ઉત્તર પ્રદેશની રાજધાની કાનપુર. એક દિવસ શહેરની મહિલાઓમાં, ખાસ તો રૂપ નીતરતો ચહેરો ને ઝગારા મારતી ત્વચા પામવાનાં અરમાન રાખતી આધેડ વયની મહિલાઓમાં ખળભળાટ મચી જાય છે. શહેરના હાર્દ સમા વિસ્તારમાં રિવાઈવલ નામનું એક બ્યુટી સેન્ટર ખૂલ્યું છે, જેના માલિકોના કહેવા મુજબ, અહીં આપવામાં આવતી ટ્રીટમેન્ટનાં મશીન અમે ઈઝરાયલથી મગાવ્યાં છે. આ ચમત્કારિક ઈમ્પોર્ટેડ મશીનની મદદથી તમે ૬૦ વર્ષની વયે પચ્ચીસના દેખાઈ શકો એવો સેન્ટરનાં માલિક, જુવાન દંપતી રશ્મિ અને રાજીવ દુબેનો દાવો હતો. પચપનમાં બચપન જેવા દેખાવાનાં છ હજારથી લઈને નેવું હજાર રૂપિયાનાં પૅકેજ આપવામાં આવ્યાં. ઉંમર કેટલી ઘટાડવી છે, કેટલી સેશન લેવી છે એના આધારે પૈસા લેવામાં આવ્યા. આવાં બ્યુટી પૅકેજ, ટ્રીટમેન્ટ લેવા માટે રીતસરનો ધસારો થયો.
હેમા માલિની અને રેખા ગણેશન્ સિત્તેર વટાવી ગયેલાં લોકો કોઈ પણ વયજૂથના મુકાબલે સૌથી વધારે રાજી રહેતાં હોય છે, પણ...
થેરાપી શરૂ થઈ ગઈ, પણ સબૂર. આ શું? મહિનાઓ સુધી થેરાપી લીધા પછી પણ ઉંમરમાં કંઈ ઘટાડો થયો નહીં. ચહેરો, લબડી ગયેલી ચામડી, વગેરે બધું જેમ ને તેમ હતાં. એ પછી લોકોએ બ્યુટી સેન્ટરને બદલે પોલીસસ્ટેશનનાં ચક્કર લગાવવા માંડ્યાં. રેણુ નામનાં એક મહિલાએ કહ્યું કે એમણે તો જુદી જુદી થેરાપી માટે સાડા દસ લાખ રૂપિયા આપ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી તો રશ્મિ-રાજીવ ગાયબ! રેણુબહેન જેવાં કંઈકેટલાં સ્ત્રી-પુરુષોને આશરે પચ્ચીસ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડીને બન્ને વિદેશ જતાં રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.
હવે જરા આ જુઓ...
ગયા મહિને એક અમેરિકન ફિલ્મ ધ સબ્સ્ટન્સ રિલીઝ થઈ. વાર્તાનો ટૂંકસારઃ એલિઝાબેથ સ્પાર્કલે (ડેમી મૂર) એક સેલિબ્રિટી છે. લોકપ્રિય ટીવીચૅનલ પર એની જૉબ છે. એક દિવસ એલિઝાબેથને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. કારણ? હવે એની ઉંમર ઢળી રહી છે. એલિઝાબેથ નોકરી ટકાવવા મરણિયા પ્રયાસ કરે છે. એને સબ્સ્ટન્સ નામના કોઈ ભેદી, એક્સપરિમેન્ટલ ડ્રગ વિશે ખબર પડે છે. ડ્રગ બનાવનારનો દાવો છે કે એ તમને જુવાન બનાવી દેશે. યુવાની પાછી મેળવવા એલિઝાબેથ સબ્સ્ટન્સ લે છે, જે કામચલાઉ તો કામચલાઉ, એનું યંગર વર્ઝન, સ્યુ (માર્ગારેટ ક્વાલી) તૈયાર કરે છે... પણ થોડા સમય બાદ ડ્રગની સાઈડ ઈફેક્ટ થવા માંડે છે, જે ફિલ્મને હોરરની શ્રેણીમાં મૂકી આપે છે.
Esta historia es de la edición October 21, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 21, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.