હું નો'તો કે'તો?
કોઈ માણસ આવું જ્યારે કહે ત્યારે તેનો અર્થ મોટે ભાગે એવો થતો હોય છે કે જુઓ, હું કેટલો બુદ્ધિશાળી છે. અમુક દુર્લભ જ કિસ્સા એવા હોય છે, જેમાં પસ્તાવાની લાગણી સાથે એવું કહેવાતું હોય છે કે ખબર તો મને પહેલેથી હતી, પણ..
પ્રાયશ્ચિત્તના આવા સાચા ભાવ સાથે ધૃતરાષ્ટ્રએ કુરુક્ષેત્રના યુદ્ધના અંતે સાથી-સારથિ સંજય સમક્ષ એક અત્યંત ન લાંબી કબૂલાત કરી, જેનો સૂર એવો હતો કે અમે હારીશું એની મને ખબર તો હતી જ, પરંતુ હું મારી જાતને અને મારા દીકરા દુર્યોધનને રોકી ન શક્યો.
માણસ અજાણતાં ભૂલ કરી બેસે ત્યારે એ પોતાની જાતને એવું કહીને સાંત્વન આપી શકે કે આમાં મારું ધાર્યું ન થયું, ધાર્યું ધરણીધરનું થયું; બાકી મને પહેલેથી ખબર હોત તો આવું કામ મેં ન કર્યું હોત.
આવું સાંત્વન માણસ જાણીજોઈને ભૂલ કર્યા બાદ પોતાની જાતને આપી શકતો નથી. ખરાબ પરિણામની જાણ હોવા છતાં ખોટું કર્યા પછી કયા મોઢે માણસ પોતાને સાંત્વન આપે? આવી સ્થિતિમાં થતો પસ્તાવો ભારે માંયલો હોય છે. ધૃતરાષ્ટ્રને યુદ્ધ બાદ આવો ઉત્કટ પસ્તાવો થયો. એ રડીરડીને બેભાન થઈ ગયા.
થોડી વારે એ ભાનમાં આવ્યા. એમણે સંજયને કહ્યું: ‘હવે જીવતા રહેવાનો કોઈ અર્થ નથી. મારે મરી જવું છે. આ જ ઘડીએ મરી જવું છે.’ આટલું કહીને ધૃતરાષ્ટ્ર એવી રીતે મોટા મોટા નિસાસા નાખવા લાગ્યા, જાણે કોઈ નાગ ફૂંફાડા મારી રહ્યો હોય. સંજય એમને શાંતિથી જોતો રહ્યો. એ જરાય વ્યાકુળ ન થયો.
આ સંજય મહાભારતનું નાનું પણ રાઈના દાણા જેવું પાત્ર છે. એ આમ તો એક સેવક છે, પરંતુ એની સ્વસ્થતા અને સમજદારી ઘણી ઊંચી છે. સંજય સેવક હોવા ઉપરાંત શિક્ષક પણ છે. માનવજાતને અનેક મહાન પાઠ શીખવતાં મહાભારતમાં ગુરુ તરીકે જે સૌને કશુંક શીખવે છે એવાં કેટલાંક જે સમજદાર-જ્ઞાની પાત્રો છે તેમાં ટોચ પર તો શ્રી કૃષ્ણ જ છે, પરંતુ પછીના ક્રમે, સિનિયોરિટી પ્રમાણે ભીષ્મ, વેદ વ્યાસ, વિદુર અને યુધિષ્ઠિર ઉપરાંત મૂકી શકાય એવું નામ છે સંજયનું.
Esta historia es de la edición April 17, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 17, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.