ઉંમરઃ સત્તર વર્ષ અને અગિયાર મહિના. સિદ્ધિઃ આ ઉંમરે કૅન્ડિડેટ સ્પર્ધા જીતનારો પ્રથમ ખેલાડી તથા કૅન્ડિડેટ સ્પર્ધા જીતનારો વિશ્વનાથન્ આનંદ પછીનો બીજો ભારતીય ખેલાડી. નામઃ ડી. ગુકેશ.
ચેસની દુનિયામાં જે વર્લ્ડ ચૅમ્પિયન બને એ ત્રણ વર્ષ સુધી વિશ્વવિજેતા નો ખિતાબ જાળવી રાખે છે. ત્રણ વર્ષ પછી એ વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાને બૅન્ડિડેટ સ્પર્ધા કહેવાય છે.
જુદા જુદા માપદંડથી ચૂંટાયેલા આઠ ખેલાડી વચ્ચે આ સ્પર્ધા રમાય છે. આ વર્ષે કૅન્ડિડેટ સ્પર્ધામાં આઠમાંથી ડી. ગુકેશ ઉપરાંત આર. પ્રજ્ઞાનંદ અને વિદિત ગુજરાતી એમ ત્રણ ખેલાડી ભારતના હતા. મહિલાઓની કૅન્ડિડેટ સ્પર્ધામાં કોનેરુ હમ્પી અને આર. વૈશાલી જેવી ખેલાડી પણ હતી. વૈશાલી એટલે આર. પ્રજ્ઞાનંદની મોટી બહેન. આમ ભાઈ-બહેનની જોડી કૅન્ડિડેટ સ્પર્ધામાં રમી હોય એવી વિશ્વ ચેસ માટે આ પહેલી જ ઘટના.
તામિલનાડુના ચેન્નઈમાં તેલુગુભાષી પરિવારમાં ગુકેશનો જન્મ ૨૯ મે, ૨૦૦૬ના રોજ થયો. ગુકેશનાં માતા-પિતા આંધ્ર પ્રદેશનાં છે. પિતા રજનીકાંત ઈએનટી સર્જ્યન, જ્યારે માતા પદ્માકુમારી માઈક્રો બાયોલૉજિસ્ટ છે. સાત વર્ષની ઉંમરે ગુકેશ ચેસ રમતાં શીખ્યો.
Esta historia es de la edición May 06, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 06, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.
રાઈનો પહાડ ના કરવો...
મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.
જસ્ટ, એક મિનિટ.
પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.
પ્રશંસા અને ટીકાની વચ્ચે
જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...