શર્મિષ્ઠા લગ્ન પછી જ્યારે લખનૌથી દિલ્લી આવી ત્યારે એક ખુલ્લા બાગબગીચાવાળા ઘરને છોડીને સાસરીના થ્રી બીએચકે ફ્લેટમાં રહેવું તેના માટે ખૂબ પીડાદાયક રહ્યું. થર્ડ ફ્લોર પર આવેલા ફ્લેટમાં રહેતા તેને ત્રિશંકુ જેવી ફીલિંગ થયા કરતી હતી. એક એવું ઘર જ્યાં ન છત પોતાની કે ન જમીન. ફ્લેટમાં સૂર્યપ્રકાશ પણ બરાબર આવતો નહોતો.
શર્મિષ્ઠા બાળપણથી યુવાની સુધી પોતાના જે ઘરમાં રહી હતી તે એક બંગલો હતો. સામે બગીચો, પાછળ કિચન ગાર્ડન. દરેક રૂમમાં બારીઓ અને ખુલ્લી સ્વચ્છ હવા. ઘરની વચ્ચે આંગણું અને આંગણામાં પડતું સૂર્યનું પહેલું કિરણ. આ સ્થિતિમાં જ્યારે સાસરીમાં આવીને તેને ફ્લેટમાં રહેવું પડ્યું ત્યારે ત્યાં તેને ગૂંગળામણ થવા લાગી. ચારેય બાજુથી બંધ ફ્લેટ, જેમાં હવાઉજાસના નામે માત્ર એક બાલ્કની હતી, જ્યાં ઊભા રહીને તે ઊંડાઊંડા શ્વાસ લેતી હતી.
હવે શર્મિષ્ઠાને આ જ ઘરમાં રહેવાનું હતું, કારણ કે દિલ્લી જેવી જગ્યામાં બંગલાની કલ્પના કરી શકાય તેમ નહોતી, તેથી તે ફ્લેટની બાલ્કીને એક એવો લુક આપવાનું વિચારવા લાગી જેનાથી પોતાનામાં કુદરતના સાંનિધ્યનો થોડો અહેસાસ જાગૃત થાય. પછી શર્મિષ્ઠાએ નાનાનાના કુંડામાં થોડાક છોડ લગાવ્યા.
ઘરની દરેક તૂટેલીફૂટેલી વસ્તુને તેણે પેઈન્ટ કરીને તેમાં નાના સીઝનલ ફ્લાવર વાળા છોડવા લગાવીને બાલ્કનીની રેલિંગ પર થોડાથોડા અંતરે લટકાવી દીધા. ક્યાંક જૂના જૂતામાં તો ક્યાંક ચાની કીટલીમાં છોડવાની વેલ લટકવા લાગી, જે ખૂબ આકર્ષક લાગતી હતી. વચ્ચેવચ્ચે તેણે રંગીન બલ્બવાળી લાઈટ અને નાનીનાની ઘંટડી લગાવી દીધી, જે હવાની લહેર આવતા આમતેમ લહેરાતી અને કર્ણપ્રિય સંગીત પેદા કરતી હતી.
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...