સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો...
Chitralekha Gujarati|July 15, 2024
આયર્ન-ફોલિક ઍસિડની સાથે સાથે કૅલ્શિયમ સભર આહાર ગણાય આ ગાળામાં ઉત્તમ.
હિરવા ભોજાણી
સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો...

પ્રસ્તુત છે, આહાર-વિહારની આ વખતની કૉલમમાં વાચકોના પ્રશ્નોના ઉત્તર...

પ્રશ્નઃ મારી પુત્રીને અત્યારે પ્રેગ્નન્સીનું સેકન્ડ ટ્રાયમેસ્ટર ચાલે છે. આ સમયે ખોરાકમાં ખાસ શું ધ્યાન રાખવું? ખાસ તો આયર્ન અને હિમોગ્લોબીન વધારવા શું ધ્યાન રાખવું, કયા પ્રકારનો આહાર કેવી રીતે લેવો એ વિશે માર્ગદર્શન આપશો.

લીના આઠા (અમદાવાદ)

ઉત્તરઃ આમ તો સમગ્ર પ્રેગ્નન્સી દરમિયાન પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર લેવાય એ ખાસ જરૂરી છે. ગર્ભાવસ્થાની શરૂઆતમાં જ ડૉક્ટર તમને આયર્ન-ફોલિક ઍસિડની દવા શરૂ કરે છે. આ દવા ગર્ભાવસ્થાના અંત સુધી એટલે કે પ્રસૂતિ થાય ત્યાં સુધી તો લેવાની જ હોય છે. ત્રીજા મહિનાથી એટલે કે સેકન્ડ ટ્રાયમેસ્ટરમાં આયર્ન-ફોલિક ઍસિડની સાથે સાથે કૅલ્શિયમની દવા પણ શરૂ કરવામાં આવે છે, કારણ કે આ સમયે ભ્રૂણમાંથી બાળક બનવાની શરૂઆત થાય છે.

જેવી રીતે સગર્ભા સ્ત્રી દવા લે એવી જ રીતે પોષક તત્ત્વોથી ભરપૂર આહાર એટલે કે આયર્ન-ફોલિક ઍસિડ તેમ જ કૅલ્શિયમયુક્ત આહાર લેવો જરૂરી છે. આ ઉપરાંત, બાળકના ગર્ભમાં પૂર્ણતઃ વિકાસ માટે પ્રોટીન પણ પૂરતી માત્રામાં લેવું જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન ૬૦થી ૭૦ ગ્રામ જેટલું પ્રોટીન લેવાય એ જરૂરી છે, જે તમારી ટોટલ કૅલરીના વીસથી પચ્ચીસ ટકા થઈ શકે. નૉર્મલ સ્ત્રી કરતાં ગર્ભાવસ્થા દરમિયાન કૅલરીની જરૂરત પણ વધે છે.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
Chitralekha Gujarati

નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?

છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.

time-read
3 mins  |
September 09, 2024
સામતા પર કેમ મેળવશો અંકુશ
Chitralekha Gujarati

સામતા પર કેમ મેળવશો અંકુશ

તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.

time-read
3 mins  |
September 09, 2024
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
Chitralekha Gujarati

ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..

આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.

time-read
2 mins  |
September 09, 2024
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
Chitralekha Gujarati

પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?

મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.

time-read
4 mins  |
September 09, 2024
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
Chitralekha Gujarati

જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?

ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...

time-read
3 mins  |
September 09, 2024
હવે પડશે દ્વારકાનો વટ...
Chitralekha Gujarati

હવે પડશે દ્વારકાનો વટ...

પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.

time-read
3 mins  |
September 09, 2024
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
Chitralekha Gujarati

તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ

પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.

time-read
4 mins  |
September 09, 2024
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
Chitralekha Gujarati

ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...

ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?

time-read
4 mins  |
September 09, 2024
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
Chitralekha Gujarati

હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી

ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.

time-read
5 mins  |
September 09, 2024
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
Chitralekha Gujarati

સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...

HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર

time-read
3 mins  |
September 09, 2024