ડિયર નૅચર,
સૌમ્ય જોશીની એક રચના છેઃ
કેટલાક તડકા કેટલા આકરા હોય
ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેમે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કોલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે,
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.
મજૂર હોય કે મહાજન, બધા પરેશાન છે કાળઝાળ ગરમીથી. હા, કેટલાક પાસે સગવડ છે એસીની, પણ એનાથીય તાપમાન વધે છે ને! અમદાવાદમાં કોઈ ઑફિસમાં જાવ તો એક જ સૂરે કહેવામાં આવે છે, એવી ગરમી પડે છે કે એસી વિના તો રહી જ શકાય એમ નથી... પણ ઑફિસમાં કે ઘરના રૂમમાં એસીની જે ઠંડક મળે છે એનાથી બહારનું વાતાવરણ વધુ ગરમ થાય છે એનું શું? એમાં આગાહી થઈ છે કે ૨૦૨૪નું વર્ષ આ પૃથ્વી પરનું સૌથી ગરમ વર્ષ રહેવાનું છે. હવામાન વિભાગની આગાહી સામાન્ય સંજોગોમાં સાવ સાચી પડતી હોતી નથી. જો કે આ વર્ષે એપ્રિલમાં જે રીતે તાપમાનનો પારો કોઈ ગુસ્સાવાળા માણસના આકરા સ્વભાવ જેટલો જ ગરમ થયો છે એના પરથી લાગે છે કે આ વેળા ગરમીથી જલદી છુટકારો મળવાનો નથી. એમાં પાછી લોકસભાની ચૂંટણીની ગરમીય ભળી છે.
અહેવાલ તો એવા છે કે હમણાંનો માર્ચ છેલ્લાં ૪૮ વર્ષમાં સૌથી ગરમ રહ્યો, પણ એપ્રિલ એના રેકૉર્ડ તોડી રહ્યો છે. મુંબઈ જેવા શહેરમાં પણ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. વળી, ગરમીના દિવસો પણ વધે છે એટલે કે ઉનાળાની મુદત લાંબી થઈ રહી છે. બે-પાંચથી દસ દિવસ સુધી એકધારું તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહે એવું આ ઉનાળામાં બનવાનું છે. અગાઉનાં વર્ષોની સરેરાશ કરતાં ૧.૩૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું છે અને સમુદ્રની સપાટી પરનું તાપમાન પણ એક ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે.
Esta historia es de la edición May 06, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 06, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.