મતદાર જાગૃતિ માટે ‘અવસર’ રથથી માંડી સેલ્ફી બૂથ સુધીની તૈયારી ચાલી રહી છે તો ચૂંટણી દરમિયાન ગેરરીતિ ટાળવા ૮૦૦થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.
ગુજરાતમાં ઠંડીની મોસમ શરૂ થઈ છે. જો કે ચૂંટણીની ગતિવિધિઓથી ભારે ગરમાવો આવ્યો છે. પાછલી વિધાનસભાની જેમ આ વખતે પણ ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી બે તબક્કામાં એટલે કે એક અને પાંચ ડિસેમ્બરે યોજાશે. આ વખતે ૨,૫૩,૩૬,૬૧૦ પુરુષો અને ૨,૩૭,૫૧,૭૩૮ મહિલાઓ મળીને કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો છે.
ગુજરાતના ચૂંટણીપંચે આદર્શ આચારસંહિતાના ભાગ રૂપે રાજ્યભરની સરકારી ઈમારતો અને સંકુલો પરથી ૨,૪૧,૧૨૫ તથા ખાનગી મિલકતો પરથી ૫૦,૬૫૨ પોસ્ટર્સ, બૅનર્સ, વૉલ રાઈટિંગ, કટઆઉટ્સ, હોર્ડિંગ્સ, વગેરે દૂર કર્યાં તથા ચૂંટણી અંગેની ફરિયાદો નોંધવા માટે પાટનગર ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ બનાવ્યો.
રાજ્યના તમામ જિલ્લામાં ફ્લાઈંગ સ્ક્વૉડ, એકાઉન્ટિંગ ટીમ, વિડિયો વ્યૂઈંગ ટીમ અને વિડિયો સર્વેલન્સ ટીમ કાર્યરત છે. ચૂંટણીખર્ચ પર દેખરેખ માટે રાજ્ય ચૂંટણીપંચે GEEMs App (Gujarat Election Expenditure Monitoring Application) બનાવી. ચૂંટણીના સંચાલન માટે ૧૫૦ નિરીક્ષકો છે તો ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા ૬૯ નિરીક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. ચૂંટણીના દિવસોમાં ઉમેદવારો એમના મતદારોને જાતજાતનાં પ્રલોભન આપતા હોય છે, એ રોકવા બનાવવામાં આવેલી ૬૧૧ ફ્લાઈંગ સ્ક્વૉડ અને ૮૦૨ સ્ટેટિક સર્વેલન્સ ટીમે ૬૬ લાખ રૂપિયા રોકડા, ૩.૮૬ કરોડનો દારૂ, ૯૪ લાખનું ડ્રગ્સ, ૧.૮૬ કરોડનું ઝવેરાત તથા ૬૪.૫૬ કરોડનાં ચાઈનીઝ રમકડાં, વગેરે મળીને ૭૧.૮૮ કરોડ રૂપિયાની સામગ્રી જપ્ત કરી છે.
મતદાન જાગૃતિ માટે ગુજરાતના ચૂંટણી વિભાગે આવ્યું આવ્યું રે પર્વ આવ્યું રે, મારા ગુજરાત માટે ગર્વ આવ્યું રે.. એ થીમ સોન્ગ બનાવ્યું છે. જાણીને નવાઈ લાગશે કે મૂળ રાજસ્થાનવાસી તબીબ અને ૨૦૦૫ની બેચના સનદી અધિકારી ડૉ. મનીષ કુમાર બંસલે આ ગીત લખ્યું છે. હાલમાં એ ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર છે. વિધાનસભાની ચૂંટણીનું થીમ સોન્ગ આઈએએસ અધિકારીએ રચ્યાની આ પ્રથમ ઘટના છે.
તમારો હક: મતદાન માટે લોકોને પાનો ચડાવવા ભવ્ય ગાંધી જેવા કલાકાર પણ આગળ આવ્યા છે.
Esta historia es de la edición November 28, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 28, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.