જે મારી ઊંઘ જરાક વહેલી ઊડી ગઈ. ના... ના, રોજની જેમ કંઈ ઉંદરની મારા પરની દોડાદોડીને કારણે નહોતી ઊડી! ન તો રોજની જેમ પાણી ભરવાનાં વાસણોના અવાજથી કે ન તો રોજની જેમ હાજતની લાઈનમાં વારો નહીં આવે એ ચિંતામાં. મેં કોઈ પણ સમયે સૂરજનો પ્રકાશ જોયો નહોતો. મારા ઓરડાનું બારણું સીધું ચાલીમાં ખૂલતું અને કહેવા ખાતર હતી આ બારી, જે ખોલો કે ન ખોલો, ઉજાસમાં કોઈ ફરક ન પડતો. હા, ખુલ્લી બારીમાંથી આવતી હવામાં બહારની ગંધ આવતી. આ બારીનો એથી વિશેષ ઉપયોગ નહોતો, પણ આજે?
મેં માથું ખંજવાળ્યું, ચાદર ફગાવી ગાદલામાંથી ઊભો થયો. હા, સાચે સવારના સાત. મારી બારી સૂરજના તેજ પ્રકાશથી ઝળહળી રહી હતી. ઊંઘરેટા મગજમાં ગડ બેસાડતો હું વધારે વિચારું એ અગાઉ તો પાણી ભરવાનાં વાસણોના અવાજ આવવા માંડ્યા. આ અલગ રીતે ઉદય થયેલા સૂરજને એની જગ્યાએ પડતો મૂકી હું મારી બાલદી લઈ પાણી ભરવા નળની લાઈનમાં લાગ્યો. આવી લાઈનમાં ઊભા રહેવા આવ્યો હતો આ શહેરમાં?
‘સવારના અગિયાર થવા આવ્યા. રાજકુમાર ઊઠશે કે નહીં?’ આ વાસણોના અવાજ જેવો જ પપ્પાનો અવાજ હતો, એકદમ કર્કશ!
‘સૂવા દો ને, બિચારાને! હજુ તો હમણાં કૉલેજ પતી છે.’ મમ્મી હળવેકથી કહેતાં પપ્પાને મારા ઓરડામાંથી ખેંચી જતી.
મમ્મી, સાથે સાથે બારી પણ બંધ કરજે. તડકો આવે છે.’ ‘
'બોલો, લોકોને હવા-ઉજાસ જોતાં હોય, પણ તમારા ફટવેલા કુંવરને તો ઉજાસ તડકો લાગે છે.’ મમ્મી મારા રૂમનું બારણું બંધ કરતી ત્યાં સુધી પપ્પાની કટકટ ઘડિયાળના સેકન્ડ કાંટાની જેમ વાગતી રહેતી. અહીંના ઓરડાની દીવાલ પર એક જૂનું ઘડિયાળ લટકેલું હતું, જેના બધા કાંટા ટૂંટિયું વાળીને જ્યાં-ત્યાં પડેલા, બિલકુલ નકામા!
‘યે કમરા નહી, આખા કા આખા ઘર હૈ. તુમ્હારે બજેટ મેં તો યહી મિલેગા.’ બારણું ખોલતાં જ પૂરું થઈ જાય એવડા આઠ બાય દસના ઓરડાને બતાવતાં દલાલે કહેલું. ભરબપોરે એ ઓરડામાં અંધારું હતું. આ ઓરડો લઉં તો સગવડના નામે એક ભેજવાળું ગાદલું, તકિયો, બે ખુરસી અને એક ગૅસનો ચૂલો હતાં.
Esta historia es de la edición November 20-27, 2023 - Diwali de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 20-27, 2023 - Diwali de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.