ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ આખરે ‘પુષ્પા’ના ફેન્સ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ‘પુષ્પા-૨: ધ રૂલ' થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. ‘પુષ્પા’નો પહેલો ભાગ એટલે કે ‘પુષ્પા: ધ રાઇઝ'થી દક્ષિણ ભારતના સ્ટાર અલ્લુ અર્જુને નોર્થમાં ડેબ્યુ કર્યું હતું. પુષ્પા એકથી જ તેમણે હિન્દી પ્રેક્ષકોને પોતાની તરફ ખેંચ્યા હતા. પુષ્પા ભાગ એકની જબરદસ્ત સફળતા બાદ અલ્લુ અર્જુનના ફેન્સ ‘પુષ્પા-૨ : ધ રૂલ'ની લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. ‘પુષ્પા-૨’ની રિલીઝને લઈને ઘણા ફેરફાર થયા અને આખરે ૫ ડિસેમ્બરે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મ પ્રેક્ષકો જે અપેક્ષાઓ લઈને ગયા હતા તે અપેક્ષા ઉપર ખરી ઊતરી છે, તેમ કહી શકાય.
‘પુષ્પા: ધ રાઇઝ'ની વાર્તા જ્યાં પૂરી થતી હતી, ત્યાંથી જ ‘પુષ્પાઃ ધ રૂલ'ની વાર્તા શરૂ થાય છે. પુષ્પાના પહેલા ભાગમાં પુષ્પારાજ લાલ ચંદનની સ્મગલિંગ આખા દેશમાં કરતો હતો, પરંતુ પુષ્પા-૨માં તે દેશના સીમાડા વટાવીને હવે વિદેશમાં પણ સ્મગલિંગ કરે છે. જોકે, આ વખતે તેની સામે આઈપીએસ ભવરસિંહ શેખાવત (મલયાલમ અભિનેતા છ્હાદ ફાસિલ) રસ્તો રોકીને બેઠા છે. પુષ્પા -૨માં તેનો રોલ વધુ લાંબો છે. હીરો તરીકે અલ્લુ અર્જુન છાપ છોડે છે, તો વિલનમાં પણ ઠ્ઠાદ ફાસિલે કમાલ કરી છે. શ્રીવલ્લીનું પાત્ર પુષ્પા એક કરતાં વધારે પુષ્પા-૨માં ખીલ્યું છે. તે સિવાય ‘પુષ્પા: ધ રાઇઝ'ના દરેક પાત્રને ‘પુષ્પા: ધ રૂલ'માં સરખો ન્યાય દિગ્દર્શક સુકુમાર દ્વારા આપવામાં આવ્યો છે. સીજીઆઈ અને એક્શન તથા સ્ટન્ટ આ ફિલ્મને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. ‘પુષ્પા : ધ રાઈઝ'માં પુષ્પાના ઉદય અને શરૂઆતની વાર્તા હતી કે કેવી રીતે એક મજૂરમાંથી લાલ ચંદનનો સૌથી મોટો સ્મગલર એટલે કે પુષ્પામાંથી પુષ્પારાજ બને છે, જ્યારે ‘પુષ્પા ટુ : ધ રૂલ'માં પુષ્પામાં અલ્લુ અર્જુન એટલે કે પુષ્પા કેવી રીતે રાજ કરે છે તેની વાર્તા છે. અને આ રાજમાં પ્રક્ષકોને ખૂબ મજા પડે છે.
ફિલ્મ મોડી રિલીઝ થવાનું કારણ?
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ