંવહેલું કાગજી નાળું છાપનારી અને હાલમાં કાર્યરત હોય એવી સૌથી જૂની સેન્ટ્રલ બેંકોમાં જેની ગણના થાય છે એ સ્વિડનની સેન્ટ્રલ બેંકમાં ઉચ્ચ પદે બિરાજતી અર્થશાસ્ત્રી નામે સેસેલિયા કિંગ્સલે ભાવિ ભાખતી હોય એમ ૨૦૧૮માં ઉવાચે છે, ‘હાલનો રુખ જોતાં અનુમાન લગાવીએ તો ૨૦૩૦ સુધીમાં સ્વિડિશ સેન્ટ્રલ બેંક પાસે એની છેલ્લી ચલણી નોટ પાછી આવી જશે.’ ત્યાં સતત ઘટી રહેલા કાગળ સ્વરૂપનાં નાણાંનો વપરાશ એમને આવું કહેવા પ્રેરે છે, જે વિશ્વવ્યાપી ટ્રેન્ડ છે અને જેના સાક્ષી અહીં ભારતમાં આપણે પણ બન્યા જ છીએ. અહીં જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી એ ડિજિટલ સ્વરૂપના રૂપિયાને વ્યાવહારિક રીતે કામમાં લેવાનું પહેલું પ્રાયોગિક પગલું સરકાર દ્વારા વિવિધ બેન્કોના સહકારથી, હોલસેલ વૅમેન્ટ સિસ્ટમ માટે એક મહિના પહેલાં અને રિટેલ પૅમેન્ટ સિસ્ટમ માટે ગણતરીનાં શહેરો પૂરતું પહેલી ડિસેમ્બરે ભરાઈ ચૂક્યું છે.
વિશ્વમાં જ્યારે કોઈ મજબૂત નિયંત્રણ હેઠળ ના ચાલતી ક્રિપ્ટૉકરન્સીનું ચલણ વધતું દેખાય ત્યારે દાયકાઓથી અર્થતંત્રની નસોમાં દોડતા, પરંપરાગત સરકારી નાણાચિઠ્ઠીઓ સ્વરૂપમાં જીવતા પૈસાને પોતાના ‘ચલણ’ સામે ખતરો ઊભો થયેલો દેખાઈ જાય. ચલણના ઘણા અર્થોમાંથી અમુક અર્થ થાય - વગ, અંકુશ, વર્ચસ, અમલ કે સત્તા. એટલે કોઈ પણ દેશની સરકાર એવું જ ઇચ્છે કે ચલણમાં હોય એ પૈસા પોતાના હોય, પોતાના અંકુશમાં રહે અને અર્થતંત્ર, પ્રજાતંત્ર વગેરે પર એમનું એકંદરે નિયંત્રણ જળવાઈ રહે. વધારામાં, ફાઇનાન્સ જગતમાં ખાનગી ક્ષેત્રનાં લોકો દ્વારા આવી રહેલાં પરિવર્તનો સાથે તાલ મિલાવવા માટે પણ સરકા૨ોએ ડિજિટલ દરિયામાં પોતાનું નવું વહાણ ઉતારવું જરૂરી થઈ પડે. વિશ્વની મહત્તમ કરન્સીઓ ડૉલરના પડછાયામાં જીવતી હોય છે કે એનાથી દબાયેલી હોય છે. અમેરિકા કે એની સાથે જેમના હિતો સઘન રીતે જોડાયેલા છે એવા દેશો સિવાયના દેશો પણ ડૉલરના આધિપત્યને પડકારી શકે એવા કોઈ નવા ફૉર્મેટના પૈસાને પોતાના લાભ માટે વાપરવા ઉત્સુક હોય એ સમજી શકાય.
Esta historia es de la edición December 17, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 17, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ