અમારા ગામમાં કોઈ ઘરને દરવાજા જ નથી... આવું કોઈ કહે તો તરત જ મહારાષ્ટ્રમાં આવેલા શનિ શિંગણાપુર ગામની ચર્ચા થાય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચોટીલા હાઈ-વે વચ્ચે અંતરિયાળ સાતડા નામનું એક ગામ પણ આવી ખાસિયત ધરાવે છે એ બહુ ઓછા લોકો જાણતા હશે. ગામની કોઈ પણ ગલીમાં ફરો, કોઈ ઘરને ડેલો કે દરવાજા જ નથી. આજના સમયમાં અચરજ પમાડે એવું આ ગામ છે.
કુવાડવા નજીક નૅશનલ હાઈ-વેથી અંતરિયાળ કાચા રસ્તેથી પસાર થઈને સાતડા ગામની મુલાકાત લઈને જોયું તો ઘડીભર માનવામાં ન આવે એવાં દશ્યો દરેક ઘરબહાર જોવા મળે. કાચું ઘર હોય કે સ્લેબ ભરેલું પાક્કું મકાન હોય, કોઈ ઘરમાં આગળના ભાગે લોખંડ કે લાકડાંના કોઈ પણ પ્રકારના દરવાજા જ નહીં. જે કોઈ આડશ કે દરવાજો હોય એ ઘરની અંદરના ઓરડાને જ હોય. એક-બે શેરી વટાવીને અમે ગામના રામજી મંદિર તરફ ગયા, જ્યાં કેટલાક વૃદ્ધો બેઠા હતા.
રામજી મંદિરે આયખાના સાત દાયકા વટાવી ચૂકેલા બાબુભાઈ ડાંગર કહે છેઃ ‘બે-પાંચ વર્ષથી નહીં, પરંતુ પેઢીઓથી સાતડા ગામમાં જેટલાં ઘર છે એને દરવાજા ફિટ કરવામાં આવતા નથી. અમારા વડીલોએ મકાન બનાવ્યાં ત્યારે થી. અમારા થડીલોએ મકાન બનાવમાં ત્યારે પણ આંગણાં ખુલ્લાં જ રાખ્યાં હતાં, કોઈ આડશ કે દરવાજા બનાવાયાં જ નથી. નવી પેઢી પણ આ જ રસ્તે ચાલી રહી છે. નવાં મકાનોમાં પણ દરવાજા કે ડેલા કોઈ બનાવતું નથી અને જે લોકો બનાવે એને ધંધામાં કે પરિવારમાં મુશ્કેલી આવે છે.’
બાબુભાઈ એ પછી એક ઘર તરફ ઈશારો કરી કહે છેઃ જુઓ, આ ઘરમાં ડેલો બનાવ્યો હતો તો એને ભોગવવું પડ્યું.’
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.