‘આપ’ના ઈસુદાન ગઢવીએ દ્વારકાને બદલે ખંભાળિયાથી ચૂંટણીનું ગાડું દોડાવવાનું નક્કી કર્યું.
વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજયરથ ત્રણ આંકડા સુધી ન પહોંચી શક્યો એનું સૌથી મોટું કારણ હતું: સૌરાષ્ટ્ર. વર્ષો પછી એવું થયેલું કે સૌરાષ્ટ્રમાં ભાજપને કોંગ્રેસ કરતાં ઓછી બેઠક મળી હતી. પાટીદાર આંદોલનને કારણે ભાજપને આ વિસ્તારમાં મોટું રાજકીય નુકસાન થયું હતું. પરિણામે આખા ગુજરાતમાં ભાજપને ૯૯ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને મોરબી એ ત્રણ જિલ્લામાં તો ભાજપનું ખાતું સુદ્ધાં ખૂલ્યું નહોતું.
આ વખતે ૨૦૧૭નું પુનરાવર્તન ન થાય એ માટે એક-એક બેઠકના રાજકીય ગણિતને બરાબર સમજીને ભાજપે મુરતિયા મેદાને ઉતાર્યા છે.
સિદ્ધાંતો સાથે સમાધાન કરીને પણ કેટલીક બેઠક પર ભાજપે માત્ર જીતના મંત્રને નજર સમક્ષ રાખીને ટિકિટ આપી હોવાનું ચિત્ર ઊપસ્યું છે. ભાજપે જીત માટે પોલિટિકલ કૉક્ટેલ બનાવ્યું છે. કોંગ્રેસમાંથી ભગાભાઈ બારડ જેવા દિગ્ગજ નેતાઓને કેસરિયો ખેસ પહેરાવી કલાકોમાં ટિકિટ આપી ગીર સોમનાથ જેવા નબળા જિલ્લામાં રાતોરાત રાજકીય સ્થિતિ મજબૂત બનાવવાનો પ્રયાસ ભાજપે કર્યો છે તો કોંગ્રેસે મોટા ભાગના જૂના ચહેરા પર ભરોસો મૂકી રિપીટ કર્યા છે એટલે અમુક સીટને બાદ કરતાં નવાને ખાસ તક મળી નથી.
ભાજપમાં અગાઉ એવી ચર્ચા હતી કે ઉમેદવારોની પસંદગીમાં કોઈ ચોક્કસ થિયરી અપનાવવામાં આવશે. ભાજપમાં જાતિવાદ અને પરિવારવાદ નહીં ચલાવાય, શિક્ષિત આગેવાનને ટિકિટ આપવામાં આવશે, અગાઉ હારેલા ઉમેદવારને તથા ત્રણ કે ચાર ટર્મથી ધારાસભ્ય હોય એમને હવે તક નહીં મળે, કોંગ્રેસમાંથી હવે કોઈ નેતાને લેવામાં નહીં આવે જેવી અનેક વાત પક્ષના નેતાઓ કહેતા હતા, પરંતુ ઉમેદવારી ઠેરવવા પક્ષે મનોમંથન કર્યું ત્યારે કોઈ પણ ભોગે બેઠક જીતવી એ એકમાત્ર માપદંડ રખાયો હોવાનું તારણ સામે આવ્યું છે.
Esta historia es de la edición November 28, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 28, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.