CATEGORIES
વિવાદની માનસિકતામાંથી મુક્ત થવાની જરૂર
ગાંધીજીને પ્રિય ધૂન હોવાને કારણે તેમાં ક્યારેય બદલાવ જ ન થઈ શકે: એ માનસિકતા યોગ્ય નથી આપણે એ કેમ વિચારતા નથી કે લશ્કરી બેન્ડ પર 'અય મેરે વતન કે લોગો..'ની ધૂન વાગશે ત્યારે કેટલા ચહેરા ખીલી ઊઠશે
વિદાય આપવાની વ્યથા!
કોરોના વાઇરસને કારણે પારસી સમાજમાં થતી મૃતકની પરંપરાગત દખમાવિધિ હાલ ચર્ચામાં આવી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યાં સરકારે જવાબ રજૂ કર્યો છે કે કોવિડ–૧૯ના કારણે મૃતક પારસી વ્યકિતની દખમાવિધિની પરવાનગી આપી શકાય તેમ નથી. બહોળા હિતને ધ્યાનમાં રાખીને સરકારે યોગ્ય પગલાં લીધાં, પણ તેનાથી આ સમાજમાં સ્વજનને વિદાય આપવાની એક નવી વ્યથાએ જન્મ લીધો છે..
બજેટની અડફેટે આવતાં પહેલાં...!
રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એની સાચી માહિતી વાઇફને જ હોય છે!' 'આલેલ્લે!' અર્થશાસ્ત્રીએ ઊભા થતાં કહ્યું, 'તમે પણ એવું માનો છો, મારા જેવું જ?!'
મોસમ છલકે
પતિ, સાસરિયાં કે સગાંવહાલાં જો અત્યાચાર આચરતા હોય તો ભારતની અમેરિકામાં આવેલ એમ્બેસી દ કરે છે. અમેરિકામાં આવી ત્રાસેલી સ્ત્રીઓને મદદ કરવા અનેક સંસ્થાઓ કાર્યરત છે
પોલીસ પર પ્રજાને કેટલો વિશ્વાસ છે?
દેશ આખો ૨૬મી જાન્યુઆરીનું પ્રજાસત્તાક પર્વ હાલમાં જ ઉજવીને પરવાર્યો છે. જોકે, પ્રજાની રક્ષક એવી પોલીસને લઈને લોકોની માન્યતા હજુ પણ બદલાઈ નથી. લોકો સ્વીકારી શકતા નથી કે પોલીસ તેની રક્ષા માટે છે. ત્યારે એ કયાં કારણો છે જે પોલીસ પર પ્રજાને વિશ્વાસ મૂકતા રોકે છે, તેની અહીં વાત કરીએ..
ગુજરાતી લેખન 'ને વાંચન
સર્જન નવું હોય એને જ કહેવાય. રિમિક્સ કે રિમેક જેવું જે કોઈ એડિટેડ યા અપડેટેડ વર્ઝન હોય એ સર્જન ના કહેવાય. ગુજરાતીમાં ખરા સર્જન માટે સર્જન શબ્દ આગળ મૌલિક શબ્દ જોડાય છે ટેગ ઉપર પાછા હેશટેગ આવ્યા. બઝવર્ડ. જગત એટલે જે નિરંતર ગતિમાં છે તે. ગુજરાતી કાવ્યતા ઘૂસાડી ચાટુકડો અર્થ ખેંચી કાઢવો હોય તો જે ગાડે એ જગત. ગુજરાતી સાહિત્ય જગત છે? કોર્ટમાં કેસ ચાલે કે ઘરમાં કંકાસ, પ્રત્યેક શબ્દ તેના સાચા અર્થ 'ને ઉપયોગ સાથે મહત્વનો બને છે. જૂના શબ્દ હડસેલવા ને નવા શબ્દ કામમાં લેવા અંગે સંકુચિતતા રાખવી એ ખોટું
રોબોક્લિપ્સ : આવનારી ઊથલપાથલમાં ટકવાના ઉપાયો
રૉબોક્લિપ્સ જેવું કશું નજીકના ભવિષ્યમાં શક્ય બનશે. ઊલટાનું તે માને છે કે મનુષ્ય પોતે જ રૉબોટ જેવો બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે અંધ કે બધિર લોકો માટે એવા સક્ષમ ‘ન્યૂરલ ઇમ્પ્લાન્ટ’ નામક સૂક્ષ્મ ઉપકરણો આવનારા દાયકામાં ઇજાદ થયા હશે જે દેશ્ય અને ધ્વનિની સચોટ માહિતી સીધી જ દિમાગને પહોંચાડશે
ભારતના પ્રથમ અખબાર હિકી'સ બંગાલ ગેઝેટની દાસ્તાન!
હિકીના ગેઝેટે અન્ય લોકોને તેમના પોતાના અખબાર, સામયિક શરૂ કરવા પ્રેરણા આપી. રાજા રામ મોહન રોય, બીજા બંગાળી લેખકો બંગાળ ગેઝેટના લેખકોમાંના એક હતા
..ને કરછનું સરદારગંજ બન્યું ગાંધીધામ
દેશના ભાગલા પછી વિસ્થાપિત એવા સિંધી લોકોને વસાવવા, તેમની જેવી જ સંસ્કૃતિ અને ભાષા ધરાવતા કચ્છ પર પસંદગી ઉતારાઈ. કચ્છના મહારાવે ૧૫ હજાર એકર જમીન સિંધી લોકો માટે ફાળવી. આજે અહીં વિકસેલું અને મેટ્રોપોલિટિયન શહેર બનેલું ગાંધીધામ ઊભું છે પરંતુ તેની સ્થાપના વખતની વાત બહુ ઓછા લોકોના ધ્યાનમાં છે..
ડોલરિયા ચરોતરની વિધાર્થીયાત્રા
વિદેશ અભ્યાસ પહેલેથી જ ગુજરાતના વિધાર્થીઓનું સપનું રહ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧માં પણ કેનેડા બાદ અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વર્ષે ૧૫ હજાર વિદ્યાર્થીઓ અમેરિકા અને ૧૮ હજાર કેનેડા અભ્યાસ માટે જઇ રહ્યા છે અને તેમાં ચરોતરના વિધાર્થીઓની સંખ્યા અનુક્રમે ૪૫૦૦ અને કેનેડામાં ૮૦૦૦ છે. ત્યારે ડોલરિયા ચરોતરની આ વિદ્યાર્થીયાત્રાને અહીં નજીકથી સમજીએ.
.. જ્યારે ગાંધીજી અને મોત વચ્ચે હાથવેંતનું છેટું રહી ગયેલું
જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ની સાંજે ગાંધીજીની હત્યા થઈ ત્યાર પહેલાં અનેક પ્રસંગે મૃત્યુ સાથે ગાંધીજીનો આમનોસામનો થઈ ચૂક્યો હતો. તેની વિગતો મોટે ભાગે ઇતિહાસમાં દટાઈ ચૂકી છે. હવે ગોડસેવાદે ફરી માથું ઊંચક્યું છે, કાયરતા બહાદુરી તરીકે – દ્વેષ દેશપ્રેમ તરીકે રજૂ થઈ રહ્યાં છે ત્યારે ગાંધીજીએ વહોરેલાં અને વેઠેલાં જીવનાં જોખમોની માહિતી વાંચનારની સમજ અને સંવેદનશીલતાનો વિસ્તાર કરી શકે એવી છે.
'વીજળીમેન': દેશી સુપરહીરો!
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ની તોતિંગ સફળતાથી બૉલિવૂડ ‘ચોંકી' ગયું છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની રિમેક લાઇનમાં છે અને ત્યાંના ડબ્દ વર્ઝન ધોમધોકાર ચાલી રહ્યા છે. આ 'ચાલવા' પાછળનું કારણ અને એક મજેદાર દેશી સુપરહીરો ફિલ્મ 'મિન્નલ મુરલી'ની આજે વાત કરી છે.
ભારતીય ફિલ્મોમાં ફૂડોત્સવઃ કુછ ખટ્ટા-મીઠા લેતે ચલે..
ભારતની ચટાકેદાર વાનગીઓ ઉપર હિન્દી ફિલ્મોમાં મજેદાર ગીતો બન્યા છે, સીન્સ ફિલ્માવાયા છે. અમુક ફિલ્મોમાં ઉદ્દીપક કૂકિંગ અને ફૂડ છે, તો અમુક ફિલ્મમાં વાર્તા જ ફૂડની આસપાસ ફરે છે
મિશનરીઝ ઓફ ચેરિટીનું લાઇસન્સ જલ્દી રિન્યૂ કેમ થઈ ગયું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત નવેમ્બરમાં જયારે વેટિકન ગયા હતા ત્યારે પોપને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું
જ્યારે સાક્ષી પુરાવે છે પાપડી ત્યારે બને છે ઊંબાડિયું..
સુરતથી મુંબઈ તરફ જાવ અને નવસારીથી વલસાડની વચ્ચે ભાગ્યે જ કોઈ ગુજરાતીની ગાડીની બ્રેક નહીં વાગતી હોય. આ બ્રેક વાગવાનું કારણ કોઈ સ્પીડ બ્રેકર કે ટ્રાફિક નહીં, પરંતુ વલસાડનું ફેમસ ઊંબાડિયું છે. નેશનલ હાઈવે નંબર ૪૮ પર નવસારીથી વાપીની વચ્ચે હાઈવેની બંને બાજુ ૩૦૦થી વધુ ઊંબાડિયાના સ્ટોલ ઊભા થઈ ગયા છે. ઊંબાડિયાનો ચટાકેદાર ટેસ્ટ એ જ એક માત્ર કારણ છે. કડકડતી ઠંડીમાં જો ઊંબાડિયું મળી જાય તો ગુજરાતી સ્વર્ગ મળ્યાનું સુખ અનુભવે. આવા સુખની શોધમાં અમે ઊંબાડિયાના જન્મદાતા એવા વલસાડના ડુંગરી ગામમાં પહોંચ્યા..
આરોગ્યપ્રદ ઉત્પાદનો વડે વાનગીઓને સમૃદ્ધ બનાવે છે ‘સત્વમ'
‘શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ શીખો'
કચ્છીઓનો શિયાળો અડદિયા વિના વધુ અધૂરો
અડદિયા ગુજરાતમાં શિયાળામાં ખવાતી ખાસ વાનગી છે. જોકે ૩૬થી ૪૦ જેટલાં વસાણાં નાખીને બનતા કચ્છી અડદિયા ગુજરાતમાં અન્યત્ર બનતા અડદિયાથી અલગ જ હોય છે. ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, રાજસ્થાન 'ને વિદેશોમાં પણ શિયાળામાં ખવાતા અડદિયામાં શું છે ખાસ ચાલો જાણીએ.
'આઝાદી' અમારો લગ્નસિદ્ધ અધિકાર છે!
પેલી કહેવત તો સાંભળી છે ને તેં કે, 'પતિ થયો એ પતી ગયો !' પતી ગયો?' 'હા, પતી ગયો. એક પુરુષ તરીકે પતી ગયો, આઝાદ વ્યક્તિ તરીકે પતી ગયો.'
પી પિઝાનો પી
નેપલ્સના રાણી માર્ગરિટા ફ્રેન્ચખાણું ખાઈને થાક્યાં હતાં. ખાનસમાં રફાએલે ત્રણ પ્રકારના પિઝા બનાવ્યા. મહારાણી માર્ગરિટા હેપી થઈ ગઈ. એમના સન્માનમાં ત્રીજો પિઝા માર્ગરિટા પિઝા જાહેર થયો! ટોમ 'ને જેમ્સ નામના બે સાહસિકોની કંપની ડોમિનિક્સ સ્પીડમાં ડિલિવરી કરવા માટે જાણીતી થઈ. એ જ કંપની આખા અમેરિકામાં અને પછીથી સમગ્ર વિશ્વમાં ડોમિનોઝ તરીકે છવાઈ ગઈ!
ગુજરાતની સોડમ સમાણી ઊંધીયાના સ્વાદમાં
ઊંધિયું ગુજરાતીઓની માનીતી અને ભાવતી ડિશ. શિયાળો શરૂ થતાં જ દરેક જગ્યાએ ઊંધિયાના બોર્ડ લટકતાં જોવા મળે ત્યારે ગૃહિણીઓ પણ શિયાળો આવતા ઊંધિયાપાર્ટી કરવાનું આયોજન કરે છે. ગુજરાતીઓની મનગમતી આ ડિશ અનેક પ્રકારે બનાવવામાં આવે છે અને તેની સોડમ ગુજરાત પૂરતી નહીં, સાત સમંદર પાર પણ છે ત્યારે ૧૨થી ૧૫ પ્રકારના ઇન્ટેડિયટ્સથી બનતું ઊંધિયું અને તેની સાથે જોડાયેલી અનેક વાતો અહીં કરવી છે.
ડીઝાઈનર ફૂડ: આહાર સજાવટની અનોખી દુનિયા
આહારને લઈને જેમ-જેમ લોકો સજાગ થતાં જઈ રહ્યાં છે તેમ-તેમ તેમાં વપરાતા પદાર્થો અને અન્ય સામગ્રીમાં પણ સંશોધકો ફેરફારો કરીને વધુ સારી પ્રોડક્ટ તૈયાર કરતાં થયા છે. જિનેટિકલી મોડિફાઇડ શબ્દ આપણે સાંભળ્યો છે, પણ તેને લઈને ઘણે અંશે નકારાત્મક દૃષ્ટિકોણ બંધાઈ ચૂક્યો છે. એવામાં એ જ ટેકનોલોજીની સકારાત્મક બાજુ એવા ડિઝાઇન ફૂડના કોન્સેપ્ટથી સામાન્ય માણસ અજાણ જ રહ્યો છે ત્યારે અહીં તેના વિશે વિગતે વાત કરીએ..
બિરજુ મહારાજજીએ જીવનના મંચ ઉપરથી વિદાય લીધી..
કોઠાઓ ઉપરથી કથ્થક અને શાસ્ત્રીય સંગીતને બહાર લાવી સદીઓ બાદ સભ્ય સમાજમાં ફરી એકવાર પ્રસ્થાપિત કરી તેનું સન્માન પુનઃ પ્રસ્થાપિત કરવા માટે જે મહાપુરુષોએ જીવનની આહુતિ આપી છે એવા મહાપુરુષોમાં સ્વર્ગીય પંડિત બિરજુ મહારાજજીનો ફાળો અમૂલ્ય છે
બંધારણ, આંબેડકર અને સ્વાતંત્ર્યની સુરક્ષા
જે અસ્પૃશ્યો, દલિતોને સામાજિક ન્યાય અપાવવા માટે તેઓ જીવનભર સંઘર્ષ કરતા રહ્યા એ દલિત અને આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે બંધારણમાં અનામત વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી અને એ પણ મર્યાદિત સમય માટે
બીટી કપાસ 'ને બીટી રીંગણઃ કુદરતનું સંતુલન માનવીય પ્રયાસોમાં પણ જરૂરી છે
જીવનો સિદ્ધાંત ટકી જવાનો છે એટલે તે ઝેરનું મારણ પણ કરે. થોડા દાયકામાં રીંગણનું ઝેર પચાવવાનું જીવાત શીખી જશે તો ફરીથી જીવાત થવા લાગશે
હકાર નકાર ભેદતું સૂર્યનું ઉત્તરાયન
કાઇટ જોડે મન 'ને મગજ જાય છે, પણ શરીર તો નીચે જમીન સાથે જોડાયેલું જ રહે છે. એવી ઉતરાણ કોઈએ સાંભળી છે જેમાં હવામાં ઊડતાં વિમાનોમાંથી માણસો પતંગબાજી કરતાં હોય?
અમદાવાદનો પતંગ ઉધોગઃ કરોડોનું ટર્નઓવર, હજારોને રોજીરોટી
૧૪ જાન્યુઆરીની વહેલી સવાર..આકાશમાં ઊડતા રંગબેરંગી પતંગ.. અને લપેટ..કાઈપો છે.. જેવી બૂમોથી ગૂંજી ઊઠતો માહોલ.… આ ઉત્સાહ જે આપણે બે દિવસ માણીએ છીએ તેની પાછળ આખા વર્ષની મહેનત રહેલી છે. ઉત્તરાયણની તો અનેક વાતો થતી હોય છે, પરંતુ આપણે વાત કરવી છે જેના થકી તે ઉત્સાહિત બને છે તે પતંગ બિઝનેસની..
વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ પંજાબની શરમ
પંજાબમાં સરકારી તંત્ર અને પોલીસ તંત્રનો વ્યવહાર માત્ર અક્ષમ્ય જ નહીં તો દંડનીય હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. માત્ર પ્રોટોકોલની રીતે જ નહીં તો સુરક્ષા વ્યવસ્થાના માર્ગદર્શન અને ફરજ માટે પણ જે અધિકારીઓ હાજર રહેવું જોઈતું હતું એવા ડીજીપી, રાજયના મુખ્ય સચિવ, ગૃહ સચિવ જેવા તમામ અધિકારીઓ નદારદ હતા તો એ બધા ક્યાં ફરજ બજાવી રહ્યા હતા?
મકરસંક્રાંતિમાં પાંજરાપોળોને મળતું દાન ઘટ્યું
પોષ મહિનામાં જ્યારે સૂર્ય ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જપ, તપની સાથે સાથે દાનનું ભારે મહત્ત્વ રહેલું છે. તેમાં પણ ગાયો માટે ઘાસચારાનું દાન શ્રેષ્ઠ મનાય છે. આથી જ આ દિને પાંજરાપોળ – ગૌશાળાને ખૂબ દાન મળતું હોય છે, પરંતુ હાલ આ સ્થિતિમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે.
પુસ્તકોનો નહીં, પુણ્યનો વેપાર
આ દુનિયામાં એકમાત્ર સારી વસ્તુ જ્ઞાન છે અને એકમાત્ર ખરાબ વસ્તુ અજ્ઞાન છે. જો અજ્ઞાનને દૂર કરી દેવામાં આવે તો કોમી રમખાણો, ધર્મો વચ્ચેના વિવાદો એ બધું જ બંધ થઈ જશે
સુરત જ્યારે ધમધમતું બંદર હતું
ખંભાતનો અખાત વેપારી જહાજો માટે પ્રતિકૂળ બનતો ગયો અને બંદર તરીકે તેનું આકર્ષણ ઘટતું ગયું. પરિણામે ત્યાંથી આશરે દોઢસો માઈલ દૂર એક નવા નગરનો બંદર તરીકે ઉદય થયો