માથાફરેલ આગેવાન તરીકે પંકાઈ ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પ મહિના ઓછા સમયમાં ફરી અમેરિકી પ્રમુખ તરીકે શપથ લેશે. ટ્રમ્પ અને એમનાં હરીફ ઉમેદવાર ડેમોક્રેટિક પાર્ટીનાં કમલા હેરિસ વચ્ચે ચૂંટણીમાં ભારે ચડસાચડસી થશે એવી અટકળથી વિપરીત ટ્રમ્પ અનેક ધારણાને વટાવી સારીએવી સરસાઈથી ચૂંટણી જીત્યા. પરંપરાગત રીતે ડેમોક્રેટિક પાર્ટી જીતતી હોય એવાં કેટલાંક રાજ્યો પણ આ વખતે ટ્રમ્પની તરફેણમાં ગયાં. સાથોસાથ અમેરિકી સંસદના નીચલા ગૃહ (હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ) માટે થયેલા મતદાનનાં અત્યાર સુધીનાં પરિણામ પણ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બહુમતી સૂચવી રહ્યાં છે તો હમણાંની દ્વિવાર્ષિક ચૂંટણી પછી સંસદના ઉપલા ગૃહ (સેનેટ)માં પણ ટ્રમ્પના પક્ષે બહુમત મેળવી લીધો છે.
ભારત કરતાં અમેરિકાની ચૂંટણી અલગ છે. ત્યાં મતદારો એમના સંસદસભ્યો ચૂંટવાની સાથોસાથ પ્રમુખ માટે પણ અલગથી વોટ કરે છે. પાછલાં વર્ષોમાં બહુ ઓછી વાર બન્યું છે કે અમેરિકી · પ્રમુખ જે પક્ષનો હોય એ જ પક્ષ એની સંસદનાં બન્ને ગૃહમાં સરસાઈ ધરાવતો હોય. આવી સ્થિતિમાં પ્રમુખ માટે નીતિ ઘડવાથી માંડી અનેક કામ સરળ થઈ જાય. ટ્રમ્પ તો આમ પણ પોતાનું ધાર્યું કરવા ટેવાયેલા છે અને અનેક બાબતમાં જક્કી વલણ લેવા માટેય જાણીતા છે. દુનિયાનાં ઘણાંખરાં મહાનગર જેમ અલગ અલગ ખૂણેથી આવી વસેલા લોકોથી ભર્યાં હોય એમ અમેરિકા તો આખો દેશ નોખી નોખી સંસ્કૃતિ અને નોખી નોખી ભૌગોલિક ઓળખવાળા લોકોથી બન્યો છે. આવા લાખો વસાહતીઓએ અમેરિકાને એમનું વતન બનાવ્યું છે અને એક ઉદાર મિજાજી રાષ્ટ્ર તરીકેની એની છાપ પણ આ ઓળખને કારણે જ છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.