તમારી પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ છે? લાઈફ ઈન્સ્યોરન્સ તો હશે તે અત્યારના સમયમાં આમ પણ આ બન્ને અનિવાર્ય થઈ ગયા છે. વ્યક્તિ ભારેખમ મેડિકલ ખર્ચથી બચવા અથવા એમાં રાહત મેળવવા વીમા યોજનામાં ભાગ લે છે તેમ જ પોતાના પરિવારની આર્થિક સલામતી કે રક્ષા માટે લાઈફ ઈન્સ્યોરન્સ કઢાવે છે.
ભવિષ્યની જોગવાઈ તથા આર્થિક સલામતીને ધ્યાનમાં રાખી એણે આ બોજ નિયમિત પ્રીમિયમ ભરીને ઉઠાવવો પડે છે. આ બોજ પર સરકારે લાંબા સમયથી બીજો એક બોજ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ના નામે નાખી દીધો છે, એ પણ ૧૮ ટકા જેવો ઊંચો! અત્યારે આ બોજ હટાવવા કે એનો વેરાદર ઓછો કરવા દબાણ થઈ રહ્યું છે ત્યારે સરકાર હસ્તકની જીએસટી કાઉન્સિલ એમ કરવામાં સત્તર વિચાર કરી રહી છે. ખરેખર તો હેલ્થ ઈન્સ્યોરન્સ જેવી સ્કીમ પર આટલો ઊંચો કરબોજ હોવો જ ન જોઈએ અને જ્યારે એ મધ્યમ વર્ગની કમર તોડી રહ્યો છે ત્યારે સરકારે એનો નિર્ણય ઝડપથી લેવો જોઈએ એને બદલે સરકાર પોતાને ટૅક્સની આવકમાં કેટલો અને કેવો ફરક પડશે એની ગણતરી કરવા બેસી સમયને વધુ આગળ ખેંચી રહી છે.
વોટ બૅન્ક માટે સરકાર રાહત આપવા રાજી રાજી
અગાઉ જે મર્યાદિત વર્ગના વરિષ્ઠો માટે હતી એ આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકારે હવે ૭૦ વર્ષની વય ઉપરના દેશના તમામ વરિષ્ઠ નાગરિકો માટે અમલમાં મૂકવાનો નિર્ણય જાહેર કર્યો છે. એ અંતર્ગત વ્યક્તિદીઠ પાંચ લાખ રૂપિયાની જોગવાઈ છે. એ પહેલાં મહારાષ્ટ્ર સરકારે મધ્ય પ્રદેશની જેમ લાડકી બહેનના નામે એક સ્કીમ જાહેર કરી ગરીબ વર્ગની તમામ યુવતીને ૧૫૦૦ રૂપિયા એના બૅન્ક એકાઉન્ટમાં જમા કરવાની શરૂઆત કરી છે. વિવિધ રાજ્ય સરકારો વોટ બૅન્ક બનાવવા યા મજબૂત કરવા આવી લહાણી કરતી રહે છે. આમાં બધા જ રાજકીય પક્ષો આવી જાય છે. કોઈ પાણી અને વીજળી મફત આપે છે તો કોઈ અનાજ. કોઈ લોન માફ કરે છે તો કોઈ બીજી રીતે સરકારી તિજોરીનાં નાણાં લુટાવે છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.