ભગવાન ન કરે, પણ આપણે બીમાર પડીએ ને ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર આપણને તપાસી પ્રિસ્ક્રિપ્શન લખી આપે. આપણે મેડિકલ સ્ટોરમાં જઈને એ દવા ખરીદીએ ત્યારે બિલની રકમ સાંભળીને મોટા ભાગે આ જ શબ્દો આપણા મોંમાંથી સરી પડેઃ “ઓહો, દવા તો બહુ મોંઘી!’’
એ વખતે આપણે એ હકીકત જાણતા હોતા નથી કે વાસ્તવમાં દવા પોતે બહુ મોંઘી હોતી નથી, પરંતુ વિવિધ રોમાં અસરકારક હોય તેવી નવી દવા વિકસાવવાનું કામ બહુ મોંઘું છે. આપણે દવા હાથમાં લઈ પાણીના ઘૂંટડા સાથે મળી જઈએ ત્યારે આપણને એ વિચાર પણ આવતો નથી કે એ દવા આપણા સુધી પહોંચી તેમાં કેટકેટલા પ્રકારની કંપનીઓ અને નિષ્ણાતોની મહેનત કામે લાગી હશે. દવાઉદ્યોગના નિષ્ણાતો ઉપરાંત સામાન્ય દર્દીઓ પણ કોઈ નવી દવા વિકસાવવાના ભગીરથ કાર્યમાં બહુ મોટું યોગદાન આપે છે એ વાત પ્રત્યે પણ આપણે અજાણ હોઈએ છીએ.
દુનિયાભરની ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી માત્ર દવાઓનાં વેચાણ પર ચાલતી નથી. નવા કે જૂના રોગનો સામનો કરવા માટે, તેની અસરકારક સારવાર શક્ય બનાવવા માટે અને ખાસ તો શક્ય એટલી ઓછી કિંમતે તેને વધુ ને વધુ લોકો ને સુધી પહોંચાડવા માટે વર્ષો સુધી ટ્રા ડેવલપમેન્ટનું કામ ચાલતું હોય છે. એ પછી આખરે એક તબક્કો એવો આવે જ્યારે નવી વિકસાવવામાં આવેલી દવા કેટલીક અસરકારક છે તે તપાસવાની વાત આવે.
ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં આ તબક્કો ‘ક્લિનિકલ રિસર્ચ’ તરીકે ઓળખાય છે. નવી દવા વિકસાવી રહેલી કંપની દવાની ક્લિનિકલ ટ્રાયલમાં પણ નિષ્ણાત હોય એ જરૂરી નથી આથી ખાસ આ બાબતમાં સ્પેશિયલ એક્સ્પર્ટાઈઝ ધરાવતી કંપનીની મદદ લેવામાં આવે. આ કંપની નવી દવાની ક્લિનિકલ ટ્રાયલ્સ અને અત્યંત કૉમ્પ્લેક્સ મેડિકલ ટેસ્ટિંા સંબંધિત બધી જ જવાબદારીઓ સંભાળે. આવી કંપની કૉન્ટ્રેક્ટ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન અથવા ક્લિનિકલ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (સીઆરઓ) તરીકે ઓળખાય છે. આવી સીઆરઓ કંપની દવાનાં રિસર્ચ અને ડેવલપમેન્ટનો ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરે છે.
તમને જાણીને આનંદ થશે કે આપણા ગુજરાતની આવી એક સીઆરઓ કંપની-લાંબડા થેરાપ્યુટિક રિસર્ચ લિમિટેડ આખા વિશ્વની ટોચની ૧૦ સીઆરઓમાંની એક છે! એટલું જ નહીં, સમગ્ર ભારત માટે ગૌરવરૂપ અને વિશ્વના અનેક દેશોમાં પથરાયેલી આ કંપની ઊભી કરવાનું અને તેના સફળ સંચાલનનું શ્રેય એક ગુજરાતી મહિલાને ફાળે જાય છે! એમના વિશે વધુ જાણતાં પહેલાં લાંબડા વિશે જાણી લઈએ.
Esta historia es de la edición December 05, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 05, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.