આ વાત સૌરાષ્ટ્રના નાનકડા એવા જામસલાયા ગામમાં જન્મેલી છોકરી એકલેહાથે શું કરી શકે છે એની છે. આ વાત પોતાની આવડતને પર્યાવરણ સાથે જોડીને પ્રકૃતિના સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકાય એની છે. આ વાત પ્રકૃતિના પ્રેમમાં પડેલી એવી એક યુવતીની છે, જે દિવસ-રાત ફક્ત પર્યાવરણની જાળવણીનો જ વિચાર કરે છે અને પોતે જે કાંઈ પ્રવૃત્તિ કરે એમાં એને વણી લે છે..
એનું નામ છે ભાવિશા બુદ્ધદેવ. ગુજરાતીઓ માટે આ અટક એટલે કે સરનેમ થોડીક અજાણી લાગે, પણ એ તો પેઢીઓથી મહારાષ્ટ્રના બુલઢાણામાં વસતા ગુજરાતી મૂળના પ્રફુલ્લ બુદ્ધદેવને પરણ્યાં એટલે. અન્યથા, પિયરમાં તો એ લાકડાવાળા તરીકે ઓળખાતા ઈમારતી લાકડાંના વેપારી તુલસીભાઈ અને તારાબહેનની દીકરી. પહેલાં જામસલાયા અને પછી જામખંભાળિયામાં લાડકોડથી અને જાહોજલાલીમાં ઉછરેલી ભાવિશાએ ફક્ત ૧૨ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવ્યું, પણ બીજાને મદદ કરવાના સંસ્કાર તુલસીભાઈ સંતાનોમાં રોપતા ગયેલા એટલે એનામાં એ બધું આપોઆપ આવ્યું.
ખેડૂતોને આજીવિકા માટે માર્ગદર્શનથી માંડી ‘કિસાન કી બાત’ રેડિયો પ્રોગ્રામ જેવા પ્રયાસ.
કદાચ એ સંસ્કારોમાંથી જ પ્રગટેલી સંવેદનાએ એને કળા અને પર્યાવરણ તરફ વાળી. લગ્ન પછી પંદરેક વર્ષ દિલ્હીમાં અને અત્યારે પતિ-સંતાનો સાથે પૂણેમાં રહેતાં ભાવિશાએ સ્કૂલ-કૉલેજોમાં વૃક્ષારોપણ કૅમ્પેન દ્વારા અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે. અનેક કલાકારોને ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવતાં શીખવાડીને એમને યોગ્ય બજાર પૂરું પાડ્યું છે. દિલ્હીની અનેક સ્કૂલોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી બનાવી છે. સ્કૂલમાં વૉટર હાર્વેસ્ટિંગના કામથી લઈને ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવાની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિમાં યોગદાન આપ્યું છે.
પ્રિયદર્શિની સાથેની વાતચીતમાં ભાવિશા કહે છેઃ ‘હું કોઈ પણ પ્રવૃત્તિ કરતી હોઉં, પણ એની પાછળનું ધ્યેય તો પ્રકૃતિ અને પર્યાવરણ જ હોય. ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી નોટબુક વિતરણ કરવાની હોય કે મહિલાઓને રોજગારીની તાલીમ આપવાની હોય, અમારા દરેક કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણીનો સંદેશ કેન્દ્રસ્થાને જ હોય. છેવટે તો પ્રકૃતિ છે તો જ આપણે છીએ એ વાતને જીવનમંત્ર તરીકે અપનાવવાની આજે ખાસ જરૂર છે.'
Esta historia es de la edición May 08, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 08, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.