જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...
Chitralekha Gujarati|October 21, 2024
લુડો ગેમ જીવનના પાસા ભલે આપણા હાથમાં હોય, પણ એ આપણને શું બતાવશે એ આપણા હાથમાં નથી. નસીબનું બીજું કોઈ નામ આપવું હોય તો પાસા આપી શકાય. ગમે ત્યારે ગમે તે પાસા પડે અને આપણે એ પ્રમાણે રમવું પડે છે.
રાજ ગોસ્વામી
જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...

ક એ ગામની બહાર ઝૂંપડીમાં એક સંત બેસીને વચ્ચે વચ્ચે મોટેથી બૂમો પાડતાઃ જે ઈચ્છશો એ પામશો... ગામલોકોને લાગતું કે સંત ગાંડા થઈ ગયા છે એટલે બૂમો પાડ્યા કરે છે.

ગામમાં એક વાર એક માણસ આવ્યો. એ ત્યાંથી પસાર થયો તો એને અવાજ સંભળાયોઃ જે ઈચ્છશો એ પામશો... માણસને એમાં રસ પડ્યો એટલે એ ઝૂંપડીની અંદર ગયો. સંત ધ્યાનમાં બેઠા હતા અને જોર જોરથી બોલતા હતાઃ જે ઈચ્છશો એ પામશો... માણસ ત્યાં પલાંઠી વાળીને બેસી ગયો. થોડી વાર પછી સંતે આંખો ખોલી અને સામે માણસને બેઠેલો જોયો. માણસે સંતને નમન કર્યું અને કહ્યું: ‘મહારાજ, ગરીબ માણસ છું. હું જે ઈચ્છીશ એ મળી જશે?’

સંતે કહ્યુંઃ ‘તું મારી વાત ગાંઠે બાંધી દે તો જરૂર સુખી થઈ જઈશ. હું તને એક હીરો અને એક મોતી આપું છું. તારા બે હાથ આગળ ધર.’

હીરા-મોતીની વાત સાંભળીને પેલો માણસ ખુશ થઈ ગયો અને તરત બે હથેળી આગળ કરી. સંતે એક હથેળીમાં એમનો હાથ મૂકતાં કહ્યું: ‘આ હીરો છે. એનું નામ ધીરજ છે. આ અનમોલ છે. જીવનમાં જ્યારે પણ ક્યાંક અટવાઈ જાય તો ધીરજને જાળવી રાખજે.'

પછી એમણે બીજી હથેળીમાં હાથ મૂકીને કહ્યું: ‘આ મોતી છે. એનું નામ પ્રયાસ છે. આને ક્યારે ગુમાવતો નહીં. જ્યાં સુધી તારી પાસે પ્રયાસ હશે, ત્યાં સુધી તું ક્યારેય પાછો નહીં પડે.’

***

થોડા દિવસ પહેલાં એક પરિવારજનના પ્રેમાગ્રહથી લુડો ગેમ રમવાનો અવસર મળ્યો. લુડો બહુ લોકપ્રિય રમત છે એ ખબર છે, પરંતુ કોઈ કારણસર એ રમવાનો શોખ રહ્યો નથી. રમવા માટે શરૂઆતમાં આનાકાની કરી તો પરિવારજને લલચાવવા માટે કહ્યું: ‘ચાલોને, ૨મો ને! તમને એમાંથી લેખ લખવા માટે કશુંક મળશે.' રમ્યા. મજા આવી... અને વિષય પણ મળ્યો.

લુડો એક ક્લાસિક સ્ટ્રેટેજી બોર્ડ ગેમ છે, જે બેથી ચાર ખેલાડી એકલા અથવા ભાગીદારીમાં રમે છે. લુડો ભારતીય રમત પચીસી પરથી ઊતરી આવી છે, જે છઠ્ઠી સદીની આસપાસ રમવામાં આવતી હતી.

Esta historia es de la edición October 21, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición October 21, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
Chitralekha Gujarati

લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...

સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?

time-read
3 minutos  |
January 06, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.

time-read
1 min  |
January 06, 2025
સંતાન હોવાં જોઈએ કે નહીં?
Chitralekha Gujarati

સંતાન હોવાં જોઈએ કે નહીં?

દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.

time-read
2 minutos  |
January 06, 2025
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...

time-read
2 minutos  |
December 30, 2024
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
Chitralekha Gujarati

કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...

ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?

time-read
3 minutos  |
December 30, 2024
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
Chitralekha Gujarati

બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!

મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.

time-read
3 minutos  |
December 30, 2024
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
Chitralekha Gujarati

સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.

આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.

time-read
1 min  |
December 30, 2024
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
Chitralekha Gujarati

મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક

આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.

time-read
4 minutos  |
December 30, 2024
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
Chitralekha Gujarati

શેતરંજની દુનિયાનો નવો સિતારો...

ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.

time-read
2 minutos  |
December 30, 2024
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
Chitralekha Gujarati

સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...

પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.

time-read
2 minutos  |
December 30, 2024