કાઠિયાવાડનો મતદાર કોના ઈવીએમમાં ભૂલો પડશે?
Chitralekha Gujarati|November 28, 2022
પહેલા તબક્કાના મતદાન માટે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત તૈયાર થઈ રહ્યાં છે ત્યારે જાણો, ઉમેદવારોની પસંદગીમાં પડદા પાછળ કેવા ભજવાયા ખેલ?
કેતન ત્રિવેદી (અમદાવાદ)
કાઠિયાવાડનો મતદાર કોના ઈવીએમમાં ભૂલો પડશે?

ઉમેદવારોનાં નામોની જાહેરાતને મુદ્દે સર્જાતી ઉત્સુકતા, કોણ કપાયા-કોણ સચવાયાની ચર્ચા, કપાયેલા ઉમેદવારોની નારાજગી અને પક્ષમાંથી સામૂહિક રાજીનામાં, પક્ષના કાર્યાલય પર નારાજ નેતાજીના સમર્થનમાં કાર્યકરોનાં ધાડાં, અમુક બેઠક પર કોણ ઉમેદવાર હશે એને લઈને છેક છેલ્લી ઘડી સુધીની કશમકશ, દિલ્હી-અમદાવાદ વચ્ચે નેતાઓની આવન-જાવન અને જાતજાતનાં નિવેદન..

આમ તો દરેક ચૂંટણીમાં આ પ્રકારનો જ રાજકીય માહોલ સર્જાતો હોય છે અને આ વખતે ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ મંગળવાર, ૧૫ નવેમ્બર, ૨૦૨૨ની સવારે આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં આ જ માહોલ દેખાઈ રહ્યો છે. બન્ને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે એના મોટા ભાગના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. ત્રીજા રાજકીય પરિબળ તરીકે ઊભરીને આવેલી આમ આદમી પાર્ટીના ઉમેદવારોનાં નામની જાહેરાત તો ઘણી વહેલી થઈ ચૂકી છે અને એક ડિસેમ્બરના રોજ યોજાનારા પહેલા તબક્કાના મતદાન માટેનાં ઉમેદવારી પત્રો તો ભરાઈ પણ ચૂક્યાં છે. આ અંક તમારા હાથમાં હશે ત્યારે પાંચ ડિસેમ્બરે થનારા બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચૂક્યું હશે.

હૈ તૈયાર હમ.. ચૂંટણી સાંગોપાંચ પાર પડે એ માટે ઈલેક્શન કમિશને તકેદારી લેવા માંડી છે તો અર્ધલશ્કરી દળના જવાનો ‘સબ સલામત’ની ખાતરી આપવા ફરી રહ્યા છે.

ભાજપ, કોંગ્રેસ અને આપ એ ત્રણેય પક્ષના પ્રચાર વિશે તો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. આમ પણ આ વખતે ઉમેદવારી ફૉર્મ ભરવા અને મતદાનના દિવસ વચ્ચે સમયગાળો ખૂબ ઓછો છે એટલે ઉમેદવારો માટેય રાત થોડી ને વેશ ઝાઝા એવી સ્થિતિ છે. આ બધાની વચ્ચે ગુજરાતની આ વખતની ચૂંટણીનું અત્યાર સુધીમાં જે ચિત્ર ઊપસે છે એ સમજીએ.

Esta historia es de la edición November 28, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición November 28, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 minutos  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 minutos  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 minutos  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 minutos  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 minutos  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 minutos  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 minutos  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 minutos  |
November 25, 2024