મેનેજમેન્ટનો ક્લબ સમાસેવાની રાહ પર...
Chitralekha Gujarati|July 08, 2024
અનેક શૈક્ષણિક સિદ્ધિ, પ્રોફેસર તરીકેની અત્યંત સફળ કારકિર્દી તથા રોકેટની જેમ વધી રહેલા બિઝનેસનાં સંચાલન પછી મુંબઈનાં આ મહિલાને સમાજસેવાનું ઘેલું એવું તો લાગ્યું કે એમણે નબળા વર્ગના યુવાનોને યોગ્ય જૉબ સ્કિલ આપવાનું શરૂ કર્યું. આગળ જતાં ગ્રામીણ વિસ્તારોની જળસમસ્યા અને ખેતીના પ્રશ્નો ઉકેલ્યા તો સાથે વૃક્ષારોપણ ઝુંબેશ અને સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે પણ પાયાનાં કામ કર્યાં.
ડૉ. સારિકા કુલકર્ણી સમીર પાલેજા
મેનેજમેન્ટનો ક્લબ સમાસેવાની રાહ પર...

મના પતિ આઈઆઈટી-મુંબઈ અને આઈઆઈએમ-અમદાવાદના ડિગ્રીધારી. સાથે ફંડ મૅનેજમેન્ટનો કસદાર વ્યવસાય પણ ખરો. એ માનુની પોતે પણ મૅનેજમેન્ટમાં માસ્ટર્સ અને ડૉક્ટરેટ થઈને મુંબઈની જમનાલાલ બજાજ તથા એસ.પી. જૈન જેવી ખ્યાતનામ મૅનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવે.

એમને એક દીકરી પર દીકરો આવ્યો ત્યારે મૅટરનિટી લીવ દરમિયાન એમણે વિચાર કર્યો કે આન્ત્રપ્રેન્યૉર બનવાની વર્ષો જૂની ઈચ્છા હવે તો પૂરી કરવી જ રહી. અભી નહી તો કભી નહી... રજા લંબાવીને પોતાનો વ્યવસાય શરૂ કરવાની કોશિશ તો કરું. એ નહીં ચાલે તો નોકરી છે જ...

આજે બે દાયકા પછી આ મહિલા એટલે કે ડૉ. સારિકા કુલકર્ણી એક સફળ બિઝનેસવુમન તો ખરાં જ, સોશિયલ આન્ત્રપ્રેન્યૉર પણ છે. આ રોમાંચક પ્રવાસની કથા જણાવતાં સારિકાજી પ્રિયદર્શિનીને કહે છેઃ

બિઝનેસનો કોઈ જોરદાર આઈડિયા મારી પાસે નહોતો એટલે સૌથી સહેલો માર્ગ કોઈના ચાલુ બિઝનેસની ફ્રેન્ચાઈઝી લેવાનો હતો. મેં અમેરિકામાં યોજાતા સેમિનાર્સ-કૉન્ફરન્સનું ટ્રાન્સક્રિપ્શન (ઑડિયો ટુ વર્ડ) કરીને આપવાનું કામ લીધું. અનુભવ નહોતો, પણ અમે ૩૩ કર્મચારી સાથે શરૂ કર્યું. એમાં ઑડિયો સાંભળીને કમ્પ્યુટર પર ઝડપી ટાઈપિંગ કરી આપતા ૧૫ ટ્રાન્સ્ક્રાઈબર હતા. આઠ તો સંપાદક રાખ્યા હતા અને લખાણના ફાઈનલ અપ્રૂવલ માટે બીજા માણસો. બિઝનેસ દોડવા માંડ્યો ત્યારે નોકરીમાંથી રાજીનામું આપ્યું.’

આ એક પ્રકારના બીપીઓ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ) દ્વારા સારિકા કુલકર્ણીએ ઘણા ઉતાર-ચઢાવ જોયા. ખાસ તો કોઈ કર્મચારી અચાનક નોકરી છોડી જાય ત્યારે બહુ તકલીફ થતી. જો કે એ કાળે ૨૦૦૪-૨૦૦૫માં વીમેન આન્ત્રપ્રેન્યૉરને પ્રમાણમાં સહેલાઈથી લોન મળતી એટલે ફન્ડિંગના જોરે ગાડું ગબડી જતું. ૨૦૦૬૨૦૦૭માં સારિકાબહેને નોંધ્યું કે એમને ત્યાં નોકરી કરતા કૌશલ્યવાન યુવાનો બીજે હજારેક રૂપિયાનો પગારવધારો મળે તો પણ જૉબ છોડી જાય છે. એના કરતાં નબળા વર્ગના યુવાનોને તૈયાર કરું તો?

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
અક્ષમતા પુરવાર કરો ને બનો આઈએએસ!
Chitralekha Gujarati

અક્ષમતા પુરવાર કરો ને બનો આઈએએસ!

મહારાષ્ટ્રની આ ‘ગરીબ’ યુવતી બોગસ સર્ટિફિકેટ આપીને સરકારી ઑફિસર બની બેઠી હોવાની બબાલ જામી છે.

time-read
2 mins  |
July 29, 2024
ગિફ્ટ સિટીએ આપી બે ગિફ્ટ
Chitralekha Gujarati

ગિફ્ટ સિટીએ આપી બે ગિફ્ટ

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ન જઈ શકનારા વિદ્યાર્થીઓ હવે ગિફ્ટ સિટીના માધ્યમથી એ સપનું સાકાર કરી શકશે. એ જ રીતે, અહીંથી બીજા દેશોમાં વિવિધ ઉપયોગ માટે નાણાં મોકલવાનો પ્લાન કરનારી વ્યક્તિનું કામ પણ અહીં થઈ જશે.

time-read
2 mins  |
July 29, 2024
કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?
Chitralekha Gujarati

કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?

કેફી દ્રવ્યોની લતનું પ્રમાણ આપણાં બાળકો-તરુણોમાં બહુ વધી રહ્યું છે. એ રોકવાના ઉપાય છે...

time-read
3 mins  |
July 29, 2024
છોટી સી બાતથી છૂટાછેડા સુધી...
Chitralekha Gujarati

છોટી સી બાતથી છૂટાછેડા સુધી...

સંબંધમાં વિચ્છેદ ન પડે એવું ઈચ્છતાં હો તો આટલી તકેદારી લો.

time-read
3 mins  |
July 29, 2024
મોનસૂન સ્પેશિયલ વાનગી આરોગવાના હેલ્થી નુસખા
Chitralekha Gujarati

મોનસૂન સ્પેશિયલ વાનગી આરોગવાના હેલ્થી નુસખા

ચોમાસા દરમિયાન પુછાતો યક્ષપ્રશ્નઃ આવી ચીજવસ્તુ ખાવી કે નહીં?

time-read
3 mins  |
July 29, 2024
બાળકોની મીઠી બીમારી સામે બે ડોક્ટર બહેનોનો જંગ
Chitralekha Gujarati

બાળકોની મીઠી બીમારી સામે બે ડોક્ટર બહેનોનો જંગ

સારવારનો અભાવ બાળકોને મોત નહીં તો પણ યાતનામય જિંદગી તરફ ધકેલે એવા ટાઈપ-વન પ્રકારના ડાયાબિટીસ વિશે લોકોને સભાન કરવાનું કામ એમને વધુ સંતોષ આપે છે. આખરે તો દાદાજીને આપેલા વચનનું એનાથી પાલન થાય છે.

time-read
6 mins  |
July 29, 2024
શહીદોના પરિવારને સુરત પોંખે છે, અનેરી રીતથી
Chitralekha Gujarati

શહીદોના પરિવારને સુરત પોંખે છે, અનેરી રીતથી

સરહદ પર લડવા સિપાહીઓ છે, પણ સરહદની અંદર રહીને દેશસેવાની મશાલ પણ કોઈએ તો પ્રગટાવવી જોઈએ ને? સુરતની એક સંસ્થા દેશભરના શહીદના પરિવારો માટે સેવાનું અનોખું કામ કરે છે.

time-read
2 mins  |
July 29, 2024
હમ તિરંગા ગાડ દેંગે આસમાનોં પર!
Chitralekha Gujarati

હમ તિરંગા ગાડ દેંગે આસમાનોં પર!

ઑપરેશન વિજયની સ્વર્ણજયંતી હિંદુસ્તાન કો નાઝ હોગા હમ દીવાનોં પર... પચ્ચીસ વર્ષ પહેલાં પાકિસ્તાનની દગાખોરીનો આપણા શૂર સિપાઈઓએ જડબાંતોડ જવાબ આપ્યો એની સ્વર્ણજયંતી ૨૬ જુલાઈએ દેશભરમાં ઊજવાશે. કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના કારગિલ જિલ્લાની દ્રાસ નગરીમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલું વિજય સ્મારક હવે દેશના પર્યટનસ્થળની યાદીમાં ઉમેરાયું છે. ઉમ્બંગ ઘાટીઓની શૃંખલાથી બનેલો કારગિલ જિલ્લાનો એક અનોખો ઈતિહાસ છે, ભૌગોલિક વિશેષતા તથા પોતીકી સંસ્કૃતિ છે.

time-read
4 mins  |
July 29, 2024
કારગિલની શાંત પહાડી પર દગાખોરીની આગ
Chitralekha Gujarati

કારગિલની શાંત પહાડી પર દગાખોરીની આગ

શાંતિનો સંબંધ બંધાઈ રહ્યો હતો અને લડાખના પર્વતો પર બરફ પીગળી રહ્યો હતો ત્યારે ભારતીય સરકાર અને સેનાને ગાફેલ રાખી પાકિસ્તાને કારગિલ અને એની આસપાસની નિયંત્રણરેખા ઉવેખી ભારતમાં ઘૂસણખોરી કરી. આશરે અઢી મહિના બાદ પાક સેનાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. જો કે એ પહેલાં સરહદની બન્ને બાજુ જવાનોની ભારે ખુવારી થઈ. ઑપરેશન વિજય’ને પચ્ચીસ વર્ષ પૂરાં થવામાં છે ત્યારે ‘ચિત્રલેખા’ તાજા કરે છે કારગિલ યુદ્ધના આંખેદેખ્યા હાલનો પ્રથમ મણકો.

time-read
4 mins  |
July 29, 2024
સરહદ, સૈનિક અને સેવા
Chitralekha Gujarati

સરહદ, સૈનિક અને સેવા

ગંભીર માંદગીનું દર્દ ભૂલવા મથતાં બાળકે હૉસ્પિટલના બિછાને ચિત્રો દોર્યાં અને સૈનિકોને મળવાની જીદ પકડી. એમાંથી પાંગરી દેશપ્રેમની પ્રવૃત્તિ. તનથી પીડિત, પણ મનથી મજબૂત દિલ્હીના બાળવીર અથર્વ તિવારીના અનોખા મિશનની પ્રેરક કથા.

time-read
5 mins  |
July 29, 2024